Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારત-બાંગ્લાદેશ સરહદ પર તણાવભર્યો માહોલ, BSF હાઈ એલર્ટ પર

બાંગ્લાદેશી શરણાર્થીઓનો ભારતમાં ધસારો બાંગ્લાદેશ સંકટ: ભારતની સરહદ પર તણાવ વધ્યો BSFએ રોક્યો બાંગ્લાદેશીઓનો પ્રવેશ India-Bangladesh Border : બાંગ્લાદેશમાં હાલમાં ચાલી રહેલા રાજકીય અસ્થિરતા અને હિંસાના કારણે હજારો લોકો ભારતમાં આશરો લેવા માટે દેશ છોડી રહ્યા છે. શેખ હસીનાના...
ભારત બાંગ્લાદેશ સરહદ પર તણાવભર્યો માહોલ  bsf હાઈ એલર્ટ પર
  • બાંગ્લાદેશી શરણાર્થીઓનો ભારતમાં ધસારો
  • બાંગ્લાદેશ સંકટ: ભારતની સરહદ પર તણાવ વધ્યો
  • BSFએ રોક્યો બાંગ્લાદેશીઓનો પ્રવેશ

India-Bangladesh Border : બાંગ્લાદેશમાં હાલમાં ચાલી રહેલા રાજકીય અસ્થિરતા અને હિંસાના કારણે હજારો લોકો ભારતમાં આશરો લેવા માટે દેશ છોડી રહ્યા છે. શેખ હસીનાના રાજીનામા અને લઘુમતીઓ પરના હુમલાઓને કારણે બાંગ્લાદેશની સ્થિતિ વધુ ખરાબ થઈ છે. આવી સ્થિતિમાં ભારતીય સરહદ પર તણાવ વધી ગયો છે. આવી સ્થિતિમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલે કે BSF એ બાંગ્લાદેશી નાગરિકોને સરહદ પાર કરતા અટકાવ્યા છે.

Advertisement

બાંગ્લાદેશી નાગરિકોનો ભારતમાં પ્રવેશનો પ્રયાસ

BSF ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, બાંગ્લાદેશી નાગરિકોનું એક મોટું જૂથ ઉત્તર બંગાળની સરહદે ભારતીય વિસ્તારમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યું હતું. BSF ના જવાનો અને સ્થાનિક વહીવટી તંત્રે આવા પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે. બાંગ્લાદેશની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારત-બાંગ્લાદેશ સરહદ પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. BSF એ સરહદી વિસ્તારોમાં સુરક્ષા વધારી દીધી છે અને ઘુસણખોરી અને દાણચોરીને રોકવા માટે તમામ જરૂરી પગલાં લીધા છે.

Advertisement

બાંગ્લાદેશમાં વચગાળાની સરકારની રચના

બાંગ્લાદેશમાં બળવા પછી, નોબેલ પુરસ્કાર વિજેતા પ્રોફેસર મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકાર 8 ઓગસ્ટે શપથ લેશે. આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને આ જાણકારી આપી હતી. યુનુસે આંદોલનકારીઓને શાંતિ જાળવવાની અપીલ કરી છે. બાંગ્લાદેશની અંદરની પરિસ્થિતિ અસ્થિર હોવાથી, ભારતને સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધારવાની જરૂર છે. બાંગ્લાદેશી નાગરિકોનું મોટા પાયે સ્થળાંતર ભારત માટે એક મોટો પડકાર બની શકે છે. આવી સ્થિતિમાં, ભારત સરકારે આ પરિસ્થિતિને સંભાળવા માટે તૈયાર રહેવું જોઈએ.

આ પણ વાંચો:  Bangladesh : આશ્ચર્ય! ઢાકાથી ભારત આવેલા પ્રવાસીઓ કેમ આવું બોલ્યા? જાણો શું છે બાંગ્લાદેશની હકીકત Video

Advertisement

Tags :
Advertisement

.