Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Air turbulence Research: જાણો... શું છે વિમાનમાં થતું એર ટર્બ્યુલન્સ અને કેવી રીતે થાય છે?

Air turbulence Research: છેલ્લા ઘણાં સમયથી વિવિધ વિમાનમાં એર ટર્બ્યુલન્સ (Air turbulence) ની ખામી સર્જાવા લાગી છે. તેના કારણે વિમાન સહિત માનવીના જીવને નુંકસાન થઈ રહ્યું છે. આ વિષય ગંભીર બની રહ્યો છે. કારણ કે... દિવસ અને દિવસ વિમાનમાં એર...
06:07 PM May 29, 2024 IST | Aviraj Bagda
Air turbulence, Singapore Airlines, Qatar Airways, Flight

Air turbulence Research: છેલ્લા ઘણાં સમયથી વિવિધ વિમાનમાં એર ટર્બ્યુલન્સ (Air turbulence) ની ખામી સર્જાવા લાગી છે. તેના કારણે વિમાન સહિત માનવીના જીવને નુંકસાન થઈ રહ્યું છે. આ વિષય ગંભીર બની રહ્યો છે. કારણ કે... દિવસ અને દિવસ વિમાનમાં એર ટર્બ્યુલન્સ (Air turbulence) ના બનાવમાં વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં બે એવા બનાવો બન્યા છે, જેમાં મોટા પ્રમાણમાં માનવીય જીવને નુકસાન થયું છે.

સૌ પ્રથમ Singapore Airlines ની એક ફ્લાઈટમાં ખામી સર્જાઈ હતી. ત્યારે તુરંત લેન્ડિંગ કરતી વખતે એક વ્યક્તિનું મોત નિપજ્યુ અને 70 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારે ઘાયલા થયેલા લોકોનો આબાદ બચાવ તબીબો દ્વારા કરવામાં આવ્યો હતો. પરંતુ આ લોકોને જીવનભર સુધી પરેશાન કરે તેવી બિમારીનો ભોગ બન્યા હતા. તેમા મોટાભાગના લોકોને માથા અને કરોડરજ્જુની બિમારીઓથી પરેશાન થવું પડશે.

આ પણ વાંચો: Asian water buffalo: કાર અને ઘોડા પર નહીં પણ ભેંસ પર પેટ્રોલિંગ કરે છે આ દેશની પોલીસ

તેને જેટ સ્ટ્રીમ કહેવામાં આવે છે

ત્યારે Air turbulence વાસ્તવમાં એક અસ્થિર પવન છે જેની ગતિ અને વજનની આગાહી કરી શકાતી નથી. મોટાભાગના લોકો સમજે છે કે આ ફક્ત ખરાબ હવામાન અથવા તોફાન વગેરેમાં થાય છે. પરંતુ સૌથી ખતરનાક Air turbulence ત્યારે થાય છે જ્યારે હવામાન ચોખ્ખું હોય અને સામે આકાશમાં કોઈ ખતરો કે સંકેત દેખાતો નથી. ચોખ્ખા હવામાનમાં Air turbulence મોટાભાગે હજાર ફૂટની ઊંચાઈ પર રહેલી હવાને કારણે થાય છે. તેને જેટ સ્ટ્રીમ કહેવામાં આવે છે. આ ત્યારે થાય છે, જ્યારે હવાની બે પરતો એકબીજાને આજુબાજુથી ખુબ જ ઝડપથી પસાર થાય છે.

આ પણ વાંચો: Tobacco Control Reports: યુવાન છોકરીઓમાં સિગારેટ પીવાની લતમાં થયો બહોળો વધારો, ચોંકાવનારો રિપોર્ડ આવ્યો સામે

જેટ સ્ટ્રીમ આ હવાની નજીકથી પસાર થાય છે

જો હવાની ઝડપમાં અંતર વધારે હોય છે, ત્યારે વાતાવરણમાં હવાનું દબાણ સહન કરી શકતું નથી. તેથી વાતાવરણમાં હવા બે ભાગોમાં વહેંચાઈ જાય છે. ત્યારે જો વિમાનમાં લગાવામાં આવેલા jet stream આ હવાની નજીકથી પસાર થાય છે, ત્યારે હવા પર દબાણ વધુ જોવા મળે છે. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડના પ્રમાણે અમેરિકામાં 2009 થી 2022 સુધી કુલ 163 Air turbulence ના મામલાઓ સામે આવ્યા છે.

આ પણ વાંચો: Osama bin Laden Beer: લાદેનના મોતના 13 વર્ષ બાદ બ્રિટેનમાં તેના નામની બિયર બોટલનું વેચાણ કરાયું શરૂ

1979 અને 2020 ની વચ્ચે કેસોમાં 55 ટકાનો વધારો થયો

તે ઉપરાંત વૈજ્ઞાનિકોએ વાતાવરણમાં વધતા ગ્લોબલ વોર્મિંગના પ્રમાણને પણ એર ટર્બ્યુલન્સનું કારણ દર્શાવ્યું છે. જીઓફિઝિકલ રિસર્ચ લેટર્સ જર્નલમાં ગત વર્ષે પ્રકાશિત થયેલા એક સંશોધનમાં બ્રિટનની રીડિંગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે છેલ્લા દાયકાઓમાં ચોખ્ખા વાતાવરણમાં Air turbulence નું પ્રમાણ વધ્યું છે. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે ઉત્તર એટલાન્ટિક હવાઈ માર્ગ પર 1979 અને 2020 ની વચ્ચે કેસોમાં 55 ટકાનો વધારો થયો છે. વૈજ્ઞાનિકોના મતે આ કાર્બન ઉત્સર્જનને કારણે થઈ રહ્યું છે.

આ પણ વાંચો: Carrion Crow Report: કૈરિયન પ્રજાતિના કાગડાઓ માણસની જેમ 3 સુધી આંકડાનું ઉચ્ચારણ કરી શકે છે

Tags :
Air India flightAir turbulenceAir turbulence ResearchAir-IndiaAirlinesflightGujarat FirstQATAR AIRWAYSSingapore Airlines
Next Article