ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Israel-Hamas War: ગાઝાની હોસ્પિટલમાં વિનાશ શરૂ

ઇઝરાયેલની સૌથી મોટી હોસ્પિટલ અલ શિફામાં ઇન્ક્યુબેટરમાં બે બાળકોના મોત થયા છે. આ પછી ઈઝરાયેલના સૈન્ય દળોએ આ બાળકોને સુરક્ષિત રીતે ખસેડવાનું આશ્વાસન આપ્યું છે. ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, દુર્ઘટના શરૂ થઈ ગઈ છે....
01:39 PM Nov 12, 2023 IST | Maitri makwana
featuredImage featuredImage

ઇઝરાયેલની સૌથી મોટી હોસ્પિટલ અલ શિફામાં ઇન્ક્યુબેટરમાં બે બાળકોના મોત થયા છે. આ પછી ઈઝરાયેલના સૈન્ય દળોએ આ બાળકોને સુરક્ષિત રીતે ખસેડવાનું આશ્વાસન આપ્યું છે.

ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, દુર્ઘટના શરૂ થઈ ગઈ છે. અહીં ઇન્ક્યુબેટરમાં બે બાળકોના મોત થયા છે. શનિવાર (11 નવેમ્બર)ના રોજ બનેલી આ ઘટના બાદ ઈઝરાયેલની સેનાએ કહ્યું કે, રવિવારે (12 નવેમ્બર) ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ અલ શિફામાંથી બાળકોને બહાર કાઢવાનું કામ ઈઝરાયેલના સૈન્ય દળો દ્વારા કરવામાં આવશે.

પેલેસ્ટિનિયન અધિકારીઓએ દાવો કર્યો હતો કે અલ શિફા હોસ્પિટલમાં લડાઈ વચ્ચે બળતણ સમાપ્ત થતાં બે નવજાત બાળકોના મૃત્યુ થયા છે. એવો પણ દાવો કરવામાં આવે છે કે અન્ય ડઝનેક નવજાત બાળકો જોખમમાં છે. પેલેસ્ટિનિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, અલ શિફા હોસ્પિટલે ઇંધણ સમાપ્ત થતાં સેવાઓ સ્થગિત કરી દીધી હતી, પરિણામે ઇન્ક્યુબેટરમાં બે બાળકોના મૃત્યુ થયા હતા

પટ્ટીમાં આ કાર્યવાહી દરમિયાન ઈઝરાયેલના સૈનિકો પણ મૃત્યુ પામ્યા હતા. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ શનિવારે મોડી રાત્રે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ વાતનો સ્વીકાર કર્યો હતો. તેમણે કહ્યું કે ગાઝામાં વધુ 5 ઈઝરાયેલ સૈનિકોના મોત થયા છે. ઈઝરાયેલની સેનાએ કહ્યું કે ત્યાં ગ્રાઉન્ડ ઓપરેશનની શરૂઆતથી અત્યાર સુધીમાં 46 સૈનિકો માર્યા ગયા છે.

અત્યાર સુધીમાં ગાઝા પટ્ટીમાં ઈઝરાયલી સૈન્ય દળોની કાર્યવાહીમાં લગભગ 12000 લોકો માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તે જ સમયે, હમાસના હુમલા પછી ઇઝરાયેલમાં લગભગ 1400 લોકો માર્યા ગયા છે. આજે યુદ્ધનો 37મો દિવસ છે.

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ગાઝા પટ્ટી પર સંપૂર્ણ નિયંત્રણ નહીં આવે ત્યાં સુધી ઈઝરાયેલની સેના પીછેહઠ કરશે નહીં. અહીં અરેબિયામાં મુસ્લિમ દેશોએ ઈમરજન્સી બેઠક યોજીને સ્પષ્ટ કર્યું છે કે જો ગાઝા પટ્ટીમાં સૈન્ય કાર્યવાહી રોકવામાં નહીં આવે તો પરિણામ સારું નહીં આવે.

આ પણ વાંચો -  Israel Hamas War : ગાઝા બાદ વેસ્ટ બેન્કમાં ઈઝરાયલનો હુમલો, 18 લોકોના મોત, 20 લોકોની ધરપકડ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GazaGujarat FirstHospitalIsraelIsrael Hamas warmaitri makwanawar