Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Israel-Lebanon Hezbollah: ઈઝરાયેલે Hezbollah ના કમાંડરને ઠાર માર્યો, તો Hezbollah એ 200 રોકેટ છોડ્યા

Israel-Lebanon Hezbollah: Gaza ની અંદર Israel દ્વારા કરવામાં આવેલા હુમલામાં અનેક લોકોના મોત નિપજ્યા છે. તો Israel એ કરેલા એક હુમલામાં લેબનોનની અંદર Hezbollah ના મુખ્ય કમાંડરોના મોત થયા હતાં. ત્યારે લેબનોનના Hezbollah સમૂહે તેનો જબાવ હુમલાથી આપ્યો છે. અને...
israel lebanon hezbollah  ઈઝરાયેલે hezbollah ના કમાંડરને ઠાર માર્યો  તો hezbollah એ 200 રોકેટ છોડ્યા

Israel-Lebanon Hezbollah: Gaza ની અંદર Israel દ્વારા કરવામાં આવેલા હુમલામાં અનેક લોકોના મોત નિપજ્યા છે. તો Israel એ કરેલા એક હુમલામાં લેબનોનની અંદર Hezbollah ના મુખ્ય કમાંડરોના મોત થયા હતાં. ત્યારે લેબનોનના Hezbollah સમૂહે તેનો જબાવ હુમલાથી આપ્યો છે. અને હુમલો કેટલો ભયાનક અને વિનાશકારી હતો. તેનો અંદાજો તમે હુમલાના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટો અને વિડીયો પરથી લગાવી શકશો.

Advertisement

  • Hezbollah એ Israel પર આજરોજ વળતો પ્રહાર કર્યો

  • Israel એ મોહમ્મદ નામોહ નાસિરને મારી નાખ્યો

  • આતંકવાદીઓ દ્વારા સતત હુમલો કરવામાં આવી રહ્યો

ત્યારે લેબનોનના Hezbollah ના સમૂહે Israel પર આજરોજ વળતો પ્રહાર કરતા એક સાથે 200 થી વધારે રોકેટ દ્વારા હવાઈ હુમલો કર્યો હતો. તો ઈરાન સંબંધિત આતંકવાદી સમૂહ Hezbollah એ કરેલા હુમલો લેબનોન-Israel ની સીમા પર ચાલતા સંઘર્ષમાં અત્યાર સુધી સૌથી વિનાશકારી હુમલો માનવામાં આવે છે. જોકે છેલ્લા ઘણા મહિનાથી Israel અને ઈઝાબુલ્લા વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે. જોકે Israel તરફથી આ હુમલાને લઈ કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

Advertisement

Israel એ Abu Mahdi Nasser ને મારી નાખ્યો

તો બીજી તરફ Israel તરફથી માહિતી આપાવમાં આવી હતી કે, 3 જુલાઈના રોજ લેબનોનમાં આવેલા આતંકવાદી સમૂહ Hezbollah ના 3 મુખ્ય વિસ્તારોમાંથી એક વિસ્તારને નિયંત્રિત કરતો કમાંડર Abu Mahdi Nasser ને મારી નાખવામાં આવ્યો હતો. ત્યારે થોડા કલાકાના પસાર બાદ Hezbollahના ઉત્તરી Israel પર 200 થી વધુ રોકેટનો હુમલો કરવામાં આવ્યો હતો. તો આજરોજ ફરી એકવાર Hezbollah તરફથી રોકેટ લોન્ચ કરવામાં આવ્યા હતાં.

Advertisement

આતંકવાદીઓ દ્વારા સતત હુમલો કરવામાં આવી રહ્યો

જોકે સંયુક્ત રાષ્ટ્ર સંઘના લોકો છેલ્લા એક વર્ષથી Israel અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ યુદ્ધ વિરામને લઈ કોઈ સચોટ નિર્ણય લેવામાં આવી રહ્યો નથી. તે ઉપરાંત Israel પર તેની સરહદ નજીક આવેલા મુસ્લિમ દેશના આતંકવાદીઓ દ્વારા સતત હુમલો કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: Russia-Ukraine War : યુક્રેને રશિયાની દુખતી નસ પર મુક્યો હાથ, અજમાવી રહ્યું છે યુદ્ધનીતિ

Tags :
Advertisement

.