Trumpના દાવાથી ભારત ભડક્યું, વિદેશ મંત્રાલયે કહ્યું- આ ખૂબ જ ચિંતાજનક
- USAID ફંડિંગને લઈને ભારતમાં હલચલ મચી
- ભારતના આંતરિક મામલામાં વિદેશી દખલગીરી અંગે ચિંતા વધી
- સંબંધિત વિભાગો અને એજન્સીઓ મામલાની તપાસ કરી રહી છે
Controversy in India over USAID funding : USAID ના ભંડોળે ભારતની આંતરિક બાબતોમાં વિદેશી હસ્તક્ષેપને લઈને ચર્ચા જગાવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદનથી આ વિવાદ વધુ વકર્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે કહ્યું કે અમે યુએસએની કેટલીક પ્રવૃત્તિઓ અને ફંડિંગ વિશે અમેરિકી વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી જોઈ છે. આ સ્પષ્ટપણે ખૂબ જ પરેશાન કરનારું છે.
સંબંધિત વિભાગો આ મામલે તપાસ કરી રહ્યા છે
અમેરિકન ફંડિંગના વિવાદ પર પ્રતિક્રિયા આપતા રણધીર જયસ્વાલે કહ્યું કે USAID દ્વારા ભારતને 'કોઈ બીજાને ચૂંટવા' માટે 21 મિલિયન ડોલર આપવાનો મામલો ગંભીર છે. તેમણે કહ્યું કે ભારતના આંતરિક મામલામાં વિદેશી હસ્તક્ષેપ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને સંબંધિત વિભાગો આ મામલાની તપાસ કરી રહ્યા છે. રણધીર જયસ્વાલે વધુમાં કહ્યું કે હાલમાં જાહેરમાં તેના પર ટિપ્પણી કરવી યોગ્ય નથી, પરંતુ સરકાર તેના પર વિચાર કરી રહી છે. કોઈ પણ માહિતી આવશે એટલે તરત જ અમે તેને શેર કરીશું.
ખૂબ જ ચિંતાજનક બાબત, તપાસ થઈ રહી છેઃ વિદેશ મંત્રાલય
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે સરકાર તેની તપાસ કરી રહી છે. તેમણે કહ્યું, 'અમે અમેરિકી પ્રશાસન દ્વારા કેટલીક અમેરિકન ગતિવિધિઓ અને ભંડોળ વિશે આપવામાં આવેલી માહિતી જોઈ છે. આ સ્પષ્ટપણે ખૂબ જ ચિંતાજનક છે. આનાથી ભારતના આંતરિક મામલામાં વિદેશી દખલગીરી અંગે ચિંતા વધી છે. સંબંધિત વિભાગો અને એજન્સીઓ મામલાની તપાસ કરી રહી છે. આ સમયે જાહેરમાં ટિપ્પણી કરવી એ યોગ્ય ગણાશે નહીં. સંબંધિત અધિકારીઓ તેના પર વિચાર કરી રહ્યા છે અને આશા છે કે અમે તેના પર પછીથી અપડેટ આપી શકીશું. MEA ના પ્રતિભાવ પરથી સ્પષ્ટ થાય છે કે ભારત ઉતાવળમાં કોઈ નિવેદન આપવા માંગતું નથી.
#WATCH | "We have seen information that has been put out by the US administration regarding certain USA activities and funding. These are obviously very deeply troubling. This has led to concerns about foreign interference in India's internal affairs. Relevant departments and… pic.twitter.com/2WHRex7auG
— ANI (@ANI) February 21, 2025
આ પણ વાંચો : હાથકડીથી બાંધીને અમને અમેરિકામાંથી કાઢી મુકશે ટ્રમ્પ: 11 વર્ષની બાળકીએ કરી આત્મહત્યા
ટ્રમ્પે કર્યો આ દાવો
વિદેશ મંત્રાલયની આ પ્રતિક્રિયા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા બાદ આવી છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે બિડેન પ્રશાસને ભારતની ચૂંટણીમાં દખલ કરીને મોદી સરકારને હરાવીને બીજા કોઈની સરકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રમ્પે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે આ બાબત ભારત સરકારને જણાવવી પડશે.
ટ્રમ્પના નિવેદન બાદ ભાજપ આક્રમક
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદન પર ભાજપે કહ્યું કે હવે તેમાં કોઈ શંકા નથી કે રાહુલ ગાંધી ભારતની લોકતાંત્રિક પ્રક્રિયામાં વિક્ષેપ પાડવા માટે વિદેશી શક્તિઓ સાથે મળીને કામ કરી રહ્યા છે જેથી તેઓ સત્તા મેળવી શકે. બીજેપી સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે રાહુલ ગાંધી વિદેશી શક્તિઓને ભારતમાં હસ્તક્ષેપ કરવાની વિનંતી કરતા રહે છે અને હવે ટ્રમ્પના નિવેદનથી તેમના ઈરાદાની પુષ્ટિ થઈ છે.
શું છે USAID?
USAID (યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ) એક અમેરિકન એજન્સી છે. તે વિકાસશીલ દેશોમાં આર્થિક સહાય અને સામાજિક પ્રોજેક્ટ્સને ભંડોળ પૂરું પાડે છે. પરંતુ, જો તેનો ઉપયોગ રાજકીય હેતુઓ માટે કરવામાં આવે તો તે એક ગંભીર મુદ્દો બની શકે છે.
આ પણ વાંચો : America : ભારતીય મૂળના કાશ પટેલ FBI ડિરેક્ટર બન્યા, યુએસ સેનેટની મંજૂરી મળી