Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વૈશ્વિક અર્થતંત્ર સામે વર્ષ 2023માં છે મંદીનું સંકટ, વિશ્વના દેશોઓ ભરવા પડશે પગલા

જ્યોર્જટાઉન યુનિવર્સિટી (Georgetown University) ખાતે એક કાર્યક્રમમાં IMF (International Monetary Fund) ચીફ ક્રિસ્ટાલિના જ્યોર્જીએવાએ (Kristalina Georgieva) વૈશ્વિક મંદીના (Global Recession) વધતા જોખમ અંગે ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે આવતા વર્ષે વિશ્વના ત્રીજા ભાગના દેશોએ બે ત્રિમાસિક ગાળા માટે મંદીની સ્થિતિ સમાન પડકારોનો સામનો કરવો પડી શકે છે. IMF આવી સ્થિતિમાં તેના આર્થિક અંદાજોને ઘટાડવાની તૈયારી કરી રહ્યું છે.IMF અને વિશ્વ બેંકની (World B
વૈશ્વિક અર્થતંત્ર સામે વર્ષ 2023માં છે મંદીનું સંકટ  વિશ્વના દેશોઓ ભરવા પડશે પગલા
જ્યોર્જટાઉન યુનિવર્સિટી (Georgetown University) ખાતે એક કાર્યક્રમમાં IMF (International Monetary Fund) ચીફ ક્રિસ્ટાલિના જ્યોર્જીએવાએ (Kristalina Georgieva) વૈશ્વિક મંદીના (Global Recession) વધતા જોખમ અંગે ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે આવતા વર્ષે વિશ્વના ત્રીજા ભાગના દેશોએ બે ત્રિમાસિક ગાળા માટે મંદીની સ્થિતિ સમાન પડકારોનો સામનો કરવો પડી શકે છે. IMF આવી સ્થિતિમાં તેના આર્થિક અંદાજોને ઘટાડવાની તૈયારી કરી રહ્યું છે.
IMF અને વિશ્વ બેંકની (World Bank) વાર્ષિક બેઠક પહેલા ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ કહ્યું હતું કે, લોકોની આવકમાં ઘટાડો અને મોંઘવારી વધવાનો અર્થ એ છે કે ઘણા દેશો મંદીનો સામનો કરશે. IMF ચીફના આ નિવેદનો પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે ચોથા ક્વાર્ટર માટે આર્થિક અંદાજમાં ઘટાડો કરી શકે છે.
યુક્રેન પર રશિયાના હુમલા, ઊર્જાના ઊંચા ભાવ અને ખાદ્યપદાર્થોના ઊંચા ભાવને કારણે મોંઘવારી વધી રહી છે. તેમણે કહ્યું કે, વિશ્વની તમામ મોટી અર્થવ્યવસ્થાઓના વિકાસની ગતિ ધીમી પડી રહી છે. ટૂંકા ગાળામાં પરિસ્થિતિ ખરાબથી ખરાબ થઈ જશે. તેમણે ચીનના પ્રોપર્ટી માર્કેટમાં સર્જાઈ રહેલા નાણાકીય જોખમ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, વૈશ્વિક અર્થતંત્ર હજુ પણ કોરોના મહામારી, રશિયા-યુક્રેન યુદ્ધ અને જળવાયુ પરિવર્તન જેવા પડકારોથી ઝઝૂમી રહ્યું છે.
IMFનું માનવું છે કે, ફુગાવાને પહોંચી વળવા માટે વિશ્વભરની સેન્ટ્રલ બેંકોએ કડક નાણાકીય નીતિના પગલાં શરૂ રાખવા જોઈએ. તેમણે કહ્યું કે, મોંઘી ખાદ્ય ચીજોની મોટી અસર ઉભરતી અર્થવ્યવસ્થાઓ પર જોવા મળી રહી છે, જેના કારણે આ દેશો પર દેવાનું સંકટ વધી રહ્યું છે. ક્રિસ્ટાલિના જ્યોર્જીએવાએ કહ્યું કે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર જે આ સંકટ આવ્યું છે તે કાયમ રહેવાનું નથી.
Advertisement
Tags :
Advertisement

.