ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

VADODARA : સ્માર્ટ સત્તાધીશોએ વિજ બીલ ના ભરતા ટ્રાફિક સિગ્નલના કનેક્શન કપાયા

VADODARA : યશ કોમ્પલેક્ષ જંક્શનનું રૂ. 28 હજાર અને એરપોર્ટ સર્કલનું રૂ. 70 હજાર વિજ બિલ બાકી હોવાથી કનેક્શન કાપી નાંખવામાં આવ્યું હતું
04:23 PM Dec 11, 2024 IST | PARTH PANDYA
featuredImage featuredImage

VADODARA : સ્માર્ટ સિટી વડોદરા (SMART CITY VADODARA) ના સત્તાધીશો દ્વારા વિજ બિલ ભરપાઇ (UNPAID ELECTRICITY BILL) કરવામાં ના આવતા બે જગ્યાઓએ ટ્રાફિક સિગ્નલ અને સીસીટીવી કેમેરા (TRAFFIC SIGNAL AND CCTV LIGHT CONNECTION CUT) ના કનેક્શન કાપી નાંખવામાં આવ્યા હતા. જેને પગલે લોકોએ ભારે અવ્યવસ્થાનો સામનો કરવો પડ્યો હતો. આખરે મોડે મોડે બિલ ભરપાઇ કરતા પુન શરૂ થયા હતા. હજારો રૂપિયાના બાકી બિલ મામલે કનેક્શન કપાતા પાલિકાની બેદરકારી છતી થવા પામી છે. આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટે યોગ્ય પગલાં લેવાની માગ લોકો કરી રહ્યા છે.

ટ્રાફિક સિગ્નલ અને સીસીટીવી કેમેરાની કામગીરી પર સીધી તેની અસર પડી

વડોદરાના ચાર રસ્તાના મોટા જંક્શન પર ટ્રાફિક સિગ્નલ અને સીસીટીવી કેમેરા લગાડી દેવામાં આવ્યા છે. એક ટ્રાફિકનું નિયમન કરે છે, ત્યારે અન્ય ટ્રાફિકના નિયમો તોડનાર પર નજર રાખે છે. જેનું સંચાલન કરતી સ્માર્ટ સિટી વડોદરાના સત્તાધીશોની બેદરકારીની પોલ ખુલી જવા પામી છે. તાજેતરમાં ગોત્રી વિસ્તારમાં આવેલા યશ કોમ્પલેક્ષ જંક્શનનું રૂ. 28 હજાર અને એરપોર્ટ સર્કલનું રૂ. 70 હજાર વિજ બિલ બાકી હોવાથી કનેક્શન કાપી નાંખવામાં આવ્યું હતું. વિજ કનેક્શન કપાસા ટ્રાફિક સિગ્નલ અને સીસીટીવી કેમેરાની કામગીરી પર સીધી તેની અસર પડી હતી.

ચાર મહિનાના બાકી વિજ બિલની વસુલાત માટે કંપનીએ આકરા પગલાં લીધા

પ્રાથમિક સુત્રોએ જણાવ્યું કે, શનિવારે વિજ કનેક્શન કાપી દેવામાં આવ્યું હતું. જેનું તુરંત શરૂ કરવા માટે સત્તાધીશો દ્વારા મંગળવાર સુધીનો સમય માંગવામાં આવ્યો હતો. પરંતુ વિજ કંપનીએ પહેલા બિલ ભરપાઇ કરવા માટે સ્પષ્ટતા કરી દીધી હતી. ચાર મહિનાના બાકી વિજ બિલની વસુલાત માટે કંપનીએ આકરા પગલાં લીધા હતા. બાદમાં આ બિલની ભરપાઇ કરવામાં આવતા વિજ જોડાણ ફરી શરૂ કરવામાં આવ્યું હતું.

હળવો ટ્રાફિક જામ સર્જાયો હતો

સુત્રોએ ઉમેર્યું કે, આ રીતે ટ્રાફિક સિગ્નલ અને સીસીટીવી કેમેરાનું વિજ જોડાણ કાપવામાં આવે, તેની આ સંભવિત પહેલી ઘટના હોઇ શકે છે. જે જગ્યાઓએ ટ્રાફિક સિગ્નલ ખોટકાયા હતા. જેને પગલે હળવો ટ્રાફિક જામ સર્જાયો હતો. અને આખરે તો લોકોએ ભોગવવાનો વારો આવ્યો હતો. હવે આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન થતું અટકાવવા માટે તંત્ર શું પગલાં લે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો -- VADODARA : દબાણ દુર કરવા પહોંચેલી પાલિકાની ટીમને માત્ર ખુરશી-ટેબલ હાથ લાગ્યા

Tags :
andbillCCTVconnectioncutElectricityofsignalTrafficunpaidVadodaraVMC