હવે ઈઝરાયેલ રહેશે અથવા તો ઈરાન : ઇઝરાયેલ રક્ષામંત્રી
- ઈઝરાયેલી રક્ષામંત્રીનું સૌથી મોટું નિવેદન
- હવે ઈઝરાયેલ રહેશે અથવા તો ઈરાન : ઈઝરાયેલ રક્ષામંત્રી
- ઈરાનનું અસ્તિત્વ ભૂંસી નાખીશું : ઈઝરાયેલી રક્ષામંત્રી
ઈરાને (Iran) ઈઝરાયેલ પર હુમલો શરૂ કરી દીધો છે. અહેવાલો અનુસાર ઈરાને ઈઝરાયેલ પર 200થી વધુ મિસાઈલો છોડી છે. ઈઝરાયેલની સેનાએ પણ કહ્યું છે કે ઈરાને (Iran) મિસાઈલ હુમલો (Missile Attack) કર્યો છે. આ હુમલા બાદ ઈઝરાયેલની સેનાના પ્રવક્તા ડેનિયલ હગારીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આ હુમલામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. અમારી સેના અમારા એરસ્પેસમાં અન્ય કોઈ જોખમને જોતી નથી. તેમણે લોકોને કહ્યું કે, હવે તે બહાર જઈ શકે છે.
ઈઝરાયેલે શું કહ્યું?
ઘણી બાજુથી હુમલાનો સામનો કરી રહેલા ઈઝરાયેલે પણ આ ખતરાને લઈને નિવેદન જાહેર કર્યું છે. ઈઝરાયલની સેનાના પ્રવક્તાએ કહ્યું છે કે તેમની એર ડિફેન્સ સિસ્ટમ કોઈપણ ખતરા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ઈઝરાયેલે કહ્યું છે કે અમે ઈરાન, લેબેનોન, ઈરાક અથવા યમન તરફથી કોઈપણ હુમલાનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. ઈરાનના આ પગલા બાદ હવે એક પછી એક યુદ્ધ નિશ્ચિત માનવામાં આવે છે. ઈઝરાયેલે ઈરાનને સ્પષ્ટ શબ્દોમાં ધમકી આપતા કહ્યું કે હવે અમે ઈરાનને ગાઝા બનાવી દઈશું. આ ભૂલ માટે ઈરાનને આકરી સજા થશે. બીજી તરફ અમેરિકા પણ ઈઝરાયેલ સાથે સહમત થઈ ગયું છે. અમેરિકાએ ઈરાનને ચેતવણી આપી છે કે તેણે આની કિંમત ચૂકવવી પડશે. અમેરિકાએ કહ્યું છે કે ઈરાનને યોગ્ય જવાબ આપવામાં આવશે. આ પહેલા અમેરિકાએ ઈરાનને ચેતવણી આપતા કહ્યું હતું કે ઈઝરાયેલ પર કોઈ પણ સીધો સૈન્ય હુમલો કરવાના ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે.
ઈઝરાયેલના જાફામાં પણ ફાયરિંગની ઘટના
મિડલ ઈસ્ટમાં સંકટ વચ્ચે ઈરાને ઈઝરાયલ પર આ હુમલા ત્યારે કર્યા છે, જ્યારે ઈઝરાયેલની સેનાએ આજે (મંગળવાર) લેબનોનમાં ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યું અને લેબનોનના લગભગ બે ડઝન સરહદી નગરોને ખાલી કરવાની ચેતવણી આપી. આ હુમલા સિવાય ઈઝરાયેલના જાફામાં પણ ફાયરિંગની ઘટના બની છે. આ ઘટનામાં 3 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. તેવ અવીવ પર રોકેટ પણ છોડવામાં આવ્યા છે. હિઝબુલ્લાહે આને અંજામ આપ્યો છે.
ડેડ સી, તેલ અવીવ આસપાસ મિસાઇલ હુમલો
ઈઝરાયેલની સેનાએ પોતાના નાગરિકોને કહ્યું છે કે, ઈરાન તરફથી મિસાઈલ છોડવામાં આવી રહી છે. સેનાએ એક નિવેદનમાં કહ્યું કે, "આગળના આદેશો સુધી તમે સુરક્ષિત વિસ્તારમાં રહો." એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈરાની મિસાઈલ અને શ્રાપનેલ ડેડ સી, દેશના દક્ષિણી વિસ્તાર અને તેલ અવીવની આસપાસના શેરોન વિસ્તારમાં પડી છે, જોકે તેમા કોઈ જાનહાની થઇ હોવાના સમાચાર નથી.
આ પણ વાંચો: ઈઝરાયેલ પર ઈરાનનો સૌથી મોટો હુમલો, 200 થી વધુ મિસાઈલો છોડી, ટેન્શનમાં Netanyahu