Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VALSAD : સાસુએ પોતાના જમાઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી

VALSAD : વલસાડ (VALSAD) જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનમાં એક સાસુએ પોતાના સગા જમાઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. VALSAD માં  નરાધમ બનાવીએ પોતાની સગીર સાળી પર અવારનવાર દુષ્કર્મ આચારવાની સાસરીયા પક્ષને જાણ થતા સાસુએ જમાઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે....
valsad   સાસુએ પોતાના જમાઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી

VALSAD : વલસાડ (VALSAD) જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનમાં એક સાસુએ પોતાના સગા જમાઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. VALSAD માં  નરાધમ બનાવીએ પોતાની સગીર સાળી પર અવારનવાર દુષ્કર્મ આચારવાની સાસરીયા પક્ષને જાણ થતા સાસુએ જમાઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. આથી પોલીસે નરાધમ જમાઈની ધરપકડ કરી તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગત મુજબ મૂળ અંકલેશ્વરની એક સગીરા પારડીના એક ગામમાં રહેતી તેની મોટી બહેનના ઘરે અભ્યાસ કરવા આવી હતી.

Advertisement

સગીરા પર તેના જ સગા બનેવીએ દાનત બગાડી

બેહેનના ઘરે રહી અને અભ્યાસ કરતી આ સગીરા પર તેના જ સગા બનેવીએ દાનત બગાડી હતી.અને તેને લગ્નની લાલચ આપી હવસનો શિકાર બનાવી હતી. આ નરાધમે છ- છ મહિના સુધી તેના પર અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. જેની જાણ પત્ની એટલે કે પીડિતાની મોટી બહેનને થઈ ગઈ હતી. આથી પરિવારમાં ઝઘડો થયો હતો. ત્યારબાદ પીડિત સગીરાને તેની બહેને અંકલેશ્વર મોકલી આપી હતી.

સાસરિયાઓએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો

જોકે તેમ છતાં હવસખોર જીજાએ સગીરાનો પીછો ન છોડતા સાસરિયાઓએ તેને બહુ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો .જોકે હવસમાં અંધ બનેલા આ જીજાએ સાસરિયાઓને પણ ધમકી આપી હતી. સગીરા ને અવારનવાર પરેશાન કરવા નું ચાલુ જ રાખ્યું હતું. આથી સાસુએ જ જમાઈને સબક શીખવવા પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે હવે આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - Surat : સુરતની પીપોદરા GIDC માં કારીગરોનો હોબાળો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Advertisement

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.