Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

"લગ્નમાં આમંત્રણ વિના આવતા નાચનારાઓ જેવી છે 'AAP'" ફડ્ણવીસે સાધ્યું નિશાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની સાથે-સાથે આમ આદમી પાર્ટીની  પણ ભારે ચર્ચા છે કારણ કે ગુજરાતની ચૂંટણી લડવાનો નિર્ણય કરીને AAPએ ચૂંટણીને ત્રિકોણીય હરીફાઈમાં ફેરવી દીધી છે. AAP સતત ગુજરાતમાં પોતાની જીતનો દાવો કરી રહી છે, રાજ્યમાં સતત ચૂંટણી સભાઓને સંબોધિત કરી રહી છે. પોતાની જીતનો દાવો કરતા AAPના વડા અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં 8 ડિસેમ
 લગ્નમાં આમંત્રણ વિના આવતા નાચનારાઓ જેવી છે  aap   ફડ્ણવીસે સાધ્યું નિશાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની સાથે-સાથે આમ આદમી પાર્ટીની  પણ ભારે ચર્ચા છે કારણ કે ગુજરાતની ચૂંટણી લડવાનો નિર્ણય કરીને AAPએ ચૂંટણીને ત્રિકોણીય હરીફાઈમાં ફેરવી દીધી છે. AAP સતત ગુજરાતમાં પોતાની જીતનો દાવો કરી રહી છે, રાજ્યમાં સતત ચૂંટણી સભાઓને સંબોધિત કરી રહી છે. પોતાની જીતનો દાવો કરતા AAPના વડા અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં 8 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણીના પરિણામોમાં AAPની જીત નિશ્ચિત છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે સીએમ કેજરીવાલની જીતનો દાવો કર્યા બાદ AAP પર ટિપ્પણી કરી હતી.ગુજરાતના ભાવનગરમાં એક રેલીને સંબોધતા, તેમણે AAPની સરખામણી લગ્નમાં આમંત્રણ વિના આવતા નાચનારાઓ સાથે કરી 
 
આમ આદમી પાર્ટી ગોવામાં કંઇ ઉકાળી શકી ન હતી 
ગુજરાત ચૂંટણીમાં AAPની એન્ટ્રી અંગે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે જ્યારે પણ કોઇના ત્યાં લગ્ન પ્રસંગ હોય છે ત્યારે નાચનારા લોકો આમંત્રણ વિના ત્યાં પહોંચી જાય છે. તેમને કોઇ બોલાવતું નથી, પરંતુ તેઓ જાતેજ આવી જાય છે.  એ જ રીતે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી લગ્નમાં નાચનારા લોકોની જેમ આવી છે.  ફડ્ણવીસે કહ્યું કે આ જ રીતે આમ આદમી પાર્ટી ગોવામાં પણ આવી હતી. પરંતુ ખાસ કંઇ કરી શકી ન હતી.. મહત્વપૂર્ણ છે કે ગોવામાં આમ આદમી પાર્ટીને બે બેઠકો પ્રાપ્ત થઇ હતી. 
ફડણવીસે કહ્યું ખોટુ બોલવાની બાબતમાં આપનો રેકોર્ડ 
દેવેન્દ્ર ફ્ડણવીસે કહ્યું જુઠ્ઠુ બોલવાની બાબતમાં આમ આદમી પાર્ટીની તોલે કોઇ ન આવી શકે.. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીને ખોટુ બોલવા અને ખોટા વાયદાઓ કરવા માટે ઓલિમ્પિક મેડલ મળવો જોઇએ. 
ફડણવીસે કોંગ્રેસ ઉપર પણ સાધ્યું નિશાન 
દેવેન્દ્ર ફડણવીસે ન માત્ર AAP પર નિશાન સાધ્યું, પરંતુ કોંગ્રેસને પણ પોતાના રડાર પર લીધી. તેમણે રાહુલ ગાંધી અને તેમની ભારત જોડો યાત્રા પર પણ કટાક્ષ કર્યો હતો. તેણે કહ્યું કે હું મહારાષ્ટ્રથી આવું છું જ્યાં એક યુવરાજ પ્રવાસ કરી રહ્યો છે. ભારત જોડો યાત્રા કંઈ નથી, તે માત્ર નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં એકજૂટ થવાનું કામ છે, જેઓ મોદી વિરોધી છે તેમને એક કરવા માટે ભારત જોડો યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
 
Advertisement
Tags :
Advertisement

.