Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હોળીના આગમનને લઈ આદિવાસી સમાજ પોતાના સાંસ્કૃતિક વારસા અને ઓળખ સમાન ઘરેણાની ખરીદીમાં વ્યસ્ત

Chhota Udepur : આદિવાસી સમાજમાં હોળીના તહેવારનું સદીઓથી અનેરું મહત્વ રહેલુ છે. વર્ષો જૂની કહેવત મુજબ દિવાળી દશેરા અટેકટે પણ હોળી તો વતનમાં જ. હોળીના પર્વનો અનેરો ઉત્સાહ આદિવાસી સમાજમાં જોવા મળતો હોય છે. છોટાઉદેપુર (Chhota Udepur) જિલ્લાના આદિવાસી સમાજના...
હોળીના આગમનને લઈ આદિવાસી સમાજ પોતાના સાંસ્કૃતિક વારસા અને ઓળખ સમાન ઘરેણાની ખરીદીમાં વ્યસ્ત

Chhota Udepur : આદિવાસી સમાજમાં હોળીના તહેવારનું સદીઓથી અનેરું મહત્વ રહેલુ છે. વર્ષો જૂની કહેવત મુજબ દિવાળી દશેરા અટેકટે પણ હોળી તો વતનમાં જ. હોળીના પર્વનો અનેરો ઉત્સાહ આદિવાસી સમાજમાં જોવા મળતો હોય છે.

Advertisement

છોટાઉદેપુર (Chhota Udepur) જિલ્લાના આદિવાસી સમાજના વાલસિંગભાઇ રાઠવા જણાવે છે કે, હોળીના એક સપ્તાહ આગાઉ ભંગોરીયા હાટની શરૂઆત થઈ જતી હોય છે. વર્ષ દરમિયાન ભરાતા અહીંના વિસ્તારમાં સાપ્તાહિક હાટ હોળીના એક સપ્તાહ પહેલાના હાટ ભંગોરીયા હાટ તરીકે ઓળખાય છે. આખુ વર્ષ કામ ધંધામાં પરોવાયેલા લોકો ભંગોરીયા હાટ આવતા જ ભંગોરીયા હાટમાં મહાલવા થનગની ઉઠતા હોય છે. ગામેગામના યુવક-યુવતીઓના અલગ-અલગ ગ્રુપમાં, અવનવા વસ્ત્રો પરિધાન કરીને ભંગોરીયા હાટની મજા માણવા ઉમટી પડતા હોય છે. હોળી બાદ અહીંના વિસ્તારોમાં અનેક સ્થળોએ પારંપરિક ભાતીગળ મેળાઓ ભરાતા હોય છે, જેમાં આદિવાસી સમાજ પોતાના પરંપરાગત પહેરવેશમાં સજજ થઈ આદિવાસીઓ મજા માણતા હોય છે.

મધ્યપ્રદેશ સરહદી રાજયના છેવાડાના જિલ્લા તરીકે વસેલા વિશાળ ડુંગરાળ હારમાળા અને લીલાછમ જંગલોનો કુદરતી ખજાનાનો અમુલ્ય વારસો ધરાવતો પ્રદેશ છોટાઉદેપુર (Chhota Udepur) માં અહીના વિસ્તારમાં ખાસ કરીને રાઠવા, ધાણુક, તડવી, ભીલ, વસાવા નાયકા સહિતની આદિવાસી પ્રજા વસવાટ કરે છે. આ આદિવાસી જાતિઓના વૈવિધ્યસભર સમાજની જીવનશૈલી, સંસ્કૃતિ, કલા-કૌશલ્ય, આભૂષણો, વિભિન્ન જીવનચર્યાઓની ઓળખ દેશ અને દુનિયામાં પ્રસ્થાપિત થઈ છે. આદિવાસી લોકજીવનમાં સંસ્કૃતિનો એક અભિન્ન અંગમાંનો એક ભાગ ભજવનાર કોઇ ચીજ હોય તો એ ઘરેણાં છે. આદિવાસી તહેવારો તેમજ લગ્ન પ્રસંગોમાં ઘરેણાંની જ બોલબાલા રહે છે. આદિવાસીઓ પોતાની સંસ્કૃતિ પ્રમાણેના પહેરવેશ આભૂષણો ખાસ પ્રકારની કલાકૃતી, આકાર, વજન અને આકર્ષક દેખાવ સભર હોવાથી સમાન્ય વસ્ત્રો અને આભૂષણોથી અલગ તરી આવે છે‌ અને ખાસ કરીને ચાંદીના હાર‌, ચાંદીની હાંસડી, ચાંદીના કલા, ચાંદીના લોળીયા, ચાંદીના કંદોરો, ચાંદીના પાંચીયા, ચાંદીના ભોરીયા સહિત મોટાભાગે ચાંદીના ઘરેણાંનું ભરપૂર ચલણ રહ્યું છે.

Advertisement

ખાસ કરીને તેમજ બાબા ઇંદ કે ભંગોરીયા હાટ અને મેળાઓ વાર તહેવાર તેમજ લગ્ન પ્રસંગ ઉપર આદિવાસીઓ અચુક પેહરે છે. આદિવાસીઓના રંગબેરંગી વસ્ત્રો અને આભૂષણોને લીધે સૌંદર્યરૂપ ખીલી ઊઠે છે. અને પ્રસંગોપાત પોતાના દેહને જાતજાતનાંને ભાતભાતના ઘરેણાંથી શણગારે છે. આદિવાસીઓમાં ઘરેણાં 'જણસો' કે રકમો નામે ઓળખાય છે. આદિવાસીઓમાં પુરૂષો કરતાં સ્ત્રીઓનાં ઘરેણાં વધારે હોય છે. પુરૂષો કેડે રૂપાનો કે ચાંદીનો કંદોરો પહેરે છે, કંદોરો ત્રણ કે ચાર સેરનો પહેરતા હવે એક સેરના કંદોરા વપરાય છે. સ્ત્રીઓના ઘરેણાં પગના આંગળા-અંગૂઠાથી શરૂ થાય છે. અંગૂઠાએ ઉંગઠા, આંગળીઓ ઉપર વિંછીયા કે જોડવા પહેરે છે. પગની પાની ઉપર ઝાંઝરી પહેરે છે. તેની જોડ ચારસોથી 500 ગ્રામની હોય છે. તેની ઉપર નગર પહેરે. કડલાં કલ્લા નામે ઓળખાય છે. કેડ ઉપર સૂતરના રંગીન દોરાના કહડા હોય છે. તેની કૂમતાં અને ધૂધરીઓ લટકતી હોય છે. ચાલે ત્યારે રમઝમ બોલે છે.

પુરુષો ધોતિયા ઉપર અને સ્ત્રીઓ ઘાઘરા ઉપર કંદોરો પહેરે છે. ગળા અને છાતી ઉપર હાંસડી ટાંગલી અને હાર પહેરાય છે. હાંસડીનું ઘડતર ગામોના જૂથ પ્રમાણે જુદું જુદું હોય છે. નસવાડી-સંખેડા તાલુકાના ભીલ-તડવીઓમાં પહેરાતી હાંસડી સરખી સપાટીવાળી બીજની ચંદ્રલેખા જેવી હોય છે. તેની ઉપર પણ ચિતરામણની ભાત હોય છે. પાવી જેતપુર તરફની હાંસડીને થોડા-થોડા અંતરે પાસા પાડેલાં હોય છે. પાસા ઉપર પ્રકાશ પડતાં ચળકાટ મારે છે. છોટાઉદેપુર તાલુકામાં પાનવડ અને કવાંટ વિભાગની હાંસડીમાં ભાતનો-ઘાટનો તફાવતહોય છે. હાંસડી ઉપર ચિંતરામણ હોય છે. તેને નાકાં બેસાડી ચલણી સિક્કા અડધા કે રૂપિયા જડાવે છે. આ હાંસડી ગળામાં પહેરે છે. આમ છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો જિલ્લો છે. જ્યાં આજે પણ આદિવાસી સંસ્કૃતિનો વારસો અકબંધ હાલતમાં જોવા મળી રહ્યો છે.

Advertisement

અહેવાલ - તૌફિક શેખ

આ પણ વાંચો - નવસારી જિલ્લા કોંગ્રેસને મોટો ઝટકો, કોળી આગેવાન ધર્મેશ ભીમ પટેલે આપ્યું રાજીનામું

આ પણ વાંચો - લોકસભા સાથે જ ગુજરાત વિધાનસભાની આટલી બેઠકો માટે યોજાશે પેટા ચૂંટણી

આ પણ વાંચો - કોંગ્રેસના મહારથી “અર્જુન” થયા પક્ષથી અલગ, કહ્યું ; “કોંગ્રેસ સાથેના બંધનમાંથી આજે મુક્ત થયો”

Tags :
Advertisement

.