Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોંઘવારીનો વધુ એક માર: પેટ્રોલ 50 પૈસા અને ડીઝલ 57 પૈસા પ્રતિલિટર મોંઘુ

દેશમાં મોંઘવારી સતત વધી રહી છે ઘરનું બજેટ સતત ખોરવાઈ રહ્યું છે. મોંઘવારી વચ્ચે  પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે ફરી વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 50 પૈસા અને ડીઝલની કિંમતમાં 55 પૈસાનો વધારો થયો છે, ત્યારબાદ રાજધાનીમાં એક લિટર પેટ્રોલની કિંમત 99. 11 રૂપિયા અને ડીઝલની કિંમત 90.42 રૂપિયા થઈ ગઈ છે. ગઈકાલે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતà
મોંઘવારીનો વધુ એક માર  પેટ્રોલ 50 પૈસા અને ડીઝલ 57 પૈસા પ્રતિલિટર મોંઘુ
દેશમાં મોંઘવારી સતત વધી રહી છે ઘરનું બજેટ સતત ખોરવાઈ રહ્યું છે. મોંઘવારી વચ્ચે  પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે ફરી વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 50 પૈસા અને ડીઝલની કિંમતમાં 55 પૈસાનો વધારો થયો છે, ત્યારબાદ રાજધાનીમાં એક લિટર પેટ્રોલની કિંમત 99. 11 રૂપિયા અને ડીઝલની કિંમત 90.42 રૂપિયા થઈ ગઈ છે. ગઈકાલે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. ચાર મહિનાથી વધુના સમય બાદ  મંગળવારે આ કિંમતોમાં પ્રથમ વખત ફેરફાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ છેલ્લા 6 દિવસમાં 5મી વખત ઇંધણ મોંઘું થયું છે.
22 મામાર્ચે સાડા ચાર મહિનાના લાંબા સમય બાદ  પ્રથમ વખત કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ અત્યાર સુધીમાં પાંચ વખત કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. પ્રથમ વખત ભાવમાં પ્રતિ લિટર 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. છેલ્લા છ દિવસમાં પેટ્રોલના ભાવમાં 3.70 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 3.75 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે.
ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબ સહિત પાંચ રાજ્યોમાં, વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં, 4 નવેમ્બર, 2021 થી પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતો સ્થિર રહી હતી. ચૂંટણી દરમિયાન ક્રૂડ ઓઈલની કિંમતમાં ભારે વધારો થાઓ હતો. 10 માર્ચે વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની સંભાવના હતી. ભારત તેની તેલની જરૂરિયાતને પહોંચી વળવા માટે આયાત પર 85 ટકા નિર્ભર છે.
Advertisement
Tags :
Advertisement

.