Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bangladesh Violence : હસીના બાદ હવે ન્યાયાધીશોના રાજીનામાની ઉઠી માંગ

બાંગ્લાદેશમાં હિંસા વધી બાંગ્લાદેશમાં નવા મોરચે હિંસા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને હટાવવાની ધમકી Bangladesh Violence : બાંગ્લાદેશમાં ભલે વચગાળાની સરકારની રચના થઇ ગઇ હોય પણ હિંસા આજે પણ યથાવત છે. તમે વિચારતા હશો કે શેખ હસીના સરકારને હટાવ્યા બાદ પ્રદર્શનકારીઓની...
bangladesh violence   હસીના બાદ હવે ન્યાયાધીશોના રાજીનામાની ઉઠી માંગ
  • બાંગ્લાદેશમાં હિંસા વધી
  • બાંગ્લાદેશમાં નવા મોરચે હિંસા
  • સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને હટાવવાની ધમકી

Bangladesh Violence : બાંગ્લાદેશમાં ભલે વચગાળાની સરકારની રચના થઇ ગઇ હોય પણ હિંસા આજે પણ યથાવત છે. તમે વિચારતા હશો કે શેખ હસીના સરકારને હટાવ્યા બાદ પ્રદર્શનકારીઓની વધુ શું માંગ હોઇ શકે? તો હવે તેઓ બાંગ્લાદેશના ચીફ જસ્ટિસ સહિત બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશોના રાજીનામાની માંગ કરી રહ્યા છે. આ માંગ સાથે પ્રદર્શનકારીઓ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયા છે અને તેનો ઘેરાવ કર્યો છે.

Advertisement

નવી વચગાળાની સરકાર બન્યા પછી પણ શાંતિ નથી

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના છેલ્લા 15 વર્ષથી વધુ સમય સરકાર ચલાવી રહ્યા હતા. ત્યારે દેશમાં જોબ રિઝર્વેશન સિસ્ટમ સામે વ્યાપક વિરોધ વચ્ચે, શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું અને દેશ છોડવો પડ્યો હતો. શેખ હસીના બાદ નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા તરીકે પસંદગી કરવામાં આવી છે. બાંગ્લાદેશની નવી રચાયેલી વચગાળાની સરકારે 'મુખ્ય દેશો' સાથે ઢાકાના સંબંધોમાં 'સંતુલન' જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. જણાવી દઇએ કે, સેંકડો બાંગ્લાદેશી પ્રદર્શનકારીઓએ શનિવારે સુપ્રીમ કોર્ટનો ઘેરાવ કર્યો હતો અને ચીફ જસ્ટિસ ઓબેદુલ હસનને બપોરે 1 વાગ્યા સુધીમાં રાજીનામું આપવાની ધમકી આપી હતી. ટોળાએ અન્ય ન્યાયાધીશોને પણ તેમના પદ છોડવા કહ્યું છે. એક અહેવાલ મુજબ, પ્રદર્શનકારીઓએ ધમકી આપી છે કે જો તેઓ સમયમર્યાદા પહેલા રાજીનામું નહીં આપે તો ન્યાયાધીશોના નિવાસસ્થાનોનો ઘેરાવ કરશે.

Advertisement

મુખ્ય ન્યાયાધીશના રાજીનામાની માંગણી

જણાવી દઈએ કે, સવારે સાડા દસ વાગ્યે વિદ્યાર્થીઓ અને વકીલો સહિત સેંકડો પ્રદર્શનકારીઓ સુપ્રીમ કોર્ટ પરિસરમાં એકઠા થવા લાગ્યા અને મુખ્ય ન્યાયાધીશના રાજીનામાની માંગણી કરી. સમાચાર આવી રહ્યા છે કે બાંગ્લાદેશના મુખ્ય ન્યાયાધીશ ઓબેદુલ હસનને શનિવારે રાજધાની ઢાકામાં સેંકડો પ્રદર્શનકારીઓએ સુપ્રીમ કોર્ટ સંકુલને ઘેરી લીધા બાદ રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. ઢાકા ટ્રિબ્યુને અહેવાલ આપ્યો છે કે પ્રમુખ મોહમ્મદ શહાબુદ્દીન સાથે ચર્ચા કર્યા પછી ઓબેદુલ હસન સાંજે રાજીનામું આપશે. વચગાળાની સરકારના યુવા અને રમત મંત્રાલયના સલાહકાર આસિફ મહમૂદે આજે સવારે ફેસબુક પર પોસ્ટ કરી હતી. તેઓએ ચીફ જસ્ટિસ ઓબેદુલ હસનના બિનશરતી રાજીનામાની અને ફુલ કોર્ટ મીટિંગ રોકવાની માંગ કરી હતી.

શેખ હસીના ભારતમાં

શેખ હસીના હાલ ભારતમાં છે, જેને લઈને તમામ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. શેખ હસીનાની અવામી લીગ પાર્ટીની કટ્ટર હરીફ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીએ કહ્યું છે કે ભારતમાં રહેવાનો ભૂતપૂર્વ વડાપ્રધાનનો નિર્ણય સંપૂર્ણપણે તેમનો અને ભારતીય અધિકારીઓનો છે. BNPના વરિષ્ઠ નેતા અને પાર્ટીના પ્રવક્તા અમીર ખસરુ મહમૂદ ચૌધરીએ કહ્યું કે, "હાલ, તે (હસીના) બાંગ્લાદેશમાં હત્યા અને મોટા પાયે લોકોને ગુમ કરવાથી લઈને ભ્રષ્ટાચારના ગુનામાં વોન્ટેડ છે."

Advertisement

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંસાની અસર ભારતની સરહદ પર જોવા મળી

Tags :
Advertisement

.