Bangladesh Protest : 32 લોકોના મોત, ઈન્ટરનેટ સેવાઓ બંધ
Bangladesh Protest : બાંગ્લાદેશમાં અનામત (Reservation) વિરુદ્ધ હિંસા (Violence) ચાલુ છે અને આ હિંસાના કારણે સ્થિતિ કાબૂ બહાર થઇ ગઇ છે. બાંગ્લાદેશના ઢાકા (Dhaka) માં અનામત વિરોધી આંદોલન (Anti-Reservation Movement) દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં 32 લોકોના મોત (32 People Death) થયા છે. તેમજ 2 હજારથી વધુ લોકો ઘાયલ (Injured) થયા છે. વડા પ્રધાન શેખ હસીના (Prime Minister Sheikh Hasina) સતત વધી રહેલી અથડામણોને શાંત કરવા માટે અપીલ કરી રહ્યા હતા. હાલની અનામત નાબૂદ કરવાની અને સિવિલ સર્વિસ રિક્રુટમેન્ટના નિયમો (Civil Service Recruitment Rules) માં સુધારાની માંગ કરી રહેલા સેંકડો વિરોધીઓ પર પોલીસે પહેલા રબરની ગોળીઓ ચલાવી હતી.
બાંગ્લાદેશમાં હિંસા વધતા ઇન્ટરનેટ સેવા બંધ
ગુરુવારે બાંગ્લાદેશમાં મોટા પાયે હિંસા (Massive Violence) થઈ હતી અને આ દરમિયાન પ્રદર્શનકારીઓ (Protesters) એ ઢાકામાં સરકારી ટીવી (Government TV) ના મુખ્યાલયમાં આગ લગાવી દીધી હતી અને મુખ્યાલયમાં પાર્ક કરેલા ઘણા વાહનોને પણ નષ્ટ કરી દીધા હતા. જેના કારણે રાજધાની ઢાકા (Dhaka) આગની લપેટમાં આવી ગઈ હતી. અનિયંત્રિત સ્થિતિને જોતા મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ (Mobile and Internet Services) બંધ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા એટલે કે બુધવારે જ બાંગ્લાદેશના સરકારી ટીવી BTV એ વડાપ્રધાન શેખ હસીના (Prime Minister Sheikh Hasina) નો ઇન્ટરવ્યુ (Interview) લીધો હતો. બાંગ્લાદેશમાં પ્રદર્શનકારીઓ આરક્ષણ ખતમ કરવાની તેમની માંગ પર અડગ છે. શેખ હસીના સરકારે હિંસાને ધ્યાનમાં રાખીને દેશની તમામ શાળાઓ અને યુનિવર્સિટીઓને અનિશ્ચિત સમય માટે બંધ કરવાનો આદેશ આપ્યો છે. તેમજ પરિસ્થિતિને કાબુમાં લેવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે.
PM હસીનાએ પ્રદર્શનકારીઓની હત્યાની નિંદા કરી
AFP અનુસાર, વડા પ્રધાન હસીનાએ બ્રોડકાસ્ટર પર બુધવારે રાત્રે પ્રદર્શનકારીઓની "હત્યા"ની નિંદા કરી અને વચન આપ્યું કે જવાબદારોને તેમના રાજકીય જોડાણને ધ્યાનમાં લીધા વિના સજા કરવામાં આવશે, પરંતુ તેમની શાંતિની અપીલ છતાં રસ્તાઓમાં હિંસા વધુ ખરાબ થઇ. પોલીસે ફરીથી રબર બુલેટ અને ટીયર ગેસ વડે પ્રદર્શનને તોડવાનો પ્રયાસ કર્યો હતો. હોસ્પિટલના અકસ્માતના ડેટા અનુસાર, ગુરુવારે ઓછામાં ઓછા 25 લોકો માર્યા ગયા હતા, અઠવાડિયાની શરૂઆતમાં માર્યા ગયેલા સાત ઉપરાંત, જ્યારે સેંકડો ઘાયલ થયા હતા.
પોલીસના હથિયારોને કારણે મોટાભાગના લોકોના મોત
AFPને આપવામાં આવેલા હોસ્પિટલના આંકડાઓના આધારે ઓછામાં ઓછા બે તૃતીયાંશ મૃત્યુ પોલીસના હથિયારોને કારણે થયા હતા. રાજધાની ઢાકાની ઉત્તરા ક્રેસન્ટ હોસ્પિટલના એક અધિકારીએ પ્રતિશોધના ડરથી નામ ન આપવાની શરતે AFPને જણાવ્યું હતું કે, "અમને અહીં 7 લોકો મૃત મળ્યા છે." "પ્રથમ બે વિદ્યાર્થીઓ રબરની ગોળીઓથી ઘાયલ થયા હતા. અન્ય 5 ને બંદૂકની ગોળી વાગી હતી." અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસ સાથેની અથડામણ દરમિયાન ઘાયલ થયેલા લગભગ 1,000 અન્ય લોકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી, જેમાંથી ઘણાને રબરની ગોળીઓ વાગી હતી.
બાંગ્લાદેશ હિંસાનું કારણ શું?
બાંગ્લાદેશને વર્ષ 1971માં આઝાદી મળી હતી. બાંગ્લાદેશમાં આઝાદી બાદથી આરક્ષણ પ્રથા અમલમાં છે. આ અંતર્ગત સ્વાતંત્ર્ય સેનાનીઓના બાળકો માટે 30 ટકા, દેશના પછાત જિલ્લાના યુવાનો માટે 10 ટકા, મહિલાઓ માટે 10 ટકા, લઘુમતીઓ માટે 5 ટકા અને દિવ્યાંગો માટે 1 ટકા અનામતની જોગવાઈ હતી. આમ, બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં 56 ટકા આરક્ષણ હતું. વર્ષ 2018માં બાંગ્લાદેશના યુવાનોએ આ આરક્ષણ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. ઘણા મહિનાઓના વિરોધ બાદ બાંગ્લાદેશ સરકારે આરક્ષણ ખતમ કરવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો - OMG : ચા-પાણી આપતા વડાપ્રધાનના નોકર પાસે અધધ..સંપત્તિ
આ પણ વાંચો - Israel-Gaza War: ઈઝરાયેલે ગાઝાની શાળાઓ સહિત વિવિધ ક્ષેત્રો પર વિનાશકારી કર્યો હવાઈ હુમલો