Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શ્વાન સાથે હવસ બુઝાવતો Zoologist....!

Zoologist : પ્રાણીઓ સાથે ક્રૂર વ્યવહારનો કિસ્સો સામે આવ્યો છે. એક Zoologist શ્વાન સાથે પોતાની હવસ બુઝાવ્યા બાદ તેમને મારી નાખતો હતો. આ ઘૃણાસ્પદ ઘટના માટે કોર્ટ દ્વારા આ વ્યક્તિને 249 વર્ષની જેલની સજા થઈ શકે છે. તે તેના ક્રૂર...
11:22 AM Jul 15, 2024 IST | Vipul Pandya
Zoologist Adam Britton pc google

Zoologist : પ્રાણીઓ સાથે ક્રૂર વ્યવહારનો કિસ્સો સામે આવ્યો છે. એક Zoologist શ્વાન સાથે પોતાની હવસ બુઝાવ્યા બાદ તેમને મારી નાખતો હતો. આ ઘૃણાસ્પદ ઘટના માટે કોર્ટ દ્વારા આ વ્યક્તિને 249 વર્ષની જેલની સજા થઈ શકે છે. તે તેના ક્રૂર ગુના માટે ભયંકર મૃત્યુ પામશે અને અંતિમ શ્વાસ સુધી જેલમાં સડશે.

ઘટના ઓસ્ટ્રેલિયાની

આ ઘટના ઓસ્ટ્રેલિયાની છે અને મિરર ન્યૂઝ એજન્સીના અહેવાલે આ બાબતની પુષ્ટિ કરી છે. ગુનેગારની ઓળખ પ્રાણીશાસ્ત્રી એડમ બ્રિટન તરીકે કરવામાં આવી છે, જે 60 થી વધુ શ્વાન પર બળાત્કાર અને હત્યા કરવા બદલ 249 વર્ષની જેલની સજા ભોગવી શકે છે. એડમ ઓસ્ટ્રેલિયાના ડાર્વિન શહેરમાં પોતાના ઘરમાં શ્વાન સાથે આ ઘૃણાસ્પદ ઘટનાને અંજામ આપતો હતો.

આરોપીના વકીલે કોર્ટમાં નવો રિપોર્ટ રજૂ કર્યો

ધ મિરરના અહેવાલ મુજબ, એડમ શ્વાન સાથે કુકર્મ કરવાની, ટોર્ચરિંગ અને મારવાની ઘટનાઓ પણ રેકોર્ડ પણ કરતો હતો. આ ઘૃણાસ્પદ ગુનાને અંજામ આપવા માટે તેણે ઘરમાં એક શિપિંગ કન્ટેનર રાખ્યું હતું. એડમ સામે ચાલી રહેલા કેસની સુનાવણી ઓગસ્ટ મહિનામાં હાથ ધરવામાં આવશે, જે છેલ્લી હશે અને તે જ સુનાવણીમાં સજા સંભળાવવામાં આવશે. એડમના વકીલે ન્યૂયોર્ક સુપ્રીમ કોર્ટના જસ્ટિસ માઈકલ ગ્રાન્ટને રિપોર્ટ રજૂ કર્યો છે.

બ્રિટને 60 થી વધુ શ્વાન સાથે ક્રૂર વર્તન કરવાના આરોપો સ્વીકાર્યા

સુનાવણી દરમિયાન, જ્યારે પ્રાણી પ્રેમીઓએ કોર્ટમાં હંગામો મચાવ્યો, ત્યારે તેમને કોર્ટની બહારમોકલી દેવાયા હતા, કારણ કે તેઓ પ્રાણી ક્રૂરતા માટે એડમને મૃત્યુદંડની માંગ કરી રહ્યા છે. બ્રિટને 60 થી વધુ શ્વાન સાથે ક્રૂર વર્તન કરવાના આરોપો સ્વીકાર્યા છે, પરંતુ અંતિમ ચુકાદા પહેલા, એડમના વકીલે એક નવો અહેવાલ રજૂ કર્યો અને તેની ફરી વિચારણાની માંગ કરી અને સુનાવણી ઓગસ્ટ મહિના સુધી મુલતવી રાખવામાં આવી.

વકીલનો દાવો- એડમ પસ્તાવો કરવા માંગે છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એડમના વકીલે દાવો કર્યો છે કે તેમના ક્લાયન્ટની જેલમાં માનસિક તપાસ કરવામાં આવી હતી. લગભગ 30 કલાકની તપાસ બાદ, રિપોર્ટમાં તેમના વર્તમાન માનસિક સ્વાસ્થ્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને ન્યાયાધીશે ધ્યાનમાં લેવો જોઈએ. એડમ પસ્તાવો કરવા માંગે છે અને તેના પુનર્વસનની તકો છે.

એડમ ગંભીર બીમારીથી પીડિત છે

રિપોર્ટ અનુસાર એડમના વકીલે દાવો કર્યો છે કે તે ગંભીર બીમારીથી પીડિત છે. જ્યારે તેણે ગુનો કર્યો ત્યારે તે 'પેરાફિલિયા'થી પીડિત હતો. તે નાનપણથી જ આ બીમારીથી પીડિત છે, તેથી તેણે કરેલા ગુનાઓ તેની ભૂલ નથી. આ રોગ સાથે જીવવું તેના માટે સરળ ન હતું, તેથી તેની સજા ઘટાડવા માટે વિચારણા કરવી જોઈએ.

એડમ બ્રિટન કોણ છે?

ધ મિરરના રિપોર્ટ અનુસાર એડમ બ્રિટનનો જન્મ 1971માં થયો હતો અને વેસ્ટ યોર્કશાયર તેમનું જન્મસ્થળ છે. તેણે લીડ્સ યુનિવર્સિટીમાંથી પ્રાણીશાસ્ત્રમાં સ્નાતક અને બ્રિસ્ટોલ યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું. તે મગરના નિષ્ણાત છે અને તેને વિશ્વનો સૌથી ખરાબ પ્રાણી શોષણ કરનાર પણ કહેવામાં આવે છે. તેમણે ચાર્લ્સ ડાર્વિન યુનિવર્સિટીમાં વરિષ્ઠ સંશોધક તરીકે કામ કર્યું હતું, પરંતુ તેઓ પ્રાણીઓ પર ક્રૂરતા અને બાળ દુર્વ્યવહારના 35 થી વધુ આરોપોનો સામનો કરે છે.

આ પણ વાંચો---- Mistress Marley News: પુરુષો સ્વૈચ્છિક યૌન ઉત્પીડનનો અનુભવ લેવા માટે આ મહિલાને આપે છે લાખો રૂપિયા!

Tags :
animal crueltyAnimal LoversAustraliabrutallycourtsdogsGujarat FirstInternationalMental HealthMurderPunishmentRapZoologistZoologist Adam Britton
Next Article