VADODARA : ભાજપના ધારાસભ્ય વિરૂદ્ધ લખતા અગ્રણીનો પિત્તો ગયો
VADODARA : વડોદરા (VADODARA) પાસે સાવલી (SAVLI) માં વોટ્સએપ ગ્રુપમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના (BJP MLA KETAN INAMDAR) વિરૂદ્ધમાં લખાણ લખ્યા બાદ ભાજપના અગ્રણીનો પિત્તો ગયો હોવાનો કથિત ઓડિયો વાયરલ થઇ રહ્યો છે. વોટ્સએપ ગ્રુપમાં દિનેશ પટેલ લખે છે કે, મારો કેતન ભાઇ હાવજ છે, અને તેને ટેગ કરીને દિપક રાજપુત નામનો કાર્યકર લખે છે કે, બટાકાનો હાવજ, અમારા રોડનું કામ બાકી બોલે છે. આ સ્ક્રિનશોટ વાયરલ થયા બાદ એક ઓડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં દિનેશ પટેલ અનેક મુદ્દે પોતાની વાત ભારપૂર્વક રજુ કરી રહ્યા હોય તેમ જાણવા મળી રહ્યું છે.
ચકચાર મચી જવા પામી
વડોદરા નજીક સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર વિરૂદ્ધ ભાજપ સમર્થિક વોટ્સએપ ગ્રુપમાં લખતા અગ્રણી અને કાર્યકર્તા ફોન પર સામસામે આવી ગયા હોવાનો કથિત ઓડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે. આ વાતની શરૂઆત વોટ્સએપ ગ્રુપમાં લખવાથી થાય છે. બાદમાં બંને વચ્ચે ફોન પર ઉગ્ર વાતચીત થઇ હોવાનું ઓડિયો પરથી જણાઇ આવે છે. દરમિયાન દિનેશ પટેલ દ્વારા તમારા ગામના જ નહી અમારા ડેસર ગામના સરપંચ પણ પૈસા ખાઇ જાય છે ! તેવો ચોંકાવનારો ખુલાસો કથિત ઓડિયોમાં કરવમાં આવતા ચકચાર મચી જવા પામી છે.
સરપંચ પૈસા ખાઇ જાય તો કેતનભાઇ શું કરે ?
કથિત ઓડિયોમાં દિનેશ પટેલ કહે છે કે, તે ગ્રુપમાં કેતન કેમ લખ્યું, તે તારાથી નાનો છે ! તું બોલતા શીખ પહેલા, વોટ્સએપ ગ્રુપમાં સમજી વિચારીને લખવું, તારી ભૂલ સ્વિકાર પહેલ. ભાજપમાં રહેવું હોય તો રહેજે. તારે વાત કરવી હોય તો ડાયરેક્ટ કેતનભાઇ જોડે કરી લે. સરપંચ પૈસા ખાઇ જાય તો કેતનભાઇ શું કરે ? તમારા ગામના જ નહી અમારા ડેસર ગામના સરપંચ પણ પૈસા ખાઇ જાય છે ! તે લખ્યું ના હોત તો મારે ફોન ન કરવો પડ્યો હોત ! તુ નિકળી જા, અમારે તારી જરૂર નથી.
કેમ તમને આજે જ ચચર્યું ?
તો સામે પક્ષે દિપક રાજપુત કહે છે કે, લખ્યું તો શું થઇ ગયું ! તમે વાતને ઉંધી દિશામાં લઇ જાઓ છો. ભાજપ કંઇ મારી નથી કે તમારી નથી. ભાજપ તમારી છે, આ ગ્રુપમાં આજથી મહિના પહેલા મેસેજ નાંખ્યો હતો કે, મારૂ ગામ બાકી છે, ત્યારે તમે ક્યાં ગયા હતા, કેમ તમને આજે જ ચચર્યું ?
આ પણ વાંચો -- VADODARA : કંટ્રોલ રૂમ વર્ધિના આધારે પહોંચેલા પોલીસ જવાનો પર હુમલો