VADODARA : આગ અને ગરમી સામે રક્ષણ પૂરૂ પાડે તેવા રેડી મિક્ષ પ્લાસ્ટરની શોધ કરાઇ
VADODARA : વડોદરા (VADODARA) ના યુવાને આગ અને ગરમી સામે રક્ષણ પૂરૂ પાડે તેવા રેડી મિક્ષ પ્લાસ્ટર (UNIQUE READYMIX PLASTER) ની શોધ કરી છે. શોધકર્તાનો દાવો છે કે, આ પ્રકારે કાર્ય કરતું વિશ્વામાં પ્રથમ અનોખું પ્લાસ્ટર છે. હાલ, યુવકે આ પ્રોડક્ટની સ્ટાર્ટ અપ ઇન્ડિયા, એમએસએમઇ સાથે નોંધાણી કરાવી છે. અને હવે તેની પેટન્ટ લેવા માટેની દિશામાં આગળ કામગીરી આરંભી છે. આગ અકસ્માત સમયે તેને ફેલાતી રોકવા તથા સામાન્ય દિવસોમાં તાપમાન જાળવી રાખવા માટે આ શોધ મહત્વની હોવાનું માનવામાં આવી રહ્યું છે.
સુરતના તક્ષશિલા કાંડ બાદ તેમનું હ્રદય દ્રવી ઉઠ્યું
વડોદરાના વસંત મૂંગરા સાયન્સમાંથી ભણતરનું બેકગ્રાઉન્ડ ધરાવે છે. તેમનું કોલેજ કાળનું ભણતર તેમણે રાજકોટમાંથી પૂર્ણ કર્યું છે. બાદમાં તેઓ ઔદ્યોગિક એકમોમાં કામ અર્થે જોડાયા હતા. દરમિયાન સુરતના તક્ષશિલા કાંડ (surat takshashila fire accident) બાદ તેમનું હ્રદય દ્રવી ઉઠ્યું હતું. અને તેમના મનમાં આ વિચાર સ્ફૂર્યો હોવાનું તેમણે જણાવ્યું છે. આ રેડી મિક્ષ પ્લાસ્ટરને તેમણે સત્વ ફાયર પ્લાસ્ટ નામ આપ્યું છે. આ શોધ પાછળનું એક મુખ્ય કારણ તે પણ છે કે, આગ અકસ્માત સમયે માનવ જીવનની સુરક્ષઆ થઇ શકે. સત્વ ફાયર પ્લાસ્ટને તૈયાર કરવા પાછળ ત્રણ વર્ષની મહેતન લાગી છે. તેના પર વિવિધ પ્રયોગો-પરિક્ષણ કરીને ફાઇનલ પ્રોડક્ટ બજારમાં મુકવામાં આવ્યું છે.
એસીનો વપરાશ ઘટાડવાનું કારણ બની શકે
સાથે જ સત્વ ફાયર પ્લાસ્ટની અન્ય એક ખાસીયત બિલ્ડીંગનું તાપમાન જાળવી રાખવાનું છે. આજકાલ સામાન્ય ઓફીસોથી લઇને મોટા મોટા કોર્પોરેટ હાઉસમાં એસીના વપરાશનું ચલણ ભારે વધ્યું છે. ત્યારે સત્વ ફાયર પ્લાસ્ટ તાપમાન જાળવી રાખવામાં મદદ કરતું હોવાથી તે એસીનો વપરાશ ઘટાડવાનું કારણ પણ બની શકે, તેવો દાવો વસંત મૂંગરા દ્વારા કરવામાં આવ્યો છે.
ઉત્પાદનને વર્ષ 2024 માં વાઇબ્રન્ટ ગુજરાતમાં પણ રજુ કરવામાં આવ્યું હતું
આખરમાં વસંત મૂંગરા જણાવે છે કે, આ પ્લાસ્ટરનો આર્મી જવાનોના બંકરો, કોલ્ડ સ્ટોરેજ, સ્મશાનમાં દહન માટેની ભઠ્ઠી ઓ તથા અન્યત્રે તેનો ઉપયોગ ભારે લાભપ્રદ છે. આ ઉત્પાદનને વર્ષ 2024 માં વાઇબ્રન્ટ ગુજરાતમાં પણ રજુ કરવામાં આવ્યું હતું. જ્યાં તેની સરાહના કરવામાં આવી હોવાનું શોધકર્તાએ જણાવ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદૃષ્ટિ અને કલ્પનાને સાકાર કરતું "સેન્ટ્રલ બસ પોર્ટ"