દેશ વેચે પણ નહીં પૂરું થાય પાકિસ્તાનનું દેવું, આંકડો જાણી ચોંકી જશો
- પાકિસ્તાન: આર્થિક તબાહીના આરે
- દેવાના બોજે દબાયું પાકિસ્તાન
- મોંઘવારી અને બેરોજગારીએ પાકિસ્તાનને હચમચાવી દીધું
Pakistan Economy News : પાકિસ્તાન આજકાલ ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દેશનું બાહ્ય દેવું 130 અબજ ડોલર જેટલું વધી ગયું છે અને મોંઘવારીએ સામાન્ય લોકોનું જીવન બદથી બત્તર બનાવી દીધું છે. આ સંકટને દૂર કરવા માટે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ (IMF) અને અન્ય દેશો પાસેથી મદદ માંગી છે.
મોંઘવારી વધવાની ચિંતા
પાકિસ્તાનની કેન્દ્રીય બેંકના ગવર્નર જમીલ અહેમદે ચેતવણી આપી છે કે આગામી સમયમાં મોંઘવારી વધી શકે છે. તેમનું કહેવું છે કે બજેટમાં કરવામાં આવેલા ફેરફારો અને ઊર્જાના ભાવમાં વધારાને કારણે મોંઘવારી દર 13.5% સુધી પહોંચી શકે છે. આ સિવાય ઘઉંના ભાવમાં વધારો થવાથી પણ મોંઘવારી વધવાની શક્યતા છે.
- પાકિસ્તાનની હાલત દિવાળિયા થવાની આરે
- મોંઘવારીએ પાકિસ્તાનની કમર ભાંગી નાખી છે
- આર્થિક સંકટમાં ગરકાવ થતાં દેવું 130 અબજ ડોલરને પાર
- મોંઘવારીએ પાકિસ્તાનીઓને હેરાન કર્યા#PakistanEconomicCrisis #PakistanEconomy #PakistanDebt #PakistanInflation #IMFLoan #PakistanPoverty…— Gujarat First (@GujaratFirst) August 8, 2024
દેવું વધ્યું, આર્થિક સ્થિતિ નબળી બની
પાકિસ્તાનનું દેવું 26 અબજ ડોલર જેટલું થઈ ગયું છે. જો કે, ચીન, સાઉદી અરેબિયા અને UAE જેવા દેશોએ પાકિસ્તાનને લોન ચૂકવવા માટે એક વર્ષનો વધારાનો સમય આપ્યો છે. આનાથી પાકિસ્તાનને થોડી રાહત મળી છે. પરંતુ આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે આ માત્ર અસ્થાયી રાહત છે અને પાકિસ્તાનને લાંબા ગાળે આર્થિક સુધારા કરવા પડશે.
GDP વૃદ્ધિ ધીમી
પાકિસ્તાનની જીડીપી વૃદ્ધિ દર છેલ્લા દસ વર્ષથી 3.5% ની આસપાસ જ રહી છે, જે દેશની વસ્તી વૃદ્ધિ કરતાં ઓછો છે. આનો અર્થ એ છે કે પાકિસ્તાનની આર્થિક સ્થિતિમાં સુધારો થઈ રહ્યો નથી.
આ પણ વાંચો: Bangladesh : ભારતીય દૂતાવાસનો મોટો નિર્ણય, દૂતાવાસનું વિઝા સેન્ટર આગામી આદેશ સુધી બંધ...