Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જાણે CAT - 1 કેટેગરીના રન-વે વિશે! કેમ દેશમાં આવા રન-વે ઓછા છે?

CAT - 1: દિલ્હીમાં અત્યારે ભારતના મોટાભાગમાં કડકડતી ઠંડી પડી રહી છે. સાથે સાથે ધુમ્મસ પણ સતત વધી રહ્યું છે. જેના કારણ કે, ટ્રેન સેવા સહિત વિમાન સેવા પણ બંધ થવા લાગી છે. અત્યારે વિમાનની ઘણી ઉડાનોને ડાયવર્ટ કરી દેવામાં...
જાણે cat   1 કેટેગરીના રન વે વિશે  કેમ દેશમાં આવા રન વે ઓછા છે

CAT - 1: દિલ્હીમાં અત્યારે ભારતના મોટાભાગમાં કડકડતી ઠંડી પડી રહી છે. સાથે સાથે ધુમ્મસ પણ સતત વધી રહ્યું છે. જેના કારણ કે, ટ્રેન સેવા સહિત વિમાન સેવા પણ બંધ થવા લાગી છે. અત્યારે વિમાનની ઘણી ઉડાનોને ડાયવર્ટ કરી દેવામાં આવે છે કા તો તેને રદ્દ કર દેવામાં આવે છે. મળતી વિગતો પ્રમાણે જો CAT-3 લેવલના જો રન-વે બન્યા હોત તો ઉડાનોને યથાવત રાખી શકાઈ હોત. મળતી વિગતો પ્રમાણે દિલ્હી એરપોર્ટ પર માત્ર બે જ આ પ્રકારના રન-વે છે.

Advertisement

ધુમ્મસ વધારે હોય તો પણ વિમાનનું લેન્ડિંગ કરવામાં સરળતા રહે છે. ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના મુખ્ય રન-વે નંબર 28/10 અને 29L/11R જ આ પ્રકારના લેવલ વાળા છે. આ બન્ને રન-વે ગુરૂગ્રામ દિશામાં આવેલા છે. જ્યારે અન્ય બીજા બે રન-વે કેટ-3 પ્રકારના લેવલ વાળા નથી. એટલું જ નહીં પરંતુ રન-વેની દિશામાં લાગેલા ક્રેન પણ તેમાં સમસ્યા પેદા કરી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે એક પત્રમાં દિલ્હી એરપોર્ટની ક્રેનની ફરિયાદ કરવામાં આવી છે. આ પત્ર જે કુમાર ઇનફ્રાએ લખ્યો હોવાની જાણવા મળ્યું છે. 8 જાન્યુઆરીએ લખવામાં આવેલા આ પત્રમાં લખ્યું કે, દુઃખ સાથે કહેવું પડે છે કે, 5 જાન્યુઆરીએ M/s Kumar એ દ્વારકાના સેક્ટર 21 પાસે આવેલા રેલ્વે અંડરપાસ ઉપર ક્રેન ઉભી રાખવામાં આવી હતી. આ SOP વિરુદ્ધ છે.

Advertisement

પત્રમાં લખવામાં આવ્યું છે કે, ક્રેનોને અનાધિકૃત રીતે રાખવાનો હેતુ સંયુક્ત તપાસનો વિષય હોઈ શકે છે. તેમાં ઓછી ઉડાન વાળા વિમાનો માટે ઉતરાણ કરવું જોખમ ભર્યું હોય છે. આ સ્થિતિને સુધારવાની ભારે આવશ્યકતા લાગી રહી છે.

Advertisement

આ પણ વાંચો: વિવેક રામાસ્વામીએ યુએસ પ્રમુખપદની રેસ છોડી, ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન કર્યું

ધુમ્મસ દરમિયાન અન્ય એરપોર્ટ પર પ્લેન મોકલવા માટે પાઈલટ માટે CAT-3 પ્રશિક્ષિત હોવું પણ જરૂરી છે. જો પાયલોટે યોગ્ય તાલીમ લીધી હોય અને કેટેગરી-3 ઈન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ એપ્રોચનું પ્રમાણપત્ર મેળવ્યું હોય તો આ કામ થઈ શકે છે. CAT-3 પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓમાં વિમાનના સુરક્ષિત ઉતરાણ માટેનું આંતરરાષ્ટ્રીય ધોરણ છે.

કેટ-3 માં આધુનિક ઓટોપાયલટ, ગ્રાઉન્ડ સાધનો અને ચોકસાઇ સાધન અભિગમ સામે હોય છે. જે વિમાનોને ભારે ધુમ્મસમાં પણ લેન્ડિંગ કરાવી શકવાની તાકાત ધરાવે છે. પછી ભલેને ભારે વારસાદ થતો હોય કે, પછી ઘોર ધુમ્મસનું વાતાવરણ કેમ ના હોય!

જાણો રન-વેના પ્રકારો વિશે

મુખ્યત્વે એરપોર્ટ પર ત્રણ પ્રકારની કેટેગરી વાળા રવ-વે હોય છે. જેનું વર્ગીકરણ લેન્ડિંગ સાધનની ક્ષમતાના આધારે કરવામાં આવે છે.

CAT - 1

- ચોકસાઇ સાધન અભિગમ અને ઉતરાણ
- નિર્ણયની ઊંચાઈ 200 ફૂટથી ઓછી ન હોવી જોઈએ
- સામાન્ય દ્રશ્યતા 800 મીટરથી ઓછી અને રન-વેની દ્રશ્યતા રેંજ 550 મીટરથી ઓછી ના હોવી જોઈએ.

CAT - 2

- ચોકસાઇ સાધન અભિગમ અને ઉતરાણ
- નિર્ણયની ઊંચાઈ 200 મીટરથી ઓછી હોઇ શકે પરંતુ 100 મીટરથી ઓછી ના હોવી જાઈએ.
- રન-વેની સામાન્ય દ્રશ્યતાની લિમીટ 350 મીટરથી ઓછી ના હોવી જોઈએ

CAT - 3

ઉલ્લેખનીય છે કે CAT - 3 રન-વે સૌથી ઉચ્ચ કક્ષાની સાધન ઉતરાણ ક્ષમતા ઘરાવે છે. તેને પણ ત્રણ ભાગોમાં વિભાજીત કરવામાં આવે છે.

CAT - 3A

- ચોકસાઇ સાધન અભિગમ અને ઉતરાણ
- નિર્ણયની ઊંચાઈ 100 મીટરથી ઓછી અથવા તો કોઈ નિર્ણયની ઊંચાઈ ના હોય તો પણ ચાલી શકે...
- રન-વે દ્રશ્યતાની રેંજ 200 મીટરથી ઓછી ના હોવી જોઈએ.

CAT - 3B

- ચોકસાઇ સાધન અભિગમ અને ઉતરાણ
- નિર્ણયની ઊંચાઈ 50 મીટરથી ઓછી અથવા તો કોઈ નિર્ણયની ઊંચાઈ ના હોય તો પણ ચાલી શકે...
- રન-વે દ્રશ્યતાની રેંજ 200 મીટરથી ઓછી હોય તો ચાલી શકે પરંતુ 50 મીટરથી ઓછી ના હોવી જોઈએ.

CAT - 3C

- ચોકસાઇ સાધન અભિગમ અને ઉતરાણ
- કોઈ નિર્ણયની ઊંચાઈ નહી
- રન-વે દ્રશ્યતાની રેંજ પણ નહીવત

ફ્લાઈટ રડાર24ની વેબસાઈટ પ્રમાણે દિલ્હી એરપોર્ટ પર 14 જાન્યુઆરીએ 100થી વધારે ઉડાનોને મોડી પડી હતી. જ્યારે ચાર ઉડાન જયપુર અને એક ઉડાનને ડાઈવર્ટ કરી દેવામાં આવી હતી. કારણ કે, આ વખતે દિલ્હી એરપોર્ટ પરની દ્રશ્યતા શૂન્ય પર હતી.

દિલ્હીના ખરાબ વાતાવરણના કારણે દિલ્હી એરપોર્ટ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, પોતાની ટ્રીપ પહેલા વિમાન કંપની સાથે વાત કરી લેવામાં આવે. એરપોર્ટ દ્વારા પોતાના એક્સ પર લખ્યું છે કે, ભારે ધુમ્મસના કારણે દિલ્હી એરપોર્ટ દ્વારા ઉડાનોને રદ કરી આવશે અથવા આવી છે. તે માટે લોકોને અપીલ કરવામાં આવી છે કે, પોતાની યાત્રા પહેલા વિમાન કંપનીનો સંપર્ક કરી લેવો આવશ્યક છે.

આ બાબતે સરકારે શું કહ્યું?

આ માટે થઈને નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ યાત્રીઓને આશ્વાસન આપતા કહ્યું છે કે, ધુમ્મસના કારણ થઈ રહેલ સમસ્યા માટે લગાતાર પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. માટે યાત્રીકોને પોતાના યાત્રા પહેલા વિમાન કંપની સાથે સંપર્ક કરી લેવો તે બાધ જ પોતાના યાત્રા સુનિશ્ચિત કરવી જોઈએ.

Tags :
Advertisement

.