Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એવું શું થયું કે દાંતીવાડા ડેમમાં એક જ પરિવારના 4 લોકોએ આપઘાત કરવો પડ્યો, જાણો

અહેવાલ - સચિન શેખલીયા પાલનપુર તાલુકાના નાની ભટામલ ગામના એક જ પરિવારના ચાર સભ્યોએ દાંતીવાડા ડેમમાં ઝંપલાવી સામૂહિક આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. જેમાં પતિ અને સસરા વાંક ગુના વિના અવાર નવાર મારઝૂંડ કરી તેમજ શારીરિક અને...
એવું શું થયું કે દાંતીવાડા ડેમમાં એક જ પરિવારના 4 લોકોએ આપઘાત કરવો પડ્યો  જાણો

અહેવાલ - સચિન શેખલીયા

Advertisement

પાલનપુર તાલુકાના નાની ભટામલ ગામના એક જ પરિવારના ચાર સભ્યોએ દાંતીવાડા ડેમમાં ઝંપલાવી સામૂહિક આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. જેમાં પતિ અને સસરા વાંક ગુના વિના અવાર નવાર મારઝૂંડ કરી તેમજ શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતા હોવાંથી સાસુ અને વહુએ પોતના બે નાના સંતાન સાથે રામનગર નજીક દાંતીવાડા ડેમમાં છલાંગ લાગવી પોતાની જીવન લીલા સંકેલી લેતા સમગ્ર પંથકમા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

પાલનપુર તાલુકાના નાની ભટામલ ગામની પરણીતા નયનાબા નારણસિંગ ચૌહાણ તેમની આઠ વર્ષની દીકરી સપનાબા અને પાંચ વર્ષના પુત્ર વિરમસિંગ તેમજ તેમના 55 વર્ષીય સાસુ કનુબા ગેનસિંગ ચૌહાણ સાથે ગત રોજ શનિવારના સવારે ઘરેથી કોઈને કહ્યા વિના ક્યાંક નીકળી ગયા હતા. અને મોડી સાંજે રામનગર નજીક આ ચારેય સભ્યોએ દાંતીવાડા ડેમ ઝંપલાવી આપઘાત કર્યો હતો. બીજી બાજુ મૃતકના પરિવાર અને સગાઓ દ્વારા આ ગુમ થયેલા સભ્યોની ભારે શોધખોળ હાથ ધરવામા આવી હતી. જેમાં સાંજના સમયે રામનગર નજીક દાંતીવાડા ડેમની પાળ પાસે ચપ્પલ અને લેડીઝ પાકીટ પડેલું જોવા મળતા બનાવ અંગે પોલીસને જાણ કરવામા આવતા પોલીસે દોડી આવી તરવૈયાઓની મદદ ગુમ ચારેય સભ્યોના મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

જોકે એક પરિવારના ચાર સભ્યોએ સામૂહિક આપઘાત કરતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. બનાવ અંગે મૃતક નયનાબા ચૌહાણના ભાઈ પ્રવિણસિંહ જગતસિંહ વાઘેલાએ આ સામૂહિક આપઘાત અંગે મૃતક નયનાબાના પતિ નારણસિંગ ચૌહાણ અને તેના સસરા ગેનસિંગ સ્વરૂપસિંહ ચૌહાણ વિરૂદ્ધ પાલનપુર તાલુકા પોલીસ મથકે મૃતકોને વાંકગુના વિના અવાર નવાર મારઝૂંડ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપી મરવા મજબૂર કર્યા હોવાની ફરિયાદ દાખલ કરાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.

મૃતકોના નામ

Advertisement

1. નયનાબા નારણસિંગ ચૌહાણ (માતા) ઉ.વ.30 વર્ષ
2. સપનાબા નારણસિંગ ચૌહાણ (પુત્રી) ઉ.વ.8 વર્ષ
3. વિરમસિંગ નારાયણસિંગ ચૌહાણ (પુત્ર) ઉ.વ.5 વર્ષ
4. કનુબા ગેનસિંગ ચૌહાણ (સાસુ) ઉ.વ.55 વર્ષ

આરોપીના નામ

1. નારણસિંગ ગેનસિંગ ચૌહાણ (પુત્ર)
2. ગેનસિંગ સ્વરૂપસિંગ ચૌહાણ (પિતા) બંને રહે.નાની ભટામલ તા.પાલનપુર

પોતાના બે સંતાન અને સાસુ સાથે દાંતીવાડા ડેમ આપઘાત કરવા અંગે મૃતક નયનાબાના ભાઈ પ્રવિણસિંહ વાઘેલાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેમની બહેન નયનાબાને તેના પતિ અને સસરા અવાર નવાર વાંક ગુના વિના મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મૂકતા તે પોતના પિયર ભાડલી કોઠા ગામે આવી જતી હતી. બાદમાં તેના સાસુ તેને સમજાવી સાસરે તેડી જતા હતા અને તેના સાસુ તેમના પતિને પુત્રવધુ પર ત્રાસ નહિ આપવા જણાવતા તો તેનો તેમનું માનતા નહિ અને તેમની સાસુને પણ મારઝૂડ કરી ત્રાસ ગુજારતા હતા.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.