Nepal KP Sharma Oli: કેપી શર્મા ઓલી હશે નેપાળના નવા વડાપ્રધાન, આવતીકાલે સવારે 11 વાગ્યે શપથ લેશે
Nepal KP Sharma Oli: નેપાળના રાષ્ટ્રપતિ કાર્યાલયે CPN-UML ના પ્રમુખ KP Sharma Oli ને આગામી વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. KP Sharma Oli સોમવાર 15 જુલાઈની વહેવી સવારે 11 વાગ્યે વડાપ્રધાન પદના શપથ લેશે. તેઓ પુષ્પ કમલ દહલ પ્રચંડનું સ્થાન લેશે. વિશ્વાસ મતમાં નિષ્ફળતાના કારણે 12 જુલાઈના રોજ દહલ પ્રચંડની સરકાર પડી ગઈ હતી.
Oli ને ચીન તરફી નેતા તરીકે જોવામાં આવે
Oli એ દહલ પ્રચંડને છોડી મૂકવા નાગરિકોને સૂચવ્યું
Oli એ જાહેરમાં ભારતની ટીકા કરી હતી
KP Sharma Oli એ 12 જુલાઈના રોજ રાષ્ટ્રપતિને સુપરત કરેલા પોતાના દાવામાં કહ્યું હતું કે તેમની પાસે 166 સાંસદોનું સમર્થન છે, જેમાં UML ના 78 સાંસદો અને નેપાળી કોંગ્રેસના 88 સાંસદોનો સમાવેશ થાય છે. રાજાશાહીને છોડીને 2008 માં બંધારણ અપનાવ્યા પછી, નેપાળમાં 13 અલગ-અલગ સરકારો બનાવવામાં આવી છે. KP Sharma Oli ને ચીન તરફી નેતા તરીકે જોવામાં આવે છે.
Oli એ દહલ પ્રચંડને છોડી મૂકવા નાગરિકોને સૂચવ્યું
KP Sharma Oli એ 11 જુલાઈના રોજ દહલ પ્રચંડને છોડી મૂકવા અને નેપાળી કોંગ્રેસ સાથે ગઠબંધન સરકાર બનાવવાનું કહ્યું હતું. તેમણે કહ્યું કે દેશની રાજકીય સ્થિરતા અને વિકાસ જાળવવા માટે તે જરૂરી છે. આ પહેલા KP Sharma Oli 11 ઓક્ટોબર, 2015 થી 3 ઓગસ્ટ, 2016 સુધી દેશના વડાપ્રધાન રહી ચુક્યા છે. આ સમયગાળા દરમિયાન કાઠમંડુના નવી દિલ્હી સાથેના સંબંધો મતભેદ ભર્યા હતાં. આ પછી તેમણે 5 ફેબ્રુઆરી 2018 થી 13 મે 2021 સુધી પીએમ તરીકે સેવા આપી હતી.
Oli એ જાહેરમાં ભારતની ટીકા કરી હતી
પ્રથમ કાર્યકાળ દરમિયાન KP Sharma Oli એ નેપાળની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવા બદલ જાહેરમાં ભારતની ટીકા કરી હતી. નેપાળમાં જ્યારે બંધારણ લાગુ થયું, ત્યારે ત્યાં હિંસક દેખાવો થયા હતા. KP Sharma Oli એ આ વિરોધ પાછળ ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમના સમયમાં નેપાળના નકશામાં ભારતીય પ્રદેશો દર્શાવવામાં આવ્યા હતાં. જે બાદ બંને દેશો વચ્ચેના સંબંધો તંગ બની ગયા હતાં.
આ પણ વાંચો: Doland Trump Firing: ડોનાલ્ડ ટ્રપ પર હુમલો કરનાર વ્યક્તિ તેમની જ રાજનૈતિક પાર્ટીનો થયો સાબિત