Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

5 વર્ષમાં રાજકીય પક્ષોને મળ્યું 591 કરોડનું દાન, જાણો કયા પક્ષને સૌથી વધુ દાન મળ્યું ?

છેલ્લા 5 વર્ષમાં એટલે કે વર્ષ 2016-17થી 2020-21 સુધીમાં ગુજરાતમાંથી રાજકીય પક્ષોને રૂ. 591 કરોડથી વધારે રકમનું દાન પ્રાપ્ત થયું છે. 343 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ છે. 174 કરોડના સીધા કોર્પોરેટ દાનમાં 163 કરોડ ભાજપનો હિસ્સો છે. આખા દેશમાંથી આ સમયગાળામાં રાજકીય પક્ષોને રૂ. 16 હજાર કરોડથી પણ વધારે દાન મળ્યું છે. જેમાંથી 80 ટકા દાન એટલે કે રૂ. 12842 કરોડ તો માત્ર આઠ રાષ્ટ્રીય પક્ષોને મળ્યું છે. જ્યારે પ્રાદેશિક પàª
5 વર્ષમાં રાજકીય પક્ષોને મળ્યું 591 કરોડનું દાન  જાણો કયા પક્ષને સૌથી વધુ દાન મળ્યું
છેલ્લા 5 વર્ષમાં એટલે કે વર્ષ 2016-17થી 2020-21 સુધીમાં ગુજરાતમાંથી રાજકીય પક્ષોને રૂ. 591 કરોડથી વધારે રકમનું દાન પ્રાપ્ત થયું છે. 343 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ છે. 174 કરોડના સીધા કોર્પોરેટ દાનમાં 163 કરોડ ભાજપનો હિસ્સો છે. આખા દેશમાંથી આ સમયગાળામાં રાજકીય પક્ષોને રૂ. 16 હજાર કરોડથી પણ વધારે દાન મળ્યું છે. જેમાંથી 80 ટકા દાન એટલે કે રૂ. 12842 કરોડ તો માત્ર આઠ રાષ્ટ્રીય પક્ષોને મળ્યું છે. જ્યારે પ્રાદેશિક પક્ષોને રૂ. 3 હજાર કરોડથી વધુ દાન મળ્યું છે.
લગભગ 80 ટકા જેટલું દાન રાષ્ટ્રીય પક્ષોને 
ગુજરાતમાં ૮ રાષ્ટ્રીય પક્ષો ઉપરાંત અન્ય પ્રાદેશિક પક્ષોને મળીને વર્ષ 2016-17 થી 2020-21  સુધીમાં રૂ. 16,071,60  કરોડ દાન (ડોનેશન)માં મળ્યાં હતાં. એસોસિયેશન ફોર ડેમોક્રેટીક રિફોર્મ્સ દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના રાષ્ટ્રીય પક્ષોને આ દાનની કુલ રકમમાંથી ૭૯.૯૧ ટકા એટલે કે રૂ. ૧૨,૮૪૨ કરોડ અને અન્ય પ્રાદેશિક પક્ષોને ૨૦.૦૯ ટકા એટલે કે રૂ. ૩૨૨૯.૩૨ કરોડ રૂ.પ્રાપ્ત થયાં હતાં.
૨૦૧૯-૨૦ના વર્ષમાં લોકસભાની ચૂંટણી વખતે આ પક્ષોને સૌથી વધુ રૂ.૪૭૬૦.૦૯ કરોડનું દાન મળ્યું હતું અને ૨૦૧૮-૨૦૧૯માં પ્રાદેશિક પક્ષોને સૌથી વધુ રૂ.૧૦૮૯.૪૨ કરોડનું દાન પ્રાપ્ત થયું હતું. રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોને જે દાન અપાયું હતું, તેમાંથી સૌથી વધુ ૩૪૩ કરોડ ઈલેક્ટોરલ બોન્ડ થકી અપાયા હતા. તે પછી રૂ. ૭૪.૨૭ કરોડ ઈલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા અને રૂ. ૧૭૪ કરોડ સીધા કોર્પોરેટ દાન તરીકે અપાયા હતા. 
સીધા કોર્પોરેટ દાનની કુલ રકમમાંથી ભાજપને મળ્યું 163 કરોડનું દાન 
સીધા કોર્પોરેટ દાન તરીકે અપાયેલી રકમમાંથી ભાજપને છેલ્લા પાંચ વર્ષમાં રૂ. ૧૬૩.૫૧ કરોડ, કોંગ્રેસને ૧૦.૪૬ કરોડ અને આમ આદમી પાર્ટીને રૂ.૦.૦૩ કરોડની રકમ અપાઈ હતી. એડીઆરના રિપોર્ટ પ્રમાણે, કંપનીઓ દ્વારા વિવિધ રીતોથી વિવિધ તબક્કામાં જે કુલ રૂ. ૧૬,૦૭૧.૬૦ કરોડ રાજકીય પક્ષોને અપાયા હતા. તેમાંથી રાષ્ટ્રીય પક્ષોને કુલ રૂ. ૧૨,૮૪૨.૨૮ કરોડ અને પ્રાદેશિક પક્ષોને રૂ. ૩૨૨૯.૩૨ કરોડ પ્રાપ્ત થયાં હતા. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ
 (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.