Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમેરિકા બાદ હવે જાપાનમાં હિમવર્ષા, 17 લોકોના મોત, 90થી વધુ ઈજાગ્રસ્ત

એક તરફ વિશ્વભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ ઘણા દેશ એવા છે કે જ્યા હિમવર્ષાએ લોકોના જીવન પર ખરાબ અસર કરી છે. અમેરિકા જેવા વિકસીત દેશ પણ તેની ઝપટમાં આવી ગયા છે. તાજેતરમાં મળી રહેલા સમાચાર અનુસાર, જાપાનમાં પણ હિમવર્ષાએ પોતાનો કહેર વરસાવ્યો છે. અહીં સ્થિતિ સતત ખરાબ બનતી જઇ રહી છે. જાપાનમાં ભારે હિમવર્ષાના કારણે 17 લોકોના મોત થયા છે, જ્યારે 90થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અનેક à
અમેરિકા બાદ હવે જાપાનમાં હિમવર્ષા  17 લોકોના મોત  90થી વધુ ઈજાગ્રસ્ત
એક તરફ વિશ્વભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ ઘણા દેશ એવા છે કે જ્યા હિમવર્ષાએ લોકોના જીવન પર ખરાબ અસર કરી છે. અમેરિકા જેવા વિકસીત દેશ પણ તેની ઝપટમાં આવી ગયા છે. તાજેતરમાં મળી રહેલા સમાચાર અનુસાર, જાપાનમાં પણ હિમવર્ષાએ પોતાનો કહેર વરસાવ્યો છે. અહીં સ્થિતિ સતત ખરાબ બનતી જઇ રહી છે. જાપાનમાં ભારે હિમવર્ષાના કારણે 17 લોકોના મોત થયા છે, જ્યારે 90થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અનેક જગ્યાએ વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે.
જાપાનમાં બર્ફીલા પવનના કારણે મૃત્યુઆંક વધ્યો
સમગ્ર વિશ્વમાં ઠંડી અને હિમવર્ષા તબાહી મચાવી રહી છે. વળી, ભારતમાં પણ આ વર્ષે ઠંડીએ જોર પકડ્યું છે. વળી, પૂર્વ એશિયામાં અમેરિકાથી જાપાન સુધી, હિમવર્ષા અને બરફના કારણે સ્થિતિ ખરાબ છે. જાપાનમાં બર્ફીલા પવન અને કરાને કારણે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. વિશ્વભરમાં હિમવર્ષાના કારણે અમેરિકા, કેનેડા અને જાપાન મુખ્યત્વે પ્રભાવિત છે. જાપાનમાં 229 સેમી હિમવર્ષા થઈ છે, તો અમેરિકામાં બોમ્બ ચક્રવાતે તબાહી મચાવી છે. હિમવર્ષાને કારણે સામાન્ય લોકોની મુશ્કેલીઓ વધી છે. જેના કારણે અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા છે અને 90થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અહીંના સેંકડો ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે અને લોકો અંધારામાં જીવવા મજબૂર બન્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓને ટાંકીને આ માહિતી બહાર આવી છે. જણાવી દઈએ કે, તીવ્ર શિયાળાની સાથે જ ઉત્તરીય વિસ્તારોમાં છેલ્લા અઠવાડિયાથી ભારે હિમવર્ષા થઈ રહી છે. હાઇવે પર સેંકડો વાહનો ફસાયા છે. ડિલિવરી સેવાઓમાં વિલંબ થઈ રહ્યો છે અને શનિવાર સુધી આ કારણે 11 લોકોએ જીવ ગુમાવ્યા છે.
જાપાનમાં ત્રણ ગણી વધુ હિમવર્ષા
ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના જણાવ્યા અનુસાર ક્રિસમસના અંત સુધી હિમવર્ષા એટલી ભારે હતી કે સોમવારે સવાર સુધીમાં મૃતકોની સંખ્યા વધીને 17 અને ઈજાગ્રસ્તોની સંખ્યા વધીને 93 થઈ ગઈ હતી. આમાંના ઘણા લોકો છત પરથી બરફ સાફ કરતી વખતે પડી ગયા હતા અથવા તેઓ તેમની છત પરથી સરકી જતાં બરફના મોટા પડ નીચે દટાઈ ગયા હતા. મ્યુનિસિપલ સત્તાવાળાઓએ રહેવાસીઓને બરફ સાફ કરતી વખતે સાવચેતી રાખવા અને એકલા કામ ન કરવા અપીલ કરી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું કે, ટોક્યોના યામાગાતા પ્રીફેક્ચરના નાગાઈ શહેરમાં, એક મહિલા બરફના જાડા પડ નીચે દટાયેલી મૃત હાલતમાં મળી આવી હતી. તે અચાનક તેના પર પડી હતી. શનિવારે અહીં 80 સેમીથી વધુ બરફ પડ્યો હતો. ઉત્તરપૂર્વીય જાપાનના ઘણા ભાગોમાં સિઝનની સરેરાશ કરતાં ત્રણ ગણી વધુ હિમવર્ષા નોંધાઈ હતી.
20,000 ઘરો પ્રભાવિત
અર્થતંત્ર અને ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ક્રિસમસની સવારે લગભગ 20,000 ઘરો વીજળી વગર રહેવા મજબૂર બન્યા હતા. જાપાનના સૌથી ઉત્તરીય મુખ્ય ટાપુમાં ભારે હિમવર્ષાને કારણે વીજળીનો ટ્રાન્સમિશન ટાવર પડી ગયો. જોકે, તે દિવસ પછી મોટાભાગના વિસ્તારોમાં વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. જાપાનમાં હવામાન અધિકારીઓએ જાહેર પરિવહન અને પાવર આઉટેજ પર સંભવિત અસરો માટે સાવચેતી રાખવા વિનંતી કરી છે. પૂર્વીય યુએસના ભાગોમાં ભારે બરફ અને તીવ્ર ઠંડીના કારણે હવામાન સંબંધિત મૃત્યુની સંખ્યા ઓછામાં ઓછી 28 થઈ ગઈ છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.