Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

યુવાનોને કાળા કાચ વાળી ગાડીમાં દારૂની બોટલો સાથે સિનસપાટા મારવા પડ્યા ભારે, વાંચો અહેવાલ

પોરબંદર શહેરી વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સને દારૂની બોટલ સાથે સીન સપાટા મારવા ભારે પડ્યા છે. કાળા કાચ વાળી ગાડીમાં દારૂની બોટલો સાથે રિલ્સ બનાવી હતી, હવે તેમને ગાડીમાં આવા સિનસપાટા મારવા ભારે પડ્યા છે.  તેમને પોતાની બનાવેલ રીલ્સ વાયરલ...
યુવાનોને કાળા કાચ વાળી ગાડીમાં દારૂની બોટલો સાથે સિનસપાટા મારવા પડ્યા ભારે  વાંચો અહેવાલ

પોરબંદર શહેરી વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સને દારૂની બોટલ સાથે સીન સપાટા મારવા ભારે પડ્યા છે. કાળા કાચ વાળી ગાડીમાં દારૂની બોટલો સાથે રિલ્સ બનાવી હતી, હવે તેમને ગાડીમાં આવા સિનસપાટા મારવા ભારે પડ્યા છે.  તેમને પોતાની બનાવેલ રીલ્સ વાયરલ થતા પોરબંદર પોલીસે શખ્સ અને કારને શોધી કારમાંથી બ્લેક ફિલ્મ ઉતરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.

Advertisement

બ્લેક ફિલ્મ વાળી ગાડીમાં દારૂની બોટલ, પછી આવી શાન ઠેકાણે 

પોરબંદર પોલીસ દ્વારા ગેરકાયદેસર રિલ્સ બનાવતા શખ્સો સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.ત્યારે ગુનાહિત ઇતિહાસ ધરાવતો સાગર પરબત બોખિરીયા નામના શખશે કાળા કાચવાળી કારમાં દારૂની બોટલો સાથે રીલ્સ બનાવી હતી.

Advertisement

Advertisement

જે રિલ્સ વાયરલ થતાં પોરબંદર પોલીસે શખ્સ સાગર બોખીરીયાને પકડી લઈ તેને કાયદાનું ભાન કરાવ્યું છે.પોલીસે વધુ દાખલ રૂપ કામગીરી બતાવી છે.

ગેરકાયદેસર રિલ્સ બનાવતા શખ્સો સામે પોલીસની લાલ આંખ

આજના સોશિયલ મીડિયાના યુગમાં સૌથી વધુ ક્રેશ મોબાઇલની રિલ્સ બનાવવાનો છે. ત્યારે કેટલાક  શખ્શો રિલ્સ ગેરકાયદેસર બનાવી પોતાના ફોલોવર્સ વધારવાના ફાયદાઓ જોતા હોય છે. પોરબંદરમાં જ  વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે ગેરકાયદેસર રીલ્સ બનાવતા શખ્સને ઝડપી લીધો છે.અને કારમાંથી બ્લેક ફિલ્મ ઉતારી કાયદાનો ભાન કરાવ્યો છે. પોરબંદર પોલીસની વધુ એક પ્રશસનીય કામગીરી સામે આવી છે.છેલ્લા ઘણા સમયથી પોરબંદર પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં ગેરકાયદે રીસ બનાવતા શખ્સોને ઝડપી લઇ એને કાયદાનું ભાન કરાવી દાખલ રૂપ કામગીરી કરવામાં આવી રહી છે.

અહેવાલ - કિશન ચૌહાણ 

આ પણ વાંચો : Gujarat High Court : એફિડેવિટ એ ઔપચારિકતા નથી, અરજીનું હ્રદય અને આત્મા છે : Chief Justice

Tags :
Advertisement

.