દક્ષિણ કોરિયામાં રાજકીય તણાવ વધ્યો! વિપક્ષ પર North Korea ને સપોર્ટ કરવાનો આક્ષેપ
- દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ દ્વારા Martial Law ની જાહેરાત
- રાષ્ટ્રપતિ યુન સૂક યેઓલે વિપક્ષ પર ગંભીર આક્ષેપ લગાવ્યા
- દક્ષિણ કોરિયામાં કટોકટી લશ્કરી કાયદો લાગુ
- વિપક્ષને દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આક્ષેપ
- દક્ષિણ કોરિયામાં રાજકીય તણાવ તીવ્ર
- રાષ્ટ્રપતિ યુન સૂક યેઓલનો ચોંકાવનારો નિર્ણય
- લશ્કરી કાયદાની ઘોષણાથી દક્ષિણ કોરિયામાં હલચલ
- ઉત્તર કોરિયાના ઈશારે વિપક્ષની રાષ્ટ્ર વિરોધી કામગીરી?
South Korea Martial Law : દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સૂક યેઓલે (President Yoon Suk Yeol) મંગળવારે અચાનક ઇમરજન્સી લશ્કરી કાયદા (Emergency Martial Law) ની ઘોષણા કરીને દેશના રાજકીય માહોલમાં હલચલ મચાવી દીધી છે. યુને પોતાના રાષ્ટ્રીય સંબોધનમાં જણાવ્યું કે વિપક્ષી પાર્ટી હવે માત્ર મહાભિયોગ અને તેના નેતાને બચાવવાના પ્રયાસોમાં મશગુલ છે. તેમણે વિપક્ષ પર ઉત્તર કોરિયા સાથે મળીને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આક્ષેપ કર્યો છે.
રાષ્ટ્રપતિ યુનનું નિવેદન
રાષ્ટ્રપતિ યુન સૂક યેઓલે જણાવ્યું, “હું દક્ષિણ કોરિયાને ઉત્તર કોરિયાના સામ્યવાદી તત્વો દ્વારા ઊભા થયેલા જોખમોથી બચાવવા માટે કટોકટી લશ્કરી કાયદો લાદી રહ્યો છું. આ રાજ્ય વિરોધી તત્વોને દૂર કરવાનો સમય આવી ગયો છે.” યુનના જણાવ્યા પ્રમાણે, "વિપક્ષી પાર્ટી માટે દેશના લોકોની આવક-જાવક અને કલ્યાણના મુદ્દા ગૌણ બની ગયા છે, વિરોધ પક્ષે માત્ર મહાભિયોગ, વિશેષ તપાસ અને તેના નેતાને ન્યાયથી બચાવવા માટે શાસનને લકવાગ્રસ્ત કર્યું છે." તેમણે ઉત્તર કોરિયાના ઈશારે વિપક્ષી પાર્ટી પર રાષ્ટ્ર વિરોધી કામ કરવાનો આરોપ લગાવ્યો છે. યુને દાવો કર્યો કે વિપક્ષી નેતાઓ સંસદમાં દેશની સુરક્ષાને લગતા કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિઘ્નો ઉભા કરી રહ્યા છે અને તેઓએ શાસન પ્રણાલીને લકવાગ્રસ્ત બનાવી દીધી છે. વિપક્ષના આ ત્રાસકારક વર્તનને ધ્યાનમાં રાખીને આ કડક પગલું લેવાયું હોવાનું તેમણે જણાવ્યું હતું.
🚨JUST ANNOUNCED: South Korean President declares MARTIAL LAW. South Korea's security forces enter the building of the National Assembly in Seoul. Tanks have taken to the streets. pic.twitter.com/4DLgGCu9gA
— AJ Huber (@Huberton) December 3, 2024
બજેટ વિવાદ અને વિપક્ષ પર આક્ષેપ
આ આશ્ચર્યજનક પગલું એવા સમયે આવ્યું છે જ્યારે રાષ્ટ્રપતિ યુનની પીપલ્સ પાવર પાર્ટી અને મુખ્ય વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટી વચ્ચે તણાવના કારણો પૈકી બજેટ બિલનો વિવાદ મુખ્ય છે. વિપક્ષે છેલ્લા અઠવાડિયે સંસદીય સમિતિ દ્વારા સંશોધિત બજેટ યોજનામાં મોટો ઘટાડો કર્યો હતો. આ અંગે યુને કહ્યું, “વિપક્ષના સાંસદો દેશના મહત્વપૂર્ણ કાર્યો માટે જરૂરી બજેટમાં કાપ મૂકીને દેશને અરાજકતામાં ધકેલવા માંગે છે.” યુને વિપક્ષ પર આરોપ લગાવ્યો કે તેઓ "ડ્રગ્સ સામેની ઝુંબેશ અને જાહેર સલામતી પ્રોગ્રામ્સમાં કાપ મૂકીને દેશને ડ્રગ ગુનેગારો માટે આશ્રયસ્થાનમાં ફેરવી રહ્યા છે." તેમણે વધુમાં ઉમેર્યું કે, દેશમાં સાર્વજનિક સુરક્ષાને લઇને અરાજકતાની સ્થિતિ પૈદા થઇ ગઇ છે.
શું છે Martial Law ?
આ જાહેરાત બાદ સિયોલમાં સંસદની બહાર હંગામો થયો હતો અને વિરોધીઓએ સંસદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે પોલીસે પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. હંગામા બાદ સેના સંસદમાં પહોંચી છે, સેનાના હેલિકોપ્ટરને સંસદની છત પર ઉતારવામાં આવ્યા છે. હાલમાં સ્થિતિ તંગ છે, સેના, સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓ વિવિધ સ્થળોએ તૈનાત છે. મળતી માહિતી મુજબ માર્શલ લો એક પ્રકારનો સૈન્ય કાયદો છે. આમાં લશ્કરી દળોને કોઈ વિસ્તાર પર શાસન અને નિયંત્રણ કરવાનો અધિકાર આપવામાં આવે છે.
આ પણ વાંચો: Covid-19 મામલે શું ચીન અને અમેરિકા આપણને છેતરી રહ્યા છે?