Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

થાઈલેન્ડમાં રાજકીય ભૂકંપ! કોર્ટે વડાપ્રધાન શ્રેથાને પદ પરથી હટાવ્યા

થાઈલેન્ડની રાજનીતિમાં નવો વળાંક થાઈલેન્ડના વડાપ્રધાનને હટાવવામાં આવ્યા શ્રેથાના નિર્ણય પર કોર્ટની મોટી મ્હોર કોર્ટે વડા પ્રધાનને પિચિત મામલે દોષિત ઠેરવ્યા Thailand News : ભારતના પડોશી દેશ એક પછી એક મુશ્કેલીઓમાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. થોડા...
થાઈલેન્ડમાં રાજકીય ભૂકંપ  કોર્ટે વડાપ્રધાન શ્રેથાને પદ પરથી હટાવ્યા
  • થાઈલેન્ડની રાજનીતિમાં નવો વળાંક
  • થાઈલેન્ડના વડાપ્રધાનને હટાવવામાં આવ્યા
  • શ્રેથાના નિર્ણય પર કોર્ટની મોટી મ્હોર
  • કોર્ટે વડા પ્રધાનને પિચિત મામલે દોષિત ઠેરવ્યા

Thailand News : ભારતના પડોશી દેશ એક પછી એક મુશ્કેલીઓમાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. થોડા દિવસ પહેલા બાંગ્લાદેશમાં શરૂ થયેલી હિંસાની આગ આજે પણ તેને બળાવી રહી છે. આ વચ્ચે વધુ એક દેશમાંથી ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ દેશ છે થાઈલેન્ડ (Thailand). મળી રહેલી માહિતી અનુસાર, આ દેશની રાજનીતિમાં એક મોટો વળાંક આવ્યો છે. દેશની સુપ્રીમ કોર્ટે એક ચોંકાવનારા નિર્ણયમાં વડા પ્રધાન શ્રેથા થવિસિનને પદ પરથી હટાવી દીધા છે. કોર્ટે આ નિર્ણય નૈતિક મૂલ્યોના ભંગના આરોપમાં લીધો છે.

Advertisement

શું છે સમગ્ર મામલો?

શ્રેથા થવિસિને પોતાના કેબિનેટમાં એક એવા વ્યક્તિને સામેલ કર્યા હતા જે કોર્ટના અધિકારીને લાંચ આપવાના કેસમાં જેલમાં હતા. સુપ્રીમ કોર્ટની નવ જજની બેન્ચે 5:4ની બહુમતીથી શ્રેથા વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. આના લગભગ એક સપ્તાહ પહેલા જ કોર્ટે મુખ્ય વિપક્ષી પાર્ટીનું વિસર્જન કર્યું હતું. કોર્ટના નિર્ણય બાદ સંસદ નવા વડાપ્રધાનને પદ સંભાળવા માટે મંજૂરી આપશે. જ્યાં સુધી સંસદ નવા વડાપ્રધાનની નિમણૂક ન કરે ત્યાં સુધી કેબિનેટ કેરટેકર ધોરણે રહેશે. જોકે, આ પદ પર નિમણૂક માટે સંસદને કોઈ સમય મર્યાદા આપવામાં આવી નથી. જણાવી દઇએ કે, એપ્રિલમાં કેબિનેટમાં ફેરબદલમાં શ્રેથાએ જેલમાં સજા ભોગવી રહેલા પિચિત ચુએનબનને મંત્રી બનાવ્યા હતા. શ્રેથાએ પિચિતને વડાપ્રધાન કાર્યાલયના મંત્રી તરીકે નિયુક્ત કર્યા હતા. પિચિતને 2008માં કોર્ટની અવમાનના બદલ 6 મહિનાની જેલ કરવામાં આવી હતી. પિચિત પર ભૂતપૂર્વ વડાપ્રધાન થાકસિન શિનાવાત્રા સાથે સંકળાયેલા કેસમાં ન્યાયાધીશને કથિત રીતે 2 મિલિયન થાઈ બાહત ચૂકવવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

Advertisement

નૈતિક મૂલ્યોનો ભંગ

પિચિટે પદ સંભાળ્યા બાદ સતત વિવાદો થયા હતા. ઘણા વિવાદો બાદ પિચિટે થોડા અઠવાડિયામાં જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. પીએમ શ્રેથાને તેમની નિમણૂક પર પોતાનો ચુકાદો આપતાં કોર્ટે કહ્યું હતું કે વડાપ્રધાન તરીકે શ્રેથા પાસે તેમના કેબિનેટ સાથીઓની લાયકાતની તપાસ કરવાની જવાબદારી છે. કોર્ટે કહ્યું કે શ્રેથા પિચિતના ભૂતકાળથી સારી રીતે વાકેફ છે પરંતુ તેમ છતાં તેમને કેબિનેટ મંત્રી નિયુક્ત કરવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે, આ નિર્ણય થાઈલેન્ડની રાજનીતિમાં એક નવો અધ્યાય ખોલી શકે છે. આ નિર્ણય દર્શાવે છે કે કોર્ટ રાજકારણમાં પારદર્શિતા અને જવાબદારી લાવવા માટે સક્રિય ભૂમિકા ભજવી રહી છે.

આ પણ વાંચો: શેખ હસીનાએ પત્રમાં ન્યાયની કરી માંગ, બાંગ્લાદેશમાં થઇ રહેલી હિંસાને આતંકવાદ ગણાવી

Advertisement

Tags :
Advertisement

.