ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

VADODARA : વડોદરાના યુવકનું મુંબઇમાં અપહરણ, દોઢ કરોડ પડાવ્યા

VADODARA : યુવક પર દુષકર્મની ફરિયાદ બાદ પાંચ રાજ્યોની પોલીસ તેને શોધી રહી છે. મિનિસ્ટ્રી માં ગોઠવણ માટે રૂ. 12 કરોડ માંગવામાં આવ્યા હતા
10:59 AM Mar 20, 2025 IST | PARTH PANDYA
featuredImage featuredImage

VADODARA : વડોદરાના યુવકનું મુંબઇમાં અપહરણ કરીને તેના પિતા પાસેથી રૂ. 12 કરોડની માંગણી કરવામાં આવી હતી. યુવકે મહિલા સાથે દુષકર્મ આચર્યું હોવાની ફરિયાદ કરી છે. અને પાંચ રાજ્યોની પોલીસ તેને શોધી રહી છે. મિનિસ્ટ્રી માં ગોઠવણ કરાવવા માટે રૂ. 12 કરોડની માંગણી કરવામાં આવી હતી, અને જો તે પૂર્ણ ના થાય તો યુવકને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. આખરે યુવકના પિતાએ દોઢ કરોડ આપ્યા હતા, ત્યાર બાદ વધુ પૈસાની માંગણી કરતા ગોત્રી પોલીસ મથકમાં મહિલા સહિત ત્રણ સામે ખંડણી સહિતના કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. (Vadodara youth kidnapped in Mumbai)

ચાકુની અણીએ રૂ. 12 કરોડની ખંડણી માંગવામાં આવી

વડોદરાના વાસણા-ભાયલી રોડ પરક રહેતા રજનીકાંત પરમાર પૂર્વ ફેક્ટરી ઇન્સ્પેક્ટર છે. તેમનો પુત્ર નિખિલ એમબીએનો અભ્યાસ કરીને નવી મુંબઇ ખાતે ફંડ ડેવલોપર તરીકેનો વ્યવસાય કરે છે. તેના પરિચિત મુંબઇને કપિલ રાજપૂત, ગિરીશ રવિન્દ્ર ભોલે અને રજનીકાંત છે. તે તમામે નિખિલને ગોંધી રાખ્યો હતો. અને ચાકુની અણીએ નિખિલના પિતા પાસેથી રૂ. 12 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. ત્યાર બાદ અપહરણકર્તા ગિરીશ વડોદરા આવ્યો હતો. અને યુવકના પિતા પાસેથી તેણે રૂ. 70 લાખ મેળવ્યા હતા, જતા જતા તે રજનીકાંતભાઇને ધમકાવતો ગયો હતો.

18 માર્ચે ગિરીશ વડોદરા આવતા તેની ધરપકડ કરવામાં આવી

તેણે ધમકી આપતા કહ્યું કે, રૂ. 12 કરોડની વ્યવસ્થા કરવામાં વિલંબ કરશો તો તમારા પુત્રને પાંચ રાજ્યની પોલીસ ઉઠાવી જશે. તેનું ભવિષ્ય પુરૂ થઇ જશે. જેથી ડરના માર્યા રજનીકાંત ભાઇએ 7 માર્ચે રૂ, 80 લાખ રોકડા ગિરીશને આપ્યા હતા. ત્યાર બાદ 18 માર્ચે ગિરીશ વડોદરા આવતા રજનીકાંતભાઇની ફરિયાદ બાદ ગોત્રી પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.

રજનીકાંત, ગિરીશ અને મધુમિતા નામની મહિલા હાજર હતી

સુત્રોના જણાવ્યા અનુસાર, યુવકના પિતા અપહરણકર્તાઓને પૈસા આપતા હતા. તે દરમિયાન તેને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેને મળવા માટે માતા-પિતા મુંબઇના ગેસ્ટ હાઉસ સુધી પણ પહોંચ્યા હતા. ત્યાં રજનીકાંત, ગિરીશ અને મધુમિતા નામની મહિલા હાજર હતી. તેમને આજીજી કરતા તેઓ ભડક્યા હતા. અને બાકીના પૈસા જલ્દી ચૂકવવા ધમકી આપી હતી. અને પુત્ર જોડે મુલાકાત વગર જ દંપતિએ પાછું ફરવું પડ્યું હતું.

આ પણ વાંચો --- VADODARA : નજીવી બાબતે બેરહેમીપૂર્વક માર મારતા યુવકનું મોત

Tags :
accusedaskExtortionforGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsinKidnappedmanmoneyMUMBAInabbedoneVadodarayoung