Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Israel Defense Forces: Rafah માં એક હુમલાની વચ્ચે Israel ના 8 સૈનિકો માર્યા ગયા

Israel Defense Forces: દક્ષિણ Gaza નું શહેર રફાહમાં સશસ્ત્ર વાહનમાં થયેલા વિસ્ફોટમાં આઠ Israel સૈનિકો માર્યા ગયા છે. જાન્યુઆરી પછી એક જ ઘટનામાં Israel ડિફેન્સ ફોર્સિસ (IDF) માટે આ સૌથી મોટી જાનહાનિ છે. રફાહમાં Israel અને હમાસ વચ્ચે ચાલી રહેલી...
11:24 PM Jun 15, 2024 IST | Aviraj Bagda
8 Israeli soldiers killed in 'operational activity' in south Gaza

Israel Defense Forces: દક્ષિણ Gaza નું શહેર રફાહમાં સશસ્ત્ર વાહનમાં થયેલા વિસ્ફોટમાં આઠ Israel સૈનિકો માર્યા ગયા છે. જાન્યુઆરી પછી એક જ ઘટનામાં Israel ડિફેન્સ ફોર્સિસ (IDF) માટે આ સૌથી મોટી જાનહાનિ છે. રફાહમાં Israel અને હમાસ વચ્ચે ચાલી રહેલી લડાઈ વચ્ચે સૈનિકોના મોત થયા છે.

આ પહેલા અહીં Israel ના હુમલામાં ઓછામાં ઓછા 19 પેલેસ્ટાઈનના મોત થયા હતા. એર અહેવાલ અનુસાર, IDF કોમ્બેટ એન્જિનિયરોની ટુકડી આજરોજ સવારે લગભગ 5 વાગ્યે દક્ષિણ Gaza શહેરના તાલ અલ-સુલતાન વિસ્તારમાં એક મિશનથી પરત ફરી રહી હતી. તેમાં અડધો ડઝન આધુનિક હથિયારો વાળા વાહનો હતા. કાફલાના એક વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં સવાર તમામ 8 સૈનિકો માર્યા ગયા હતા.

હુમલામાં માર્યા ગયેલા એક સૈનિકની જ ઓળખ થઈ

અગાઉ, હમાસ તરફથી એક નિવેદન આવ્યું છે કે તેમના લડવૈયાઓએ રફાહની પશ્ચિમે એક સશસ્ત્ર સૈન્ય વાહન પર હુમલો કર્યો, જેમાં ઘણા Israel સૈનિકો માર્યા ગયા અને ઘાયલ થયા હતા. Israel ની સેના રફાહમાં ઘણા અઠવાડિયાથી ઓપરેશન ચલાવી રહી છે, હવે સંભવ છે કે યુદ્ધવિરામ પર ચર્ચા થાય. તે જ સમયે Israel સેનાના પ્રવક્તાએ કહ્યું કે હુમલામાં માર્યા ગયેલા એક સૈનિકની જ ઓળખ થઈ શકી છે.

આ પણ વાંચો: Fault in Qatar Airways AC : ફ્લાઈટમાં કલાકો સુધી AC બંધ રહ્યું, ગરમીના કારણે મુસાફર બેભાન

Tags :
GazaGujarat FirstIsraelIsrael Defense Forceskilloperationaloperational activityrafahsouth Gaza
Next Article