Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વસંતપંચમી નિમિત્તે ગોંડલમાં "Vanche Gondal" કાર્યક્રમને મળી ભવ્ય સફળતા

વસંતપંચમી પર્વ પર ગોંડલમાં "વાંચે ગોંડલ" (Vanche Gondal) અનોખા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ (Gondal Forest Youth Club) અને સાહિત્ય વર્તુળ ગોંડલ દ્વારા શ્રી ભગવતભૂમિ ગોંડલ ખાતે એક વિશિષ્ટ કાર્યક્રમ "વાંચે ગોંડલ" (Vanche Gondal) નું આયોજન કરવામાં...
વસંતપંચમી નિમિત્તે ગોંડલમાં  vanche gondal  કાર્યક્રમને મળી ભવ્ય સફળતા

વસંતપંચમી પર્વ પર ગોંડલમાં "વાંચે ગોંડલ" (Vanche Gondal) અનોખા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ (Gondal Forest Youth Club) અને સાહિત્ય વર્તુળ ગોંડલ દ્વારા શ્રી ભગવતભૂમિ ગોંડલ ખાતે એક વિશિષ્ટ કાર્યક્રમ "વાંચે ગોંડલ" (Vanche Gondal) નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સતત 1 કલાક વાંચન કરનાર 500 થી વધુ વડીલો, યુવાનો અને યુવતીઓ જોડાયા હતા. અને તમામને સરપ્રાઈઝ ગિફ્ટ (Surprise Gift) આપવામાં આવી હતી.

Advertisement

સોશિયલ મીડિયા (Social Media) અને રિલ્સ (Reels) ના વર્તમાન સમયમાં યુવાનોમાં પુસ્તક વાંચનનું પ્રમાણ ખૂબ જ નહિવત થઈ ગયુ છે. લોકો વાંચનથી વિમુક્ત થઈ રહ્યા છે. ગોંડલના લોકો અને વિદ્યાર્થીઓમાં વાંચન સંસ્કારના બીજ રોપાય તેવા શુભ આશયથી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તા.14 મી ફેબ્રુઆરી બુધવારે ગોંડલની સમૃદ્ધ શ્રી ભગવતસિંહજી લાઈબ્રેરી ખાતે લાઈબ્રેરીમાંથી કોઈપણ પુસ્તકનું 1 કલાક માટે વાંચન કરે તેમને આયોજકો તરફથી સરપ્રાઈઝ કીટ (Surprise Kit) ની ભેંટ આપવામાં આવી હતી. લાઈબ્રેરીમાં વાંચનનો સમય સવારે 10 થી 12 અને બપોરે 4 થી 6 નો રાખવામાં આવ્યો હતો.

Advertisement

ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ (Gondal Forest Youth Club) અને સાહિત્ય વર્તુળ ગોંડલ દ્વારા લોકોને આ અનોખા કાર્યક્રમમાં ભાગ લેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવેલ હતું. શાળા સંચાલકોને અપીલ કરવામાં આવી છે કે વાંચન સંસ્કાર ઘડતર અનોખા કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે. કાર્યક્રમ સફળ બનાવવા હિતેશ દવે, ડો.દિપક લંગાળીયા, આર.ડી.મહેતા, મનીષ સોજીત્રા, ડો.સુધાંશુ મોરડીયા, દિપક ભટ્ટ, ડો.પ્રો અનુપમા ભટ્ટ, મનસુખભાઇ અગ્રાવત, કિરણબેન દવે જહેમત ઉઠાવી હતી.

Advertisement

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો - જામનગર: લાલપુર પંથકમાં અકસ્માત સર્જાયો, એકનું મોત10 થી વધુ ઇજાગ્રસ્ત

આ પણ વાંચો - Ambaji : આજે અંબાજીની મુલાકાતે CM ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના તમામ સભ્યો પણ રહેશે હાજર!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.