Malaysia new king: Malaysia ને મળ્યા 17 માં રાજા, જોહોર શાહી પરિવાર સાથે સંબંધ
Malaysia new king: Malaysia માં દર પાંચ વર્ષે નવા રાજાની પસંદગી કરવામાં આવે છે. જે અંતર્ગત malaysia ના johor રાજ્યના રાજા તરીકે ચૂંટાયેલા Sultan Ibrahim Iskandar ને ત્યાંના નવા રાજા જાહેર કરવામાં આવ્યા છે. 1957 માં malaysia ને બ્રિટનથી આઝાદી મળી હતી. ત્યા મલય શાસકોના પાંચ અલગ અલગ વારસાદારો વસવાટ કરે છે.
- સુલતાન ઇબ્રાહિમ malaysia ના 17 મા રાજા
- 5.7 અબજ ડોલરની સંપત્તિ ધરાવે છે
- Royal faimly malaysia ના 13 માંથી 9 રાજ્યોમાં રહે છે
સુલતાન ઇબ્રાહિમ malaysia ના 17 મા રાજા
Istiadat Melafaz dan Menandatangani Surat Sumpah Jawatan Seri Paduka Baginda Yang di-Pertuan Agong Ke-17 di Istana Negara. Allah Peliharakan Sultan. pic.twitter.com/3co683fiM5
— HRH Crown Prince of Johor (@HRHJohorII) January 31, 2024
Malaysia ના મુસ્લિમ બહુમતીવાળા પ્રદેશમાં, 31 જાન્યુઆરીએ Sultan Ibrahim Iskandar એ જોહોર રાજ્યના 17 મા રાજા તરીકે શપથ લીધા હતા. ઇબ્રાહિમના પુરોગામી જોહોરના રાજા અલ-સુલતાન અબ્દુલ્લા સુલતાન અહમદ શાહ હતા. જેઓ હવે તેમના પાંચ વર્ષના કાર્યકાળને છોડી દેશે અને તેમના વતન પહાંગ રાજ્યનું નેતૃત્વ કરશે.
malaysia ની સંઘીય રાજધાની Kuala Lumpur ના નેશનલ પેલેસમાં Sultan Ibrahim Iskandar એ શપથ લીધા. આ શપથગ્રહણ કાર્યક્રમમાં શાહી પરિવારના સભ્યોની સાથે વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ અને અન્ય મંત્રીમંડળના સભ્યો પણ હાજર રહ્યા હતા.
5.7 અબજ ડોલરની સંપત્તિ ધરાવે છે
એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમનો રાજ્યાભિષેક સમારોહ પછીથી યોજવામાં આવશે. Sultan Ibrahim Iskandar 64 વર્ષના છે અને તે malaysia ના દક્ષિણ રાજ્ય જોહોરથી આવે છે. ઈબ્રાહિમ અમીર અને શક્તિશાળી જોહોર શાહી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. અહેવાલો અનુસાર, ઈબ્રાહિમ અને તેના સમગ્ર પરિવારની સંપત્તિ 5.7 અબજ ડોલર છે.
Royal family malaysia ના 13 માંથી 9 રાજ્યોમાં રહે છે
Malaysia માં કુલ 13 રાજ્યો છે. જેમાંથી 9 રાજ્યોમાં Royal family રહે છે. malaysia માં આજે પણ એક ખૂબ જ અનોખી પરંપરા ચાલી રહી છે, જે મુજબ malaysia માં રહેતા જૂના ઇસ્લામિક ઘરોના શાહી પરિવારોમાંથી દર પાંચ વર્ષે રાજાનું પદ બદલાય છે. રાજા મોટાભાગે ઔપચારિક ભૂમિકા ભજવે છે. રાજા સરકાર અને સશસ્ત્ર દળનો કાર્યભાલ સંભાળે છે. રાજાને કટોકટીની સ્થિતિ જાહેર કરવાની અને ગુનેગારોને માફ કરવાની સત્તા પણ છે.
આ પણ વાંચો: corruption index 2023: વિશ્વના સૌથી વધુ અને ઓછા ભ્રષ્ટ દેશોની યાદી જાહેર કરવામાં આવી