ઔરંગાબાદમાં નીતીશ કુમાર પર ખુરશી ફેંકાઈ, માંડ માંડ બચ્યા, જુઓ Video
બિહારના (Bihar) મુખ્યમંત્રી નીતીશ કુમાર (Nitish Kumar) સમાધાન યાત્રા પર છે અને આ દરમિયાન તેઓ ઔરંગાબાદમાં હતા જ્યાં તેમની સાથે એક ઘટના બની છે. સોમવારે સાંજે જ્યારે તેઓ યાત્રા પર હતા ત્યારે તેમના પર પ્લાસ્ટિકની ખુરશી ફેંકવામાં આવી હતી, જેમાંથી તેઓ બચી ગયા હતા. કહેવાય છે કે, ખુરશીનો ટુકડો તેના ચહેરા પાસે પડ્યો હતો, આ ઘટના બાદ હોબાળો મચી ગયો હતો.પ્લાસ્ટીકની ખુરસી ફેંકવાનો પ્રયાસઆ ઘટના સોમવારે સાà
બિહારના (Bihar) મુખ્યમંત્રી નીતીશ કુમાર (Nitish Kumar) સમાધાન યાત્રા પર છે અને આ દરમિયાન તેઓ ઔરંગાબાદમાં હતા જ્યાં તેમની સાથે એક ઘટના બની છે. સોમવારે સાંજે જ્યારે તેઓ યાત્રા પર હતા ત્યારે તેમના પર પ્લાસ્ટિકની ખુરશી ફેંકવામાં આવી હતી, જેમાંથી તેઓ બચી ગયા હતા. કહેવાય છે કે, ખુરશીનો ટુકડો તેના ચહેરા પાસે પડ્યો હતો, આ ઘટના બાદ હોબાળો મચી ગયો હતો.
પ્લાસ્ટીકની ખુરસી ફેંકવાનો પ્રયાસ
આ ઘટના સોમવારે સાંજે ઔરંગાબાદમાં સમાધાન યાત્રા દરમિયાન બની હતી. આ વખતે નીતીશ કુમાર પર પ્લાસ્ટિકની ખુરશી ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, મુખ્યમંત્રીના ચહેરા નજીકથી પસાર થતી ખુરશીનો એક પાયો સુરક્ષાકર્મીઓના હાથમાં આવી ગયો હતો.
થોડું વહેલા મોડું થયું હોત તો ખુરશી વાગી ગઈ હોત
જો પ્લાસ્ટીકની ખુરશીનો આ ટુકડો થોડા વખત બાદ આવ્યો હોત તો આગળ વધી રહેલા મુખ્યમંત્રીના ચહેરા પર વાગી ગઈ હોત. મુખ્યમંત્રી ત્યાં પંચાયત સરકાર ભવનનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા ઉદ્ધાટન કરતી વખતે કોઈએ ખુરશી ફેંકી જે તેમના ચહેરા પાસેથી નિકળી ગઈ.
મુખ્યમંત્રીને સમસ્યા જણાવવા માંગતા હતા
મુખ્યમંત્રી જેવા ત્યાં પહોંચ્યા કે, સ્થાનિક લોકો તેમને તેમની સમસ્યાઓ જણાવવા માંગતા હતા ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ ગ્રામજનોને રોક્યા ત્યારબાદ લોકોનો ગુસ્સો ફાટ્યો ત્યારબાદ ગુસ્સે થયેલા લોકોએ ખુરશીઓ તોડવા લાગ્યા અને તે દરમિયાન આ ઘટના સામે આવી.
અગાઉ પણ ઘટના આવી બની હતી
ચારેય બાજુથી સુરક્ષાકર્મીઓથી ઘેરાયેલા મુખ્યમંત્રી પર આ ટુકડો ભારે ભીડ અને સમર્થકોની નારેબાજી વચ્ચે ફેંકવામાં આવ્યા. જે દરમિયાન સુરક્ષા કર્મચારીઓએ તેમને ઘેરી લીધા હતા. મુખ્યમંત્રી નીતીશ કુમારના કાફલા પર ગત વર્ષે ઓગસ્ટમાં ફુલોની માળા ફેંકવાનો કિસ્સો સામે આવ્યો જ્યારે તે અગાઉ નાલંદામાં મુખ્યમંત્રી તરફ ફટાકડા ફેંકવામાં આવ્યા હતા.
Advertisement
#WATCH | Bihar: A part of a broken chair was hurled towards Bihar CM Nitish Kumar during Samadhan Yatra in Aurangabad. pic.twitter.com/MqeR6MLnFR
— ANI (@ANI) February 13, 2023
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.