Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો, કિંમત 300 રૂપિયા પ્રતિ લીટરની નજીક પહોંચી

Petrol and Diesel Price Hike in Pakistan : પડોશી દેશ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ (Economic Condition) પહેલાથી જ ખરાબ છે અને હવે તે વધુ ખરાબ થઇ રહી છે. ગરીબીમાંથી પસાર થઇ રહેલા પાકિસ્તાન (Pakistan) ના લોકોને વધુ મોટો ફટકો પડ્યો છે....
03:12 PM Jul 16, 2024 IST | Hardik Shah
Petrol Diesel Price Hike

Petrol and Diesel Price Hike in Pakistan : પડોશી દેશ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ (Economic Condition) પહેલાથી જ ખરાબ છે અને હવે તે વધુ ખરાબ થઇ રહી છે. ગરીબીમાંથી પસાર થઇ રહેલા પાકિસ્તાન (Pakistan) ના લોકોને વધુ મોટો ફટકો પડ્યો છે. જનતાને કોઇ રાહત મળે તેમ દેખાઇ રહ્યું નથી. આવી સ્થિતિમાં ગરીબ પાકિસ્તાને સામાન્ય લોકોના ખિસ્સા પર વધુ એક બોજ નાખ્યો છે.

પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવમાં વધારો

હવે ફરી એકવાર પાકિસ્તાન સરકારે પેટ્રોલ અને ડીઝલ (Petrol and Diesel) ના ભાવમાં વધારો કર્યો છે. પાકિસ્તાનમાં 16મીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પાકિસ્તાનની સરકારે પેટ્રોલના ભાવ (Petrol Price) માં 9.99 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. હવે પેટ્રોલની કિંમત 275.60 રૂપિયા થઈ ગઈ છે. વળી, ડીઝલની કિંમતમાં 6.18 રૂપિયાનો વધારો થયો છે, ત્યારબાદ ડીઝલ પ્રતિ લિટર 283.63 રૂપિયા થઈ ગયું છે. આ વધારા સાથે પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલીવાર પેટ્રોલ અને ડીઝલની કિંમત 300 રૂપિયા પ્રતિ લીટરની નજીક પહોંચી ગઈ છે. પહેલેથી જ દેશમાં વીજળીના દરમાં થયેલા જંગી વધારાથી લોટ, દાળ, ચોખા, શાકભાજી અને રોજબરોજની વસ્તુઓ પર મોંઘવારી વધી રહી છે અને તે સામાન્ય લોકોની પહોંચની બહાર બની રહી છે. ત્યારે સરકાર પણ દેશમાં એક પછી એક પેટ્રોલ બોમ્બ ફોડી રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં આ તાજેતરના વધારા બાદ હવે દેશમાં તેની કિંમત 300 રૂપિયાની નજીક પહોંચી ગઈ છે, જે પાકિસ્તાનની જનતાની કમર તોડી નાખશે.

માત્ર 15 દિવસમાં થયો વધારો

પાકિસ્તાનમાં મધરાતથી પેટ્રોલ અને હાઈસ્પીડ ડીઝલની નવી કિંમતો લાગુ થઈ ગઈ છે. માત્ર એક મહિનામાં સરકાર દ્વારા કરવામાં આવેલો આ બીજો મોટો વધારો છે. અગાઉ, માત્ર 15 દિવસ પહેલા, 1 જુલાઈ, 2024 ના રોજ, પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર 7 રૂપિયા અને હાઇ સ્પીડ ડીઝલની કિંમતમાં 9 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઈંધણ ઉત્પાદનો પરના ચાર્જ અને ટેક્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે પહેલાની જેમ જ લાગુ રહેશે.

પાકિસ્તાન દેવામાં ડૂબ્યું

છેલ્લા કેટલાક સમયથી તે સતત આર્થિક સંકટમાં છે. તેના પર એટલું વિદેશી દેવું છે કે તે ચૂકવવા માટે તે દર વખતે નવી લોન લે છે. આ વખતે તેને અન્ય દેશો પાસેથી લોન ન મળી, તેથી તેણે પોતાના પૈસા IMFને ઓફર કર્યા. જેમણે લોન આપવા સંમતિ આપી પણ તેને ટેક્સ રેટ વધારવાનો આદેશ પણ આપ્યો. આ આદેશ બાદ શાહબાઝ સરકાર સતત ટેક્સ વધારી રહી છે જેના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે.

આ પણ વાંચો - શું Imran Khan ને મળશે મોતની સજા? જાણો પાકિસ્તાનના પૂર્વ PM પર કયા આરોપો લાગ્યા

આ પણ વાંચો - આતંકવાદ અને મોંઘવારીથી પરેશાન પાકિસ્તાનમાં આ મહિલાએ રચ્યો ઈતિહાસ, બની દેશની પ્રથમ…

Tags :
Cost of Living in PakistandieselDiesel Price Increase PakistanEconomic ConditionEconomic Hardship PakistanElectricity Tariff Hike PakistanFuel Prices in PakistanGujarat FirstHardik ShahInflation in PakistanPakistanpakistan economic crisisPakistan Fuel Crisispakistan newspetrolPetrol and Diesel PricePetrol and Diesel Price HikePetrol and Diesel Price Hike in PakistanPetrol Bomb PakistanPetrol Price Hike in Pakistan
Next Article