Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બટાટાના સ્ટાર્ચમાંથી બાયો પ્લાસ્ટીક બનાવવાનું રીસર્ચ કરવામાં આવી રહયું છે

ગુજરાત રાજ્ય દિવસે ને દિવસે વિકાસ તેમજ નવા સંશોધનમાં હરણફાળ ગતિએ આગળ વધી રહ્યું છે રાજ્યમાં નવા નવા સંશોધનો કરવામાં વેગ પકડ્યું છે  ત્યારે પાટણ યુનિવર્સિટીમાં બાયો પ્લાસ્ટિક બનાવવાનું નવું સાહસ કરાઈ રહ્યું છે  વાત કરીએ તો વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણની સમસ્યાથી દેશ અને દુનિયા ચિંતિત છે . અત્યારે વરસે દહાડે એક લાખ ૫૦ હજાર કિલોગ્રામ પ્લાસ્ટિક નીકળે છે . વર્ષ ૨૦૫à
બટાટાના સ્ટાર્ચમાંથી બાયો પ્લાસ્ટીક બનાવવાનું રીસર્ચ કરવામાં આવી રહયું છે
Advertisement
ગુજરાત રાજ્ય દિવસે ને દિવસે વિકાસ તેમજ નવા સંશોધનમાં હરણફાળ ગતિએ આગળ વધી રહ્યું છે રાજ્યમાં નવા નવા સંશોધનો કરવામાં વેગ પકડ્યું છે  ત્યારે પાટણ યુનિવર્સિટીમાં બાયો પ્લાસ્ટિક બનાવવાનું નવું સાહસ કરાઈ રહ્યું છે  વાત કરીએ તો વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણની સમસ્યાથી દેશ અને દુનિયા ચિંતિત છે . અત્યારે વરસે દહાડે એક લાખ ૫૦ હજાર કિલોગ્રામ પ્લાસ્ટિક નીકળે છે . વર્ષ ૨૦૫૦ સુધીમાં જે વધીને ૭૬૧ મેટ્રીક ટન થવાનો અંદાજ છે .ત્યારે પર્યાવરણને નુકશાન ન થાય તે માટે ઓછા ગ્રેડવાળા બાયો પ્લાસ્ટિક બનાવવા માટે ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મીશન દ્વારા પાટણ યુનિવર્સિટીના લાઇફ સાયન્સ વિભાગના ડો.આશીષ પટેલને રૂા .૪૭ લાખનો રીસર્ચ પ્રોજેકટ આપવામાં આવ્યો છે . આ પ્રોજેકટથી પર્યાવરણનું જતન અને તેની જાળવણી થશે .
પાટણ  સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના લાઇફ સાયન્સ વિભાગ ખાતે ડો . આશીષ પટેલ અને તેમની રિસર્ચ ટીમ તેમની લેબોરેટરીમાં પર્યાવરણની જાળવણી માટે બટાટાના સ્ટાર્ચમાંથી બાયો પ્લાસ્ટીક બનાવવાનું રીસર્ચ કરવામાં આવી રહયું છે . બટાટાના સ્ટાર્ચમાંથી બનાવેલ  બાયો પ્લાસ્ટીક માત્ર એકજ અઠવાડીયામાં નાશ પામે છે જો કે હાલમાં વપરાતા સાદા પ્લાસ્ટીકને કુદરતી રીતે નાશ પામવામાં ૪૦૦ વર્ષનો સમય લાગે છે .જેને કારણે આજે પર્યાવરણને નુકશાન થઇ રહયુ છે .ત્યારે પર્યાવરણને નુકશાન ન થાય તે માટે પાટણ યુનિવર્સિટીની રીસર્ચ લેબોરેટરીમાં ઇતિહાસમાં પ્રથમવાર બાયો પ્લાસ્ટીક બનાવવાનું સંશોધન કરવામાં આવી રહયું છે .પર્યાવરણ અને તેના જતનના નુકશાનને અટકાવવા બટાકાના સ્ટાર્ચમાંથી ઓછા ગ્રેડવાળા બાયો પ્લાસ્ટીક બનાવવામાં આવશે .
સમગ્ર ભારતમાં બટાકાનું હબ ગણાતા ડીસામાં બટાકાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે .જેને કારણે ખેડૂતોને પુરતા ભાવ પણ મળતા નથી . ત્યારે જો બટાકાના સ્ટાર્ચ માંથી બાયોપ્લાસ્ટિક બનાવવામાં આવે તો ખેડૂતોને તેના પુરતા ભાવ પણ મળશે અને પર્યાવરણને પણ બચાવી શકાશે . બાયો પ્લાસ્ટીક માત્ર એકજ અઠવાડીયામાં પર્યાવરણમાં કુદરતી રીતે નાશ પામતુ હોવાથી માનવજીવન અને પર્યાવરણ પર તેની કોઇ આડ અસર થતી નથી તેવું રીસર્ચ લેબોરેટરીના ડો.આશીષ પટેલે જણાવ્યું છે . નોંધનીય છે કે પાટણ યુનિવર્સિટીના લાઇફ સાયન્સ વિભાગને મળેલા ૪૭ લાખ રુપિયાના પ્રોજેકટમાં યુનિવર્સિટીના લોગાવાળી પ્રથમ પ્લાસ્ટીકની બેગ બનાવવામાં આવશે . આ ઉપરાંત આ બાયો પ્લાસ્ટીકનો ઉપયોગ શોપીંગ બેગ , સ્પોર્ટસ ના સાધનો ,  દવા માટે ની કેપ્સુલ ની કેપ  , ઇન્જેકટ ટેબલ , કોસ્મેટીક પ્રોડકશન , કપડા સહિત અન્ય ચીજવસ્તુઓના ઉપયોગમાં પણ મહત્વનો ભાગ ભજવશે . આ પ્રોજેકટનું સંશોધન અંદાજે ૩ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે .
આ અંગે યુનિ ના આશિષ પટેલે જણાવ્યું હતુ કે હાલના સમયમાં પ્લાસ્ટિકની માંગ ખુબ જ ઝડપ થી વધી રહી છે , જે પર્યાવરણ માટે અને સમગ્ર માનવજાત માટે ખુબ જ નુકશાન કારક છે . દુનિયામાં અત્યારે ૧૫૦ મેટ્રિક ટન એટલે કે અંદાજે ૧,૫૦,૦૦૦ કિલોગ્રામ પ્લાસ્ટિક એક વર્ષમાં નીકળે છે . જે વધીને ૨૦૫૦ સુધીમાં ૭૬૧ મેટ્રિક થવાનો અંદાજ છે . જેના માટે થઇ ને ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન ( જી.એસ.બી.ટી.એમ. ) દવારા  મને રૂ. ૪૭ લાખ  નો રીસર્ચ પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે . જે અત્યાર સુધીમાં યુનિવર્સીટીને મળેલા રીસર્ચ પ્રોજેક્ટમાં સૌથી મોટો છે . ભારત માં ડીસા  એ બટેટાનું સૌથી વધુ ઉત્પાદન કરે છે . જેના લીધે ઘણીવાર ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા , તો આ બટેટાના સ્ટાર્ચમાંથી જો પ્લાસ્ટિક બનાવામાં આવે તો તેમને પૂરતા ભાવ પણ મળે અને પર્યાવરણ ને પણ બચાવી શકાય . 
આ બાયોપ્લાસ્ટિક એક જ અઠવાડિયામાં પર્યાવરણ માં કુદરતી રીતે નાશ પામે છે અને તેની પર્યાવરણ તેમજ માનવો ઉપર કોઈ આડઅસર થતી નથી . તેમના જણાવ્યા પ્રમાણે હાલમાં બાયો પ્લાસ્ટિક નો કાચો માલ આપણે ચીનથી આયાત કરીએ છીએ . જો આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ થશે તો આવનારા સમયમાં આપણે ભારતની અંદરજ બાયો પ્લાસ્ટિકના કાચા માલનું નિર્માણ કરી શકશું અને સ્વચ્છ ભારત તરફ મોટું પગલું ભરી શકશું . યુનિવર્સિટીમાં બટાકા માંથી બાયો પ્લાસ્ટિક બનાવવા નું સંશોધન કરી રહેલ લાઇફ સાયન્સ ની ટીમ દ્વારા હાલમાં બટાકા માંથી બેઝિક બાયો પ્લાસ્ટિક બનાવવામાં સફળતા હાંસલ કરી છે. ત્યારે હવે સરકારને મળેલા પ્રોજેક્ટ  માંથી આગામી ત્રણ વર્ષમાં બાયો પ્લાસ્ટિક ના અલગ અલગ બનાવવા માટે સંશોધન કરી બાયો પ્લાસ્ટિક ની પ્રોડક્ટ બનાવવાની કામગીરી હાથ ધરશે .જો પ્રોજેક્ટ ને સફળતા મળશે તો ભવિષ્યમાં જે પ્લાસ્ટિક ની સમસ્યા ઊભી થઈ છે તેમાંથી લોકોને મુક્તિ મળશે અને પર્યાવરણનું જતન પણ થઈ શકશે .
Tags :
Advertisement

Related News

featured-img
video

Brijraj Gadhvi અને Devayat Khavad નો ક્યારે અટકશે વિવાદ? વધુ એક Video Viral

featured-img
video

Rajkot માં SOG Police એ દરોડા પાડી 800 કિલો પનીરનો જથ્થો ઝડપ્યો

featured-img
video

Amreli Letter Kand । Reshma Solanki ની Congress ના આગેવાનોને ટકોર

featured-img
video

Gandhinagar : CM Bhupenddra Patel નાં હસ્તે Global Patidar બિઝનેસ સમિટનો શુભારંભ

featured-img
video

Gujarat નાં Finance Minister Kanubhai Desai આ દિવસે રજૂ કરશે બજેટ!

featured-img
video

HMPV Virus ને લઈ Morari Bapu ની લોકોને સલાહ

×

Live Tv

Trending News

.

×