Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એન્ટી ઇન્કબન્સી? આ નેતાઓની ડિક્ષનેરીમાં આ વર્ડ જ નથી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)ના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બચ્યા છે અને રાજકીય પક્ષો (Political Parties) અને તેમના ઉમેદવારો (Candidate) જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. જો કે જેમ જેમ ચૂંટણી પ્રચાર આગળ ધપી રહ્યો છે તેમ તેમ રસપ્રદ સમાચારો પણ આવી રહ્યા છે. ગુજરાતના કેટલાક નેતાઓ એવા પણ છે કે જે છેલ્લી પાંચ ટર્મથી સાત ટર્મ સુધી સતત જીતતા આવ્યા છે અને તેઓ પોતાના મતવિસ્તારમાં અજેય ગણાઇ રહ્યા છે. આ વખà
એન્ટી ઇન્કબન્સી   આ નેતાઓની ડિક્ષનેરીમાં આ વર્ડ જ નથી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)ના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બચ્યા છે અને રાજકીય પક્ષો (Political Parties) અને તેમના ઉમેદવારો (Candidate) જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. જો કે જેમ જેમ ચૂંટણી પ્રચાર આગળ ધપી રહ્યો છે તેમ તેમ રસપ્રદ સમાચારો પણ આવી રહ્યા છે. ગુજરાતના કેટલાક નેતાઓ એવા પણ છે કે જે છેલ્લી પાંચ ટર્મથી સાત ટર્મ સુધી સતત જીતતા આવ્યા છે અને તેઓ પોતાના મતવિસ્તારમાં અજેય ગણાઇ રહ્યા છે. આ વખતે પણ તેઓ ચૂંટણી લડી રહ્યા છે પણ પરિણામ વિશે સૌની ઉત્સુક્તા જોવા મળી રહી છે. 
આ એવા નેતાઓ છે કે જેમને એન્ટી ઇન્કબન્સી નડી જ નથી. તેમને જ્યારે પણ પક્ષ ટિકિટ આપે તેઓ ચૂંટણી જીતી જાય છે. આ નેતાઓ પૈકી કેટલાકને આ વખતે પક્ષે ટિકિટ આપી છે તો કેટલાકને ટિકિટ ના મળતાં તેમણે અપક્ષ તરીકે ઝંપલાવ્યું છે. 
યોગેશ પટેલ
વડોદરાના યોગેશ પટેલ એવા નેતા છે કે તેઓ કોઇ પણ પક્ષમાંથી ચૂંટણી લડે તો તેઓ જીતી શકે તેમ છે. આ વખતે યોગેશ પટેલને રિપિટ કરવા કે અન્ય કોઇને ચાન્સ આપવો તે વિશ ભાજપમાં ભારે મથામણ ચાલી હતી અને છેક છેલ્લી ઘડી સુધી મનોમંથન ચાલ્યા બાદ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે તેમનું નામ જાહેર થયું હતું. ભાજપે પોતાના તમામ નિયમોને નેવે મુકીને તેમને ટિકિટ આપવી પડી છે. વડોદરાની માંજલપુર બેઠકમાંથી તેઓ હાલ ચૂંટણી લડી રહ્યા છે અને આ જ બેઠક પર તેઓ બે ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. અગાઉ તેઓ વડોદરાના રાવપુરા વિધાનસભા બેઠક પરથી પાંચ ટર્મ સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 1946માં જન્મેલા યોગેશ પટેલ તમને વડોદરાના જ્યુબીલી બાગ વિસ્તારમાં રસ્તા પર બાંકડા પર બેઠેલા અને લોકોની સમસ્યા સાંભળતા અચૂક જોવા મળે. તેઓ ત્યાં જ આવેલી અમદાવાદી પોળમાં રહે છે. તેમના સંતાનો વિદેશ સ્થાઇ થયેલા છે અને તેઓ વર્ષોથી રાજકારણ સાથે સમાજસેવા કરી રહ્યા છે. 1990માં તેઓ પહેલી ચૂંટણી રાવપુરા બેઠક પરથી લડ્યા બાદ 2017 સુધી સતત ચૂંટાતા આવ્યા છે. ફી આંદોલન હોય કે વિધ્યાર્થીઓના પ્રશ્નો હોય કે પછી લોકોના પ્રશ્નો હોય તેઓ હંમેશા અવાજ ઉઠાવતા નજરે પડે છે અને સરકાર સામે પણ બાંયો ચડાવે છે.આ વખતે તેઓ 8મી વખત ચૂંટણી લડી રહ્યા છે. આ વખતે તેમના પરિણામ પર સૌની નજર છે. 
મધુશ્રીવાસ્તવ
વડોદરાની વાઘોડીયા બેઠકના ભાજપના ધારાસભ્ય મધુશ્રીવાસ્તવ પણ સાતમી વખત ચૂંટણી લડી રહ્યા છે. જો કે આ વખતે તેમને ભાજપે ટિકિટ આપી નથી તેથી તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. દબંગ અને બાહુબલી તરીકેની છાપ ધરાવતા મધુશ્રીવાસ્તવ પણ 1998થી સતત ચૂંટાતા આવ્યા છે. 1995માં તેઓ વાઘોડીયા બેઠક પર અપક્ષ તરીકે ચૂંટાયા બાદ તેમનો વિજય રથ અવિરતપણે ચાલી રહ્યો છે પણ આ વખતે શું થશે તેની પર સૌની નજર છે. 6 ટર્મથી મધુશ્રીવાસ્તવ ચૂંટાતા આવ્યા છે. તેઓ 1982માં વડોદરા મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે અપક્ષ ચૂંટાયા હતા અને 1995માં અપક્ષ તરીકે વાઘોડીયા બેઠકના ધારાસભ્યની ચૂંટણી જીતી હતી. ત્યારબાદ 1998માં ભાજપમાં જોડાયા બાદ તેઓ સતત ચૂંટાતા આવ્યા છે. આ વખતે ટિકિટ ના મળતાં  તેઓ બળવો કરીને  અપક્ષ લડી રહ્યા છે અને તેઓ જીતશે કે હારશે તેની પર સૌની નજર રહી છે. 

કેશુભાઇ નાકરાણી
આવા જ બીજા એક નેતા ગારીયાધાર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કેશુભાઇ નાકરાણી છે.  તેમણે 1995માં પહેલીવાર વિધાનસભાની ચૂંટણી લડી હતી. ત્યારબાદ તેઓ સતત ચૂંટાતા આવ્યા છે. તેમણે ગારીયાધાર બેઠક પર સતત ચૂંટાઇને 1995થી 2017 સુધી આ બેઠકને ભાજપનો ગઢ બનાવ્યો છે. ભાજપે આ વખતે પણ તેમને ફરી એક વાર રિપિટ કર્યા છે. તેઓ ખેતી અને સમાજસેવા સાથે સંકળાયેલા છે. તેઓ એક વાર મંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે. આ વખતે પણ તેમની પર નજર મંડાઇ છે. 
પુરસોત્તમ સોલંકી
ભાવનગર ગ્રામ્ય બેઠકના ભાજપના ઉમેદવાર પુરસોત્તમ સોલંકી પણ આવા જ એક નેતા છે જે સતત 6 ટર્મથી ચૂંટાતા આવ્યા છે અને હવે આ વખતે સાતમી વખત ચૂંટણી લડી રહ્યા છે. ઇલેકટ્રીકલ એન્જિનયર એવા પુરસોત્તમ સોલંકી મુંબઇમાં પણ નગર સેવક હતા. તેઓ ભાઇ તરીકેની પણ છબી ધરાવે છે પણ કોળી સમાજના લોકપ્રિય આગેવાન છે. તેઓ વર્ષોથી પોતાની બેઠક પર પકડ ધરાવે છે. 1995માં ભાજપે ઘોઘા બેઠક પર તેમને ટિકિટ આપી તો તેઓ જીતી ગયા હતા. 2007 સુધી તેઓ ઘોઘાથી ચૂંટણી લડ્યા હતા અને ત્યારબાદ નવા સીમાંકનના પગલે 2012થી ભાવનગર ગ્રામ્ય બેઠક પર ચૂંટણી લડ્યા હતા. આ બેઠક પર પણ તેઓ સતત જીતતા આવ્યા છે. તેઓ અને તેમના ભાઇ બંને રાજકારણમાં છે. 
પંકજ દેસાઇ
ભાજપના પંકજ દેસાઇ પણ 1998થી સતત ચૂંટણી લડી રહ્યા છે. 1985માં રાજકારણમાં જોડાયા બાદ તેઓ 1998માં નડિયાદ બેઠક પરથી  ભાજપના ધારાસભ્ય બન્યા હતા અને ત્યારબાદ તેઓ સતત 5 ટર્મથી આ બેઠક પર જીતતા આવ્યા છે. તેઓ દંડક તરીકે પણ કામગિરી બચાવી ચુક્યા છે. 2010થી તેઓ વિધાનસભા દંડક તરીકેની ફરજ બજાવી રહ્યા છે. તેઓ સતત તેમના વિસ્તારમાં જોવા મળે છે અને પાંચ ટર્મ બાદ પણ પક્ષે તેમને ફરી એક વાર ટિકિટ આપી છે. 

પબુભા માણેક
દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક 34 વર્ષની ઉંમરે ધારાસભ્ય બન્યા હતા. તેઓ 1990થી સતત ચૂંટાતા રહ્યા છે અને આ વખતે આઠમી વખત ચૂંટણી લડી રહ્યા છે. ભુતકાળમાં મંત્રી રહી ચુકેલા પબુભા માણેક ત્રણ વખત અપક્ષ અને એક વખત કોંગ્રેસ અને ભાજપમાંથી  ત્રણ વખત જીત્યા હતા.1990થી તેમણે રાજકારણમાં ઝંપલાવી અપક્ષ તરીકે ત્રણ વખત વિજય મેળવ્યો હતો. 2002માં કોંગ્રેસમાંથી જીત્યા હતા અને ત્યારબાદ 2007થી ભાજપમાંથી જીતતા આવ્યા છે. આ વખતે તેઓ ફરીથી એક વાર ચૂંટણી લડી રહ્યા છે. 
છોટુ વસાવા
ઝઘડીયાના છોટુ વસાવા પણ અજેય નેતાની છબી ધરાવે છે. તેઓ તેમના ઝઘડીયા મતવિસ્તારમાં સતત સાત ટર્મથી ચૂંટાતા આવ્યા છે. વારસામાં રાજકારણ મેળવનારા છોટુ વસાવા 1985માં પહેલી વખત ચૂંટણી લડ્યા હતા પણ 1990માં જનતાદળની ટિકિટ પર ચૂંટાયા હતા. તેઓ જનતા પાર્ટી, જનતા દળ, અપક્ષ, જનતાદળ યુનાઇટેડ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના સિમ્બોલ પર ચૂંટાયા છે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.