ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભરુચ નગરપાલિકાના તંત્રના પાપે શહેર જળબંબાકાર...!

અહેવાલ--દિનેશ  મકવાણા,  ભરૂચ  વહેલી સવારથી ધોધમાર વરસાદથી ભરૂચ જળબંબોળ ફાટા તળાવથી ચાર રસ્તા સુધી ઘૂંટણ સમા પાણી.. ભરૂચ નગરપાલિકા દ્વારા કાંસ સફાઈમાં વેઠ ઉતારતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી જાહેર માર્ગો પર.. ગટરના પ્રદૂષિત પાણી માર્ગો ઉપરથી પસાર થતાં વાહનચાલકો અને...
02:25 PM Jul 09, 2023 IST | Vipul Pandya
અહેવાલ--દિનેશ  મકવાણા,  ભરૂચ 
વહેલી સવારથી ધોધમાર વરસાદથી ભરૂચ જળબંબોળ
ફાટા તળાવથી ચાર રસ્તા સુધી ઘૂંટણ સમા પાણી..
ભરૂચ નગરપાલિકા દ્વારા કાંસ સફાઈમાં વેઠ ઉતારતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી જાહેર માર્ગો પર..
ગટરના પ્રદૂષિત પાણી માર્ગો ઉપરથી પસાર થતાં વાહનચાલકો અને રાહદારીઓ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર..
ભરૂચમાં ફાટા તળાવથી ચાર રસ્તા સુધી અંડરગ્રાઉન્ડ બ્લોકવાળી ડ્રેનેજ લાઈન પાછળ કરોડોના આંધણ બાદ પણ જૈસે થે ની પરિસ્થિતિ..
ભરૂચ(Bharuch) શહેરમાં નગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે ભરૂચના અનેક વિસ્તારોમાં કાંસ સફાઈમાં વેઠ ઉતારવામાં આવતા અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાવો થઇ રહ્યો છે. ભરૂચના ફાટા તળાવથી ફુરજા ચાર રસ્તા સુધીમાં કરોડોનું આંધણ કર્યા બાદ પણ ગટરના અત્યંત ગંદા પ્રદૂષિત પાણી જાહેર માર્ગો ઉપરથી વહી રહ્યા છે જેના કારણે સ્થાનિકોએ ઘરમાં જ પુરાઈ રહેવાનો વારો આવ્યો છે
કરોડોના આંધણ બાદ પણ જાહેર માર્ગો ઉપર ઘૂંટણ સમા વરસાદી પાણી
ભરૂચ શહેર જિલ્લામાં ચોમાસાની ઋતુનો પ્રારંભ થતાં અનેક વિસ્તારોમાં દર ચોમાસાની ઋતુનું પુનરાવર્તન થઈ રહ્યું છે. ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ ઉપર ત્રણ કરોડના આંધણ બાદ પણ વરસાદી પાણીનો ભરાવો સર્જાઈ રહ્યો છે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ફાટા તળાવથી ચાર રસ્તા ફુરજા બંદર સુધી પણ કરોડોના ખર્ચે બ્લોકવાળી અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈન બનાવવામાં આવી છે છતાં પણ વરસતા વરસાદમાં ડ્રેનેજ લાઈન જામ થઈ જવાથી દર વર્ષની પરંપરા મુજબ ગટરના ગંદા પ્રદૂષિત પાણી જાહેર માર્ગો ઉપરથી વહી રહ્યા છે જેના કારણે સ્થાનિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કરોડોના આંધણ બાદ પણ જાહેર માર્ગો ઉપર ઘૂંટણ સમા વરસાદી પાણી વહેતા થતા જ ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થઈ રહ્યા છે. ગટરના પ્રદૂષિત પાણીમાં નાના બાળકોથી માંડી શાળા કોલેજે જતા લોકો અને નોકરિયાતોને પણ ગટરના ગંદા પાણીમાંથી પ્રસાર થવાનો વારો આવ્યો છે. કેટલાય લોકોએ તો પોતાના નાના બાળકોને ઘરમાં જ પૂરી રાખવા માટે મજબૂર બન્યા છે.
ભરૂચ નગરપાલિકાની વિકાસની પોલ ખુલ્લી પડી
 વિકાસની ગુલબાંગો ફૂંકતી ભરૂચ નગરપાલિકાની વિકાસની પોલ ખુલ્લી પડી રહી છે. વિકાસના કામોમાં ગોબાચારી સાથે ભ્રષ્ટાચાર થતો હોવાનો પણ આક્ષેપ વારંવાર સ્થાનિકો કરી રહ્યા છે. ભરૂચ નગરપાલિકા સંચાલિત સરદાર શોપિંગ સેન્ટરમાં સામાન્ય વરસાદમાં પણ વરસાદી પાણીનો ભરાવો સર્જાઈ રહ્યો છે ત્યારે વરસાદી પાણીના કાયમી નિકાલ માટેના કોઈ પ્રયાસ નગરપાલિકા કરી શકતી નથી.. વરસાદી પાણી ભરાવાના કારણે સરદાર શોપિંગ સેન્ટરના જમીનમાં રહેલા પાયા નબળા થાય અને શોપિંગ કોમ્પલેક્ષ ધસી પડે અને મોટી હોનારત સર્જાય તો તેનો જવાબદાર કોણ તેવા પ્રશ્નો પણ આજે લોકોમાં ચર્ચાસ્પદ બની ગયા છે
મોટા નાગોરીવાડમાં ખુલ્લી ગટરમાં સિલિન્ડર ભરેલો ટેમ્પો ખાબક્યો
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ખુલ્લી ગટરો પણ વાહન ચાલકોને રાહદારીઓ માટે જોખમકારક સાબિત થઈ ગઈ છે. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર -૨માં મોટા નાગોરીવાડ કબ્રસ્તાન નજીક જ ખુલ્લી ગટરો વરસાદી પાણીમાં વાહનચાલકોને નજરે ન પડતા ઘણા વાહન ચાલકો અને રાહદારીઓ ખુલ્લી ગટરમાં ખાબકી રહ્યા છે. સવારના સમયે વરસતા વરસાદમાં ગેસ સિલિન્ડર ભરેલો ટેમ્પો વરસાદી પાણીમાંથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ખુલ્લી ગટરમાં ટેમ્પાનું ટાયર ખાબકતા ગેસ સિલિન્ડર ભરેલો ટેમ્પો પલટી ગયો હતો. ચાલકને સામાન્ય ઈજા થઈ હતી પરંતુ આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ટેમ્પો માં રહેલા તમામ ગેસ સિલિન્ડરો વરસતા વરસાદમાં ટેમ્પામાંથી ખાલી કરી ટેમ્પાને બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા ત્યારે ખુલ્લી ગટરો કોઈ નિર્દોષનો જીવ લે તે પહેલા સ્થાનિક નગરસેવકો જાગૃત થઈ ખુલ્લી ગટરો બંધ કરાવે તે જરૂરી છે.
ક્યાં ક્યાં કરોડોનો ખર્ચ છતાં વરસાદી પાણીનો ભરાવો..
ભરૂચ શહેરની અનેક સોસાયટીમાં પણ આરસીસી રસ્તા બનાવવામાં આવ્યા છે . ભરૂચના કોલેજ રોડથી સંજયનગર કોલોની સુધી પણ વરસાદી પાણીનો ભરાવો થતા સોસાયટીના રહીશોને હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે ભરૂચમાં વિકાસના નામે હંમેશા વિનાશ થયો હોય તેવો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે.
આ પણ વાંચો---આ 3 REASON ના લીધે સમગ્ર ભારતમાં અતિ ભારે વરસાદ….! વાંચો આ અહેવાલ
Tags :
BharuchBharuch Municipalityheavy rainMonsoonMonsoon 2023waterlogging
Next Article