Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rakesh Rajdev : હાઇકોર્ટે 5 લાખનો દંડ ફટકાર્યો તે સટ્ટાબજારનો કિંગ રાકેશ રાજદેવ કોણ છે ?

Rakesh Rajdev : ક્રિકેટ, પોકર, કેસીનો કે પછી MCX તમામ સટ્ટાના કિંગ મનાતા રાકેશ રાજદેવ (Rakesh Rajdev Bookie) નો રૂપિયાનો નશો ઉતરી ગયો હોવાની બુકી બજારમાં ભારે ચર્ચા છે. ગુજરાત પોલીસ (Gujarat Police) ના ચોપડે અનેક કેસમાં ફરાર રાકેશ રાજદેવ...
rakesh rajdev   હાઇકોર્ટે 5 લાખનો દંડ ફટકાર્યો તે સટ્ટાબજારનો કિંગ રાકેશ રાજદેવ કોણ છે
Advertisement

Rakesh Rajdev : ક્રિકેટ, પોકર, કેસીનો કે પછી MCX તમામ સટ્ટાના કિંગ મનાતા રાકેશ રાજદેવ (Rakesh Rajdev Bookie) નો રૂપિયાનો નશો ઉતરી ગયો હોવાની બુકી બજારમાં ભારે ચર્ચા છે. ગુજરાત પોલીસ (Gujarat Police) ના ચોપડે અનેક કેસમાં ફરાર રાકેશ રાજદેવ ઉર્ફે RR ને ગુજરાત હાઇકોર્ટે (High Court Gujarat) 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પાવર ઑફ એટર્નીથી હાઈકોર્ટમાં કરાયેલી એક અરજીમાં રાકેશ રાજદેવે પોલીસ અધિકારીઓના ખિસ્સામાંથી 5 કરોડ રૂપિયાનું વળતર માગ્યું હતું. 5 કરોડનું વળતર માગનારા રાકેશ રાજદેવને હાઇકોર્ટના જસ્ટીસ નિર્ઝર દેસાઈ (Justice Nirzar Desai) એ દંડ ફટકાર્યો છે. કોણ છે રાકેશ રાજદેવ અને કયા-કયા દેશોમાં ફેલાયેલું છે અબજો રૂપિયાનું સટ્ટા નેટવર્ક. વાંચો આ અહેલાલમાં...

Rakesh Rajdev એ શું કરી હતી HCમાં અરજી ?

ક્રિકેટ સટ્ટા બેટિંગ (Cricket Betting) ના અનેક કેસમાં રાકેશ રાજદેવ ઉર્ફે આરઆર આરોપી છે. મૂળ રાજકોટના અને હાલ UAE રહેતાં રાકેશ પ્રતાપરાય રાજદેવ (Rakesh Prataprai Rajdev) છેલ્લાં કેટલાંક વર્ષોથી દેશ છોડી વિદેશમાં સ્થાયી છે. તાજેતરમાં રાકેશ રાજદેવે હાઇકોર્ટેમાં ગુજરાત સરકાર (Gujarat Government) અને અમદાવાદ-સુરત ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ સામે એક અરજી કરી હતી. અરજીમાં પોલીસ અધિકારીઓ સામે આરોપ લગાવવામાં આવ્યા હતા. ક્રિકેટ સટ્ટા બેટિંગના કેસોમાં સહ આરોપીના નિવેદન આધારે પોતાને આરોપી તરીકે પોલીસ અધિકારીઓએ ચિતર્યો છે. અરજીમાં કરાયેલા આક્ષેપના આધારે Bookie RR એ પોલીસ અધિકારીઓને પોતાના ખિસ્સામાંથી 5 કરોડ રૂપિયા વળતર આપવા માટેની દાદ માગી હતી.

Advertisement

હાઇકોર્ટે શું કર્યું અવલોકન ?

પાવર ઑફ એટર્ની (Power of Attorney) થી દુબઈમાં બેઠાં-બેઠાં રાકેશ રાજદેવે હાઇકોર્ટમાં અમદાવાદ અને સુરત ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ પાસેથી 5 કરોડ વળતર મેળવવા અરજી કરી હતી. આ મામલે જસ્ટીસ નિર્ઝર દેસાઈએ અડધો ડઝન જેટલાં કેસમાં આરોપી એવા રાકેશ રાજદેવને પ્રથમ પોલીસ તપાસમાં સહકાર આપવા ટકોર કરી હતી. વિદેશની ધરતી પર છુપાઈને રૂપિયાના પોલીસ વિભાગ પર દબાણ લાવનારા રાકેશ રાજદેવની 5 કરોડના વળતરની અરજીને ફગાવી દઈ 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. અત્રે નોંધનીય છે કે, અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) અને સુરત ક્રાઈમ બ્રાંચે (Crime Branch Surat) બે વર્ષ અગાઉ નોંધેલા કરોડોના ક્રિકેટ સટ્ટા બેટિંગના કેસોમાં રાકેશ રાજદેવ ફરાર છે. તેની સામે લુક આઉટ સર્ક્યુલર (Look Out Circular) પણ જારી કરવામાં આવ્યો છે.

Advertisement

દુબઈ-જૉર્જિયાથી ચલાવે છે સટ્ટાનો કારોબાર

રાકેશ રાજદેવ વર્ષોથી ક્રિકેટ સટ્ટાનો કારોબાર ચલાવતો હોવાની જાણકારી ગુજરાત પોલીસને હતી. કૉવિડ મહામારી બાદ ભારત છોડીને ગયેલો સટ્ટા કિંગ આજદિન સુધી પરત આવ્યો નથી. સટ્ટા બજારમાંથી પ્રતિદિન કરોડો રૂપિયા કમાતા રાકેશ રાજદેવની દુબઈ, જૉર્જિયા, UK તેમજ Europe ના દેશોમાં મોટી સંપત્તિ અને હૉટેલ સહિતના ધંધા ધરાવે છે. સટ્ટા માર્કેટના સૂત્રોના જણાવ્યાનુસાર Georgia અને Dubai થી રાકેશ રાજદેવ હજારો કરોડના સટ્ટા બજારનું સંચાલન કરે છે. દુબઈ અને જૉર્જિયામાં સટ્ટા નેટવર્કનું સંચાલન કરવા માટે ગુજરાતમાંથી રાકેશ રાજદેવ એક મોટી ટીમ પણ લઈ ગયો છે.

જૉર્જિયા સરકાર સાથે RR ની ગોઠવણ

ભારત ઉપરાંત પાકિસ્તાન (Pakistan), બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ ઉપરાંત યુકે, યુરોપ સહિતના દેશોમાં રાકેશ રાજદેવનું સટ્ટા બજારનું નેટવર્ક ફેલાયેલું છે. ગુજરાત તેમજ દુબઈમાં બેઠેલાં હવાલા ઓપરેટરો (Hawala Operator) થકી રાકેશ રાજદેવ અબજો રૂપિયા દેશની બહાર લઈ ગયો છે. છેલ્લાં ત્રણેક વર્ષથી જૉર્જિયામાં રાકેશ રાજદેવે મોટાપાયે રોકાણ કરીને સરકારના મોટા માથાઓ સાથે ઘરોબો કેળવી લીધો છે. સૌરભ ચંદ્રાકર ઉર્ફે મહાદેવ સહિતના મોટા ગજાના બુકીઓ રાકેશ રાજદેવની મદદથી જૉર્જિયામાં બેસી સટ્ટાનો કારોબાર ચલાવી રહ્યાં છે.

વરલી મટકાથી ઑનલાઈન સટ્ટાના કિંગ બનવાની સફર

90ના દાયકાની શરૂઆતમાં રાજકોટ શહેરમાં વરલી મટકાનો ધંધો કરતા રાકેશ રાજદેવે 15 વર્ષ અગાઉ ઑનલાઈન ક્રિકેટ સટ્ટા (Online Cricket Betting) ની શરૂઆત કરી હતી. નાનાથી માંડી મોટા ખેલી સુધીના લોકો સુધી ઈન્ટરનેટ હાથવગું બની ગયું હતું. જેનો ગેરલાભ રાકેશ રાજદેવ એન્ડ કંપનીએ ઉપાડ્યો હતો. ક્રિકેટ સટ્ટા બેટિંગની એપ્લિકેશન બનાવ્યા બાદ લાખોનો ધંધો કરોડોમાં પહોંચી ગયો હતો. સૌ પ્રથમ ડાયમંડ નામથી રાકેશ રાજદેવે એપ્લિકેશન બનાવી હતી. ડાયમંડ બાદ અનેક નામથી RR એ અનેક આઈડી બનાવી છે. ખુદને સુરક્ષિત રાખીને રાકેશ રાજદેવે શરૂઆતમાં ગુજરાત, ભારત, એશિયા અને વિશ્વભરમાં ઑનલાઈન સટ્ટાના કારોબારમાં દબદબો જમાવી દીધો. ત્યારબાદ આઈડી એપ્લિકેશનમાં લાઇવ ક્રિકેટ ઉપરાંત લાઇવ ફૂટબોલ, લાઇવ ટેનિસ, લાઇવ પોકર, લાઇવ તીન પત્તી, લાઇવ કસીનો સહિત જુદીજુદી અનેક રમતનો સમાવેશ કર્યો હતો. આ ઉપરાંત શેર અને MCX માં પણ ડબ્બા ટ્રેડિંગનું મોટાપાયે વેપાર ચલાવી રહ્યો છે.

કરોડોની હેરફેર માટે ખોલી હતી આંગડિયા પેઢી

ઑનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગમાં ઝંપલાવ્યા બાદ રાકેશ રાજદેવ એન્ડ કંપનીનો ધંધો લાખોમાંથી કરોડોમાં પહોંચી ગયો હતો. પ્રતિ મેચ હાર-જીતના કરોડો રૂપિયાની હેરાફેરી માટે RR અને અમદાવાદના બુકી ચિરાગ પરીખ ઉર્ફે ચિરાગ મણીનગર ઉર્ફે જેકે (Chirag Parikh alias Chirag Maninagar alias JK) સહિતના સટ્ટોડિયાઓએ ભેગા મળીને RC (Rakesh Chirag) નામની આંગડિયા પેઢી શરૂ કરી હતી. સટ્ટા બજારના રૂપિયાની હેરાફેરી માટે શરૂ કરાયેલી આંગડિયા પેઢીના કારણે આ તમામ બુકીઓ નજરે ચઢી ગયા હતા. વર્ષ 2013ના ચકચારી IPL સ્પોટ ફિક્સિંગ કેસ બાદ આંગડિયા પેઢીમાંથી ચાલતી પકડી લીધી હતી.

RR સાથે ગુજરાતના કયા-કયા સટ્ટોડિયા સામેલ

ક્રિકેટ સટ્ટાનો ધંધો આઈડી આધારિત થઈ ગયો હોવાથી તે બહોળા પ્રમાણમાં ફેલાયો છે. ગુજરાતમાં રાકેશ રાજદેવની સાથે ત્રણ બુકીઓ જોડાયેલા હોવાની વાતો સામે આવી છે. જેમાં ચિરાગ પરીખ ઉર્ફે જેકે ઉર્ફે ALEX PARKER, નરેશ ગાંધીધામ (Naresh Gandhidham) અને શ્વેતલ કાથી (Shwetal Kathi) ના નામનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યાનુસાર રાકેશ રાજદેવ સાથે 60-40 અને 70-30ના રેશિયોમાં આ ત્રણેય બુકી ક્રિકેટ સટ્ટા આઈડીના કામ કરે છે.

આ પણ વાંચો:  Cricket Betting : 5215 કરોડના હિસાબ સાથે સૌરભ ચંદ્રાકર ઉર્ફે મહાદેવનો ભાગીદાર ઝડપાયો

Tags :
Advertisement

.

×