Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહારાષ્ટ્ર અને હરિયાણામાં કોંગ્રેસને મોટો ઝટકો, રાજસ્થાનમાં CM ગેહલોતનો ચાલ્યો જાદુ

ચાર રાજ્યોની 16 બેઠકો માટે શુક્રવારે સવારે શરૂ થયેલી રાજ્યસભાની ચૂંટણીના પરિણામો આખરે શનિવારે વહેલી સવારે બહાર આવ્યા છે. મહારાષ્ટ્રની છ બેઠકોમાંથી ભાજપે ત્રણ, શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ અનુક્રમે એક-એક બેઠક જીતી છે. વળી, હરિયાણામાં બે બેઠકોમાંથી ભાજપે એક બેઠક જીતી છે. આ પહેલા મહારાષ્ટ્ર અને હરિયાણામાં રાજ્યસભાની ચૂંટણીને લઈને દિવસભર ચાલેલા હોબાળા બાદ સાંજે મતગણતરી અટકાવી દ
મહારાષ્ટ્ર અને હરિયાણામાં કોંગ્રેસને મોટો ઝટકો  રાજસ્થાનમાં cm ગેહલોતનો ચાલ્યો જાદુ
ચાર રાજ્યોની 16 બેઠકો માટે શુક્રવારે સવારે શરૂ થયેલી રાજ્યસભાની ચૂંટણીના પરિણામો આખરે શનિવારે વહેલી સવારે બહાર આવ્યા છે. મહારાષ્ટ્રની છ બેઠકોમાંથી ભાજપે ત્રણ, શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ અનુક્રમે એક-એક બેઠક જીતી છે. 
વળી, હરિયાણામાં બે બેઠકોમાંથી ભાજપે એક બેઠક જીતી છે. આ પહેલા મહારાષ્ટ્ર અને હરિયાણામાં રાજ્યસભાની ચૂંટણીને લઈને દિવસભર ચાલેલા હોબાળા બાદ સાંજે મતગણતરી અટકાવી દેવામાં આવી હતી. મહારાષ્ટ્ર રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે મહારાષ્ટ્રમાં રાજ્યસભાની 6માંથી 3 બેઠકો કબજે કરી લીધી છે. જ્યારે હરિયાણામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. આ સાથે જ રાજસ્થાન રાજ્યસભા ચૂંટણીમાં અશોક ગેહલોતના જાદુથી કોંગ્રેસ ખુશ થઇ છે. 
મહારાષ્ટ્રમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને 3 બેઠકો મળી, જ્યારે શાસક એમવીએ ગઠબંધનને કુલ 6 બેઠકોમાંથી 3 બેઠકોમાં જીત મળી છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, પૂર્વ રાજ્ય મંત્રી અનિલ બોંડે અને ધનંજય મહાડિક ભાજપ તરફથી જીત્યા છે, જ્યારે શિવસેનાના સંજય રાઉત, એનસીપીના પ્રફુલ પટેલ અને કોંગ્રેસના ઈમરાન પ્રતાપગઢી પણ જીત્યા છે. જોકે, છઠ્ઠી બેઠક માટે શિવસેનાના સંજય પવાર ભાજપના ધનંજય મહાડિક સામે હારી ગયા છે.
Advertisement

હરિયાણામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. અહીં પાર્ટીના ઉમેદવાર અજય માકન ચૂંટણી હારી ગયા છે. બીજી તરફ ભાજપના કૃષ્ણલાલ પવાર અને અપક્ષ ઉમેદવાર કાર્તિકેય શર્માએ જીત નોંધાવી છે. હરિયાણાના મુખ્યમંત્રી ખટ્ટરે હરિયાણામાંથી રાજ્યસભા માટે નવા ચૂંટાયેલા બંને ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા. હરિયાણા કોંગ્રેસના વિધાનસભ્ય ભારત ભૂષણ બત્રાએ કહ્યું કે, "અજય માકન બહુ ઓછા માર્જિનથી હાર્યા છે." નોંધપાત્ર વાત એ છે કે, હરિયાણામાં નિયમ ભંગના આરોપમાં મતગણતરી સાત કલાકથી વધુ મોડી પડી હતી.

Advertisement

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું, “આદમપુરના કોંગ્રેસના ધારાસભ્ય કુલદીપ બિશ્નોઈએ હરિયાણામાં આરએસ ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવાર અજય માકનને મત આપ્યો નથી. તેમણે (કોંગ્રેસના ધારાસભ્ય કુલદીપ બિશ્નોઈ) પોતાના અંતરાત્માની વાત સાંભળીને ખુલ્લામને મતદાન કર્યું છે. હું કહી શકું છું કે તેમને વડાપ્રધાન મોદીની નીતિઓ અને વિચારધારામાં વિશ્વાસ છે. તેમણે વિચાર્યું પણ નહોતું કે આ પછી કોંગ્રેસ પાર્ટી તેમની સાથે શું કરશે."
Advertisement

રાજસ્થાનમાં ગેહલોત સરકારનો જાદુ ચાલ્યો છે. અહીં સત્તાધારી કોંગ્રેસને 4માંથી 3 બેઠકો મળી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)ને એક બેઠક મળી છે. ભાજપ સમર્થિત અપક્ષ ઉમેદવાર સુભાષ ચંદ્રા જીત મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા. બીજી તરફ કર્ણાટકમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, અભિનેતા-રાજકારણી જગ્ગેશ, ભાજપના લહરસિંહ સિરોયા અને કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. 
શુક્રવારે પરિણામ આવ્યા બાદ મુખ્યમંત્રી અશોક ગેહલોતે પોતાના ટ્વીટમાં કહ્યું કે, કોંગ્રેસના ત્રણેય ઉમેદવારોની જીત રાજસ્થાનમાં લોકશાહીની જીત છે. આ રીતે રાજસ્થાન અને કર્ણાટકમાં ભાજપ અને કોંગ્રેસના 3-3 ઉમેદવારો રાજ્યસભામાં પહોંચશે. એચડી દેવગૌડાની જેડીએસ કર્ણાટકમાં એક પણ સીટ જીતી શકી નથી. ભાજપના નિર્મલા સીતારમણ, જગ્ગેશ અને સીટી રવિ ચારમાંથી ત્રણ બેઠકો જીતીને રાજ્યસભામાં પહોંચ્યા છે. કોંગ્રેસના મંજૂર અલી ખાન પણ અહીં હારી ગયા હતા.
વળી, ઘણા કલાકોની રાહ જોયા પછી, મોડી રાત્રે મહારાષ્ટ્ર અને હરિયાણામાં મતોની ગણતરી શરૂ કરવામાં આવી હતી અને શનિવારે વહેલી સવારે આ બંને રાજ્યોમાં ચૂંટણી પરિણામો જાહેર કરાયા છે. હરિયાણામાં, ભાજપના કૃષ્ણલાલ પવાર અને ભગવા પક્ષ દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવાર કાર્તિકેય શર્માએ રાજ્યસભાની બે બેઠકો જીતી છે.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં છ અને હરિયાણાની બે બેઠકો માટે રાજ્યસભા માટે મતદાન પૂર્ણ થયા પછી, શુક્રવારે મોડી રાત્રે ભાજપના વિરોધને કારણે મત ગણતરી અટકાવવી પડી હતી. ભાજપે મહારાષ્ટ્રમાં ત્રણ MVA ધારાસભ્યો, સુહાસ કાંડે (શિવસેના), યશોમતી ઠાકુર (કોંગ્રેસ) અને જિતેન્દ્ર આવ્હાડ (NCP) પર નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવતા મતોને બરતરફ કરવાની માંગ કરી હતી. અહીં 288માંથી માત્ર 285 સભ્યો જ મતદાન કરી શક્યા હતા.
Tags :
Advertisement

.