Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પ્રેમમાં સફળતા ના મળતા 6 બહેનપણીઓએ સાથે ઝેર ખાધું, ચોથી યુવતીનું પણ મોત નિપજ્યું

એક સાથે 6 બહેનપણીઓના ઝેર (ઔરંગાબાદ ઝેરકાંડ) ખાવાના કેસમાં ચોથી છોકરીનું પણ મૃત્યુ થયું છે. ગયાની મગધ મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. 6 માંથી 4 બહેનપણીઓએ દોસ્તીની કિંમત પોતાના જીવ આપીને ચૂકવી છે. આ સમગ્ર ઘટના પ્રેમ પ્રકરણ સાથે જોડાયેલો છે. આ કેસમાં એક સંયોગ એ પમ હતો કે શુક્રવારે ત્રણ બહેનપણીઓના મોત થયા અને શનિવારે તે ત્રણેયને એકસાથે અગ્નિદાહ અપાયો હતો. હવે ચોથી
પ્રેમમાં સફળતા ના મળતા 6 બહેનપણીઓએ સાથે ઝેર ખાધું  ચોથી યુવતીનું પણ મોત નિપજ્યું
Advertisement
એક સાથે 6 બહેનપણીઓના ઝેર (ઔરંગાબાદ ઝેરકાંડ) ખાવાના કેસમાં ચોથી છોકરીનું પણ મૃત્યુ થયું છે. ગયાની મગધ મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. 6 માંથી 4 બહેનપણીઓએ દોસ્તીની કિંમત પોતાના જીવ આપીને ચૂકવી છે. આ સમગ્ર ઘટના પ્રેમ પ્રકરણ સાથે જોડાયેલો છે. આ કેસમાં એક સંયોગ એ પમ હતો કે શુક્રવારે ત્રણ બહેનપણીઓના મોત થયા અને શનિવારે તે ત્રણેયને એકસાથે અગ્નિદાહ અપાયો હતો. હવે ચોથી છોકરીનું પણ મૃત્યુ થયું છે.
ચોથી યુવતીનું મોત
ઘટનાની વાત કરીએ તો પ્રેમમાં નિષ્ફળતા મળ્યા બાદ એક યુવતીએ ઝેર ખાધું. ઝેર ખાધા બાદ તેણે તેની બહેનપણીોને સોંગેધ આપ્યા. ત્યારબાદ બધાએ મિત્રતાની કિંમત ચૂકવવા સલ્ફાસની ગોળીઓ ખાઇ લીધી હતી. જેમાં શુક્રવારે ત્રણ છોકરીઓના મોત થયા હતા. જ્યારે ચોથી યુવતીનું શનિવારે મોડી રાત્રે મોત થયું હતું. બાકીની બે યુવતીઓ જોખમની બહાર હોવાનું જાણવા મળ્યું છે. જેની સારવાર મગધ મેડિકલ કોલેજમાં ચાલી રહી છે. પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી લાશને સ્વજનોને સોંપી દીધી છે.
દોસ્તી માટે બધાએ ઝેર ખાધું
આ કેસ વિશે મળેલી માહિતી પ્રમણે શનિવારે મોડી રાત્રે અચાનક એક કિશોરીની તબિયત બગડી અને મોત નિપજ્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતક કિશોરી તેના ભાઇના સાળા સાથે બે વખત ભાગી ગઈ હતી. ગ્રામજનોને પણ તેની જાણ થઈ હતી. છોકરીએ તેના લગ્ન માટે કપડા અને મંગળસૂત્ર પણ ખરીદ્યું હતું. તે તેના બોયફ્રેન્ડ સાથે જલ્દી લગ્ન કરવા માંગતી હતી. આ માટે પ્રેમિકા અને તેની બહેનપણીઓએ પ્રેમી પર દબાણ પણ બનાવ્યું હતું, પરંતુ છોકરાએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેથી યુવતી આઘાત સહન ન કરી શકી અને ઝેર ખાઇ લીધું. ત્યારબાદ પાંચેય બહેનપણીઓએ પણ આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો.
આરોપી છોકરો હજુ પકડાયો નથી
સૂત્રોનું માનીએ તો છોકરાએ તમામ છ કિશોરીઓને પ્રેમ જાળમાં ફસાવી હતી. આ વાત જાણ્યા બાદ તમામ કિશોરીઓએ આ પગલું ભર્યું હતું. જો કે આ ઘટનાને લઇને અનેક પ્રકારની વાતો સામે આવી રહી છે. તેમાં સત્ય શું છે તે કહી શકાય તેમ નથી. ઘટના પાછળનું સાચું કારણ શું છે તે બિટ્ટુની ધરપકડ બાદ જ ખબર પડશે. ઘટના બાદ આરોપી બિટ્ટુ ફરાર છે. કસ્મા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે, જેમાં સગીર બિટ્ટુને આરોપી બનાવવામાં આવ્યો છે.
6 બહેનપણીઓએ સાથે મળીને ઝેર ખાઈ લીધું હતું
એસપી કંટેશ કુમારે કહ્યું કે પોલીસ દરેક મુદ્દા પર ગંભીરતાથી તપાસ કરી રહી છે. આરોપી પ્રેમી બિટ્ટુની ધરપકડ માટે દરોડા ચાલુ છે. ધરપકડ બાદ ઝેરના કેસનો પર્દાફાશ થશે. રફીગંજના કસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારના ચિરૈલા ગામમાંથી અજબ પ્રેમ કી ગજબ કહાની સામે આવી છે. જ્યારે પ્રેમ સફળ ના થયો તો છોકરીએ ઝેર પીને આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો. જેમાં તેની પાંચ સહેલીોએ સાથે પણ આપ્યો. ત્યારબાદ છ મિત્રોએ સાથે મળીને ઝેર પી લીધું હતું.
Tags :
Advertisement

Trending News

.

×