Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રશિયાની Monster Cat! દારૂ અને મીટની છે શોખીન, વજન સાંભળી ચોંકી જશો

રશિયાની મોન્સ્ટર બિલાડી વજન વધુ હોવાના કારણે ચાલવામાં અસમર્થ બિલાડીનું 17 કિલો વજન છે પ્રાણીને ફરી ચાલવવા NGOના પ્રયાસો Monster Cat : રશિયાના પર્મમાં એક ભારે બિલાડી મળી આવી છે, જેનું વજન નાના બાળકથી પણ વધુ હોવાનું કહેવાય છે....
રશિયાની monster cat  દારૂ અને મીટની છે શોખીન  વજન સાંભળી ચોંકી જશો
  • રશિયાની મોન્સ્ટર બિલાડી
  • વજન વધુ હોવાના કારણે ચાલવામાં અસમર્થ
  • બિલાડીનું 17 કિલો વજન છે
  • પ્રાણીને ફરી ચાલવવા NGOના પ્રયાસો

Monster Cat : રશિયાના પર્મમાં એક ભારે બિલાડી મળી આવી છે, જેનું વજન નાના બાળકથી પણ વધુ હોવાનું કહેવાય છે. આ બિલાડી ખાવા પીવાની ઘણી શોખીન છે જેનો વજન 17 કિલો છે. આ બિલાડી (Cat), જેને દારૂ અને મીટ (Alcohol and Meat) જેવી વસ્તુઓ ખાવાની આદત છે. આ બિલાડી એવી સ્થિતિમાં છે કે તે તેના વજનના કારણે ચાલી પણ શકતી નથી. આ બિલાડીનું નામ 'ક્રોશિક' છે, જેનો રશિયન ભાષામાં અર્થ 'ટુકડો' થાય છે. એક NGOએ આ બિલાડીનો બચાવ કરીને તેને સારવાર માટે લઈ જઈ છે, જેથી તે પાછી ચાલી શકે.

Advertisement

બિલાડીનું નામ ક્રોશિક

આ મામલો રશિયાનો છે, જ્યાં એક હોસ્પિટલના ભોંયરામાંથી આ બિલાડી મળી આવી છે. આ બિલાડીનું નામ ક્રોશિક છે. તેના મોટા કદ અને વજનના કારણે આ બિલાડી ઇન્ટરનેટ પર મોન્સ્ટર બિલાડીના નામથી ફેમસ થઈ ગઈ છે. હવે NGO આહાર અને ઉપચાર દ્વારા બિલાડીને ચાલતી કરવામાં અને સક્ષમ બનાવવામાં વ્યસ્ત છે. સારવારથી તેણે હવે પગ હલાવવાનું શરૂ કર્યું છે. બિલાડીને જમીન પર રખડતી જોઈને એક દર્દીના એટેન્ડન્ટે બિલાડીનો ફોટો ઇન્ટરનેટ પર શેર કર્યો છે.

કોઈએ તેને ભોંયરામાં છોડી દીધી

મળતી માહિતી મુજબ, બિલાડીનું નામ ક્રોશિક છે, રશિયનમાં તેનો અર્થ 'ટુકડો' થાય છે. આ બિલાડી રશિયાના પર્મમાં એક હોસ્પિટલના ભોંયરામાં મળી આવી હતી. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે ઘણા વર્ષોથી અહીં રહે છે અને કોઈએ તેને અહીં એકલી છોડી દીધી હશે. બિલાડીનો રંગ ભુરો અને સફેદ છે. પશુચિકિત્સકો હવે તેની તપાસ કરી રહ્યા છે. બિલાડીના વજનની તેના હૃદય અને શરીરના અન્ય અંગો પર શું અસર થાય છે? તેનો રિપોર્ટ આવવાનો બાકી છે.

Advertisement

આ બિલાડીનો સોશિયલ મીડિયા પર ક્રેઝ જોવા મળી રહ્યો છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બિલાડી દારૂ, જ્યુસ, મીટ, સૂપ, બ્રેડ ખૂબ ઉત્સાહથી ખાય છે અને પીવે છે. જ્યારે તેને અલ્ટ્રાસાઉન્ડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે સેન્સર તેને સ્કેન કરી શક્યા નહીં. સોશિયલ મીડિયા પર લોકો આ બિલાડીને ઘણો પ્રેમ આપી રહ્યા છે. ટિપ્પણીઓમાં, લોકો તેના સ્વાસ્થ્ય વિશે ચિંતિત છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે વિશ્વની પાંચ સૌથી જાડી બિલાડીઓમાંની એક છે. પ્રાણીને ટ્રેડમિલ પર દોડાવીને અને ઓછી ચરબીવાળો ખોરાક આપીને બિલાડીનું વજન ઘટાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો:  શું દુનિયા ખતમ કરી દેશે આ નવો વાયરસ? અમેરિકામાં નોંધાયો પ્રથમ કેસ

Tags :
Advertisement

.