Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેમ ઈન્ડોનેશિયામાં રોહિંગ્યા શરણાર્થીઓનો વિરોધ કરવામાં આવી રહ્યો

ઈન્ડોનેશિયામાં રોહિંગ્યા શરણાર્થીઓનો થયો વિરોધ ઈન્ડોનેશિયામાં રોહિંગ્યા શરણાર્થીઓ માટેના કન્વેન્શન સેન્ટર પર ડઝનબંધ વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે વિદ્યાર્થીઓ નારા લગાવતા ઘૂસણખોરી કરી રહ્યા છે. તેઓ બિલ્ડિંગના બંકરમાં પ્રવેશ્યા...
કેમ ઈન્ડોનેશિયામાં રોહિંગ્યા શરણાર્થીઓનો વિરોધ કરવામાં આવી રહ્યો

ઈન્ડોનેશિયામાં રોહિંગ્યા શરણાર્થીઓનો થયો વિરોધ

Advertisement

ઈન્ડોનેશિયામાં રોહિંગ્યા શરણાર્થીઓ માટેના કન્વેન્શન સેન્ટર પર ડઝનબંધ વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે વિદ્યાર્થીઓ નારા લગાવતા ઘૂસણખોરી કરી રહ્યા છે. તેઓ બિલ્ડિંગના બંકરમાં પ્રવેશ્યા હતાં. જ્યાં રોહિંગ્યા પુરુષો, સ્ત્રીઓ અને બાળકોનું ટોળું ફ્લોર પર બેસીને ડરીને રડી રહ્યું હતું.

માસૂમ બાળક અને સ્ત્રીઓ પર અત્યાચાર

Advertisement

વિદ્યાર્થીઓની ઘૂસણખોરી બાદ તાત્કાલિક ધોરણે રોહિંગ્યાઓને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. યુએન શરણાર્થી એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રોહિંગ્યાના શરણાર્થી પરિવારોના બાળકો અને સ્ત્રીઓને શરણાર્થી શિબિરોમાંથી દૂર કરવામાં આવી રહ્યાં છે. ત્યારે યુએનએચઆરસીએ તેમને સુરક્ષા આપવા અપીલ કરી હતી.

આંતરાષ્ટ્રીય સંસ્થાઓ મદદ પહોંચાડશે

Advertisement

ઈન્ડોનેશિયામાં રોહિંગ્યા વિરુદ્ધ નફરત વધી રહી છે. બૌદ્ધ બહુમતી ધરાવતા મ્યાનમારમાં રોહિંગ્યાઓને અત્યાચારનો સામનો કરવો પડે છે અને તેના કારણે તેઓએ પોતાનું ઘર છોડવું પડે છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ તાજેતરમાં રોહિંગ્યા શરણાર્થીઓ માટે માનવ તસ્કરીને જવાબદાર ઠેરવ્યું હતું અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે કામ કરવાનું વચન આપ્યું હતું.

આ પણ વાંચો: ભારતીય કૂટનીતિનો ‘વિજય : કતાર જેલમાં બંધ 8 પૂર્વ સૈનિકોને રાહત

Tags :
Advertisement

.