Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું ISHAN KISHAN એ દિલ્હી સામેની મેચમાં કરી હતી તોડફોડ? BCCI એ ફટકાર્યો આ મોટો દંડ

ગઇકાલે મુંબઈ ઈંડિયંસ અને દિલ્લી કૅપિટલ્સ વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં દિલ્લીએ 257 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો અને મુંબઈની ટીમ 247 રન જ બનાવી શકી હતી અને તેમની હાર થઈ હતી. પરંતુ આ મેચમાં મુંબઈના સ્ટાર બેટ્સમેન ઇશાન...
શું ishan kishan એ દિલ્હી સામેની મેચમાં કરી હતી તોડફોડ  bcci એ ફટકાર્યો આ મોટો દંડ

ગઇકાલે મુંબઈ ઈંડિયંસ અને દિલ્લી કૅપિટલ્સ વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં દિલ્લીએ 257 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો અને મુંબઈની ટીમ 247 રન જ બનાવી શકી હતી અને તેમની હાર થઈ હતી. પરંતુ આ મેચમાં મુંબઈના સ્ટાર બેટ્સમેન ઇશાન કિશનને BCCI એ તેમની એક ભૂલના કારણે મોટી સજા ફટકારી હતી. ઇશાન કિશન  લેવલ 1ના ગુનામાં દોષિત ઠર્યો હતો. અહી મુખ્ય બાબત એ છે કે, ઈશાને પણ આ ગુનો સ્વીકારી લીધો છે.

Advertisement

શું ઇશાન કિશને કરી હતી તોડફોડ?

મળતી માહિતી અનુસાર ગઇકાલે દિલ્હીમાં દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચ દરમિયાન IPL આચાર સંહિતાની કલમ 2.2 મેચ દરમિયાન 'ક્રિકેટ સાધનો અથવા ગ્રાઉન્ડ ઇક્વિપમેન્ટ'નો દુરુપયોગ કરવા બદલ ઇશાન કિશન પર આ દંડ લગાવવામાં આવ્યો છે. આ ગુનામાં સ્ટમ્પ્સને બેદરકારીથી મારવા, જાહેરાતના બોર્ડ કે ડ્રેસિંગ રૂમના સામાનને નુકશાનનો સમાવેશ થાય છે. આચાર સંહિતાના લેવલ 1ના ઉલ્લંઘન માટે, મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા છે. જોકે ઇશાન કિશને કયો ગુનો આચર્યો હતો તે બાબતે હજી કોઈ સ્પષ્ટતા સામે આવી નથી.

Advertisement

100 મી IPL મેચમાં જ મળી સજા

ખાસ વાત એ છે કે આ ઈશાન કિશનની 100મી આઈપીએલ મેચ હતી. આ મેચમાં તે ફ્લોપ સાબિત થયો હતો. તે માત્ર 20 રન બનાવીને આઉટ થયો હતો. આ ખરાબ પ્રદર્શન બાદ તેને કરિયરની આ ખાસ મેચમાં આ સજા મળી છે. તમને જણાવી દઈએ કે ઈશાન છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ ખરાબ પ્રદર્શન કરી રહ્યો છે. રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી મેચમાં તે ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો.

Advertisement

મુંબઈની IPL માં સ્થિતિ ખરાબ

મુંબઈ સામે દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરતા 4 વિકેટે 257 રન બનાવ્યા હતા. જેમાં જેક ફ્રેઝર-મેકગર્ક સિવાય ટ્રિસ્ટન સ્ટબ્સે શાનદાર બેટિંગ કરી હતી. તેના જવાબમાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે 247 રન જ બનાવી શકી હતી. છેલ્લી પાંચ મેચોમાં તેમની ચોથી જીત બાદ, દિલ્હી દસ મેચમાં દસ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ નવ મેચમાં છ પોઈન્ટ સાથે નવમા સ્થાને છે.

આ પણ વાંચો : LSG vs RR: રાજસ્થાને લખનૌને 7 વિકેટે હરાવ્યું, સેમસન-ધ્રુવની વિસ્ફોટક પારી

Tags :
Advertisement

.