Justin Trudeau સરકાર પર સંકટ, લઘુમતીમાં આવવાનો ખતરો
- ટ્રુડોની સરકારને ભારત સામેના પડકારો ઘણા મોંઘા પડ્યા!
- સંસદની 338 બેઠકોમાંથી ટ્રુડોની લિબરલ પાર્ટી પાસે માત્ર 153 સાંસદો
- જસ્ટિન ટ્રુડોના દિવસોની ઉલટી ગણતરી શરૂ થઇ ગઇ
Canadian Prime Minister Justin Trudeau : કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને ભારત સામે પડવું હવે મોંઘુ સાબિત થઈ રહ્યું છે. મળતી માહિતી અનુસાર, તેમની સરકાર લઘુમતીમાં આવવાનું જોખમ છે. સરકારમાં કેટલાક પક્ષોએ તેમને અલ્ટીમેટમ આપ્યું હતું, જે પૂર્ણ થઈ ગયું છે. ક્વિબેકમાં એક રાષ્ટ્રવાદી પક્ષે મંગળવારે જાહેરાત કરી કે તે કેનેડામાં વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની લઘુમતી સરકારને નીચે લાવવા માટે વિરોધ પક્ષો સાથે કામ કરશે. જણાવી દઈએ કે સંસદની 338 બેઠકોમાંથી ટ્રુડોની લિબરલ પાર્ટી પાસે માત્ર 153 સાંસદો છે. તેઓ સંસદમાં કાયદો પસાર કરવા માટે અન્ય પક્ષો પર નિર્ભર છે.
ટ્રુડોના દિવસોની ઉલટી ગણતરી શરૂ થઇ ગઇ
બ્લોક ક્યૂબેકોઈસના નેતા યવેસ-ફ્રાંસ્વા બ્લેન્ચેટે જાહેર કર્યું કે જસ્ટિન ટ્રુડોના દિવસોની ઉલટી ગણતરી શરૂ થઇ ગઇ છે. ટ્રુડોની સરકારે લિબરલ પાર્ટીએ વરિષ્ઠો નાગરિકો માટે વૃદ્ધાવસ્થાની સુરક્ષા વધારવાની તેમની માંગને નકારી કાઢી હતી. જણાવી દઈએ કે ટ્રુડોને તેમની સરકાર બચાવવા માટે ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP) અને કન્ઝર્વેટિવ પાર્ટી બંનેના સમર્થનની જરૂર પડશે. દરમિયાન, કન્ઝર્વેટિવ પાર્ટીએ પહેલાથી જ વહેલી ચૂંટણી માટે દબાણ કર્યું છે. હમણાં માટે, બ્લોક અને NDP બંનેએ કન્ઝર્વેટિવ નેતા પિયર પોલીએવરેની વહેલી ચૂંટણી માટેના કોલને નકારી કાઢ્યો છે. જો કે હવે બ્લોકે દરખાસ્ત લાવવાનો નિર્ણય કર્યો છે.
NDP એ ટ્રુડોની સરકારને ટેકો આપ્યો
ટ્રુડોનું અસ્તિત્વ ખાલિસ્તાન તરફી પક્ષના નોંધપાત્ર સમર્થન પર આધારિત છે. NDP એ ટ્રુડોની સરકારને ટેકો આપ્યો છે, પરંતુ તેમના નેતા જગમીત સિંહે તાજેતરમાં કહ્યું હતું કે તેઓ સમયને જોતાં સમર્થન ટાળશે. ગવર્નમેન્ટ હાઉસ લીડર કરીના ગોલ્ડે મંગળવારે કહ્યું કે હંમેશા આગળ વધવાનો રસ્તો હોય છે. દરમિયાન, જાહેર સેવા મંત્રી જીન-યવેસ ડુક્લોસે બ્લોકની સમયમર્યાદાને કૃત્રિમ ગણાવીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે લિબરલ્સ લઘુમતી સંસદ જાળવી રાખવા માટે અન્ય પક્ષો સાથે કામ કરવાનું ચાલુ રાખશે.
આ પણ વાંચો: Justin Trudeau.. તમે 28 તારીખ સુધીમાં રાજીનામુ આપો નહીંતર...