vav assembly: ‘ઇચ્છા નહીં હક્ક જ અમારો હતો’ Gujarat First સાથેની વાતચીતમાં Thakarshi નો ધડાકો
- ઠાકરસી રબારી એ કહ્યું કે, ‘મારો હક્ક હતો ટિકિટનો’
- શું ચૂંટણીના પરિવાણોનું સમીકરણ બદલાશે?
- 15 વર્ષથી અમારૂ ગ્રાઉન્ડ હતું અમે મહેનત કરી હતીઃ ઠાકરસી રબારી
vav assembly by-elections: બનાસકાંઠામાં વાવ વિધાનસભા (vav assembly) બેઠકને લઈને પેટા ચૂંટણી યોજાઈ રહીં છે. આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. જેમાં કોંગ્રેસ દ્વારા ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપવામાં આવી છે. પરંતુ આ સિવાય જે નેતાઓ ટિકિટ માટે લાયક હતા તેમના મનમાં ક્યાંક નિરાશા છવાઈ હોય તેવું લાગીં રહ્યું છે. ઠાકરસી રબારી એ કહ્યું કે, ‘મારો હક્ક હતો ટિકિટનો’. એવું લાગી રહ્યું છે કે, ક્યાં ચૂંટણીના પરિવાણોનું સમીકરણ બદલાઈ શકે છે.
Banaskantha Vav By Election : Gujarat First સાથેની વાતચીતમાં Thakarshiનો ધડાકો | Gujarat First#Gujarat #VavByElection #Congress #ThakarshiRabari #Gulabsinh #PoliticalDispute #CandidateRights #ElectionDrama #PollingDay #PoliticalTension #Gfcard #Gujaratfirst pic.twitter.com/pSFft55hef
— Gujarat First (@GujaratFirst) October 25, 2024
આ પણ વાંચો: વાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર, ગુલાબસિંહ રાજપૂતને મળી ટિકિટ
15 વર્ષથી અમારૂ ગ્રાઉન્ડ હતું અમે મહેનત કરી હતીઃ ઠાકરસી રબારી
આ બાબતે ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા ઠાકરસી રબારીએ કહ્યું કે, ‘ઇચ્છા નહીં હક્ક જ અમારો હતો. 15 વર્ષથી અમારૂ ગ્રાઉન્ડ હતું અમે મહેનત કરી હતી.’ ગુલાબસિંહનું નામ નક્કી જ છે, ‘એક મહિના પહેલા નક્કી જ હતું, તો મારે હવે ફોર્મ ભરવાનું નથી.’ જો કે, ઠાકરસી રબારીએ કહ્યું કે, તેઓ ગુલાબસિંહ રાજપૂતને પૂરો સપોર્ટ કરવાના જ છે. પરંતુ ક્યાક તેમના મનમાં નિરાશા વ્યાપી હોય તેવું પણ લાગી રહ્યું છે. જેમણે 15 વર્ષથી મહેતન કરી હોય અને પક્ષ ટિકિટ ના આપે તો સ્વાભાવિક છે કે દુઃખ લાગવાનું છે. તો હવે જોવાનું એ રહેશે કે શું આ બેઠક પર સમીકરણ બદલાશે?
આ પણ વાંચો: Maharashtra Elections : શાહનો કડક સંદેશ, બળવાખોરોને ગઠબંધનમાં કોઈ સ્થાન નહીં
કોંગ્રેસે પોતાની ઉમેદવારની કોઈ જાહેરાત કરી દીધી
બનાસકાંઠાના વાવ વિધાનસભા (Vav Assembly) મતક્ષેત્રમાં પેટા ચૂંટણીની પ્રક્રિયામાં રજિસ્ટ્રેશન માટે આજે છેલ્લો દિવસ છે. વાવ બેઠક (Vav Assembly)ને લઈને કોંગ્રેસે પોતાની ઉમેદવારની કોઈ જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે વાવ બેઠક પર ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે. તેમના નામની સત્તાવાર રીતે જાહેરાત કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: ચૂંટણી ટાણે Maharashtra Politicsમાં ગરમાવો, આ નેતા જોડાયા NCP માં