VADODARA : તહેવાર ટાણે ડોર ટુ ડોરના 14 કર્મીઓને પાણીચું પકડાવ્યું
VADODARA : નૂતન વર્ષ ટાણે જ ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની કામગીરીમાં જોતરાયેલા વડોદરા પાલિકા (VADODARA - VMC) માં કોન્ટ્રાક્ટ પર કામ કરતા 14 કર્મીઓને પાણીચું પકડાવી દેવામાં આવ્યું છે. એટલે પરિવારોમાં દિપાવલી ટાણે હૈયાહોળી જોવા મળી રહી છે. અગાઉ પૂર્વ વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરતા કર્માચારીઓ દ્વારા પડતર માંગણીઓને લઇને વિરોધ કર્યો હતો. જેથી એક લાખથી વધુ મકાનોમાં કચરો પડી રહ્યો હતો. તે બાદ તંત્ર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. કાઢી મુકાયેલા કર્મચારીઓની વ્હારે યુથ કોંગ્રેસના આગેવાન આવ્યા છે, અને તેમને પરત નોકરી પર લેવા માટે માંગ કરી છે.
લેખિતમાં તેમની માંગણીઓ સંતોષવા માટેની બાંહેધારી આપી
તાજેતરમાં શહેરના પૂર્વ વિસ્તારમાં ડોર ટુ ડોટ કચરો એકત્ર કરતી ગાડીઓના પૈડાં થંભી ગયા હતા. જેને પહલે એક લાખથી વધુ ઘરોમાં કચરો તેમને તેમ પડી રહ્યો હતો. ડોર ટુ ડોરના કર્મચારીઓ દ્વારા પડતર માંગણીઓને લઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે બાદ તેમની માંગણીઓને લઇને પાલિકાના ઉચ્ચ અધિકારી મળવા પહોંચ્યા હતા. અને લેખિતમાં તેમની માંગણીઓ સંતોષવા માટેની બાંહેધારી આપી હતી.
પરિવાર મુશ્કેલીમાં મુકાયા
તે બાદ ડોર ટુ ડોરની કામગીરી સાથે સંકળાયેલા 6 ડ્રાઇવર સહિત 14 કર્મીઓને દિપાવલી ટાણે જ નોકરીમાંથી પાણીચું પકડાવી દેવામાં આવ્યું છે. જેને લઇને તેમના પરિવાર મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે આ સમયે કાઢી મુકાયેલા કર્માચારીઓની વ્હારે વડોદરા યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા આવ્યા છે. અને પવનવ ગુપ્તાએ કાઢી મુકવામાં આવેલા કર્મચારીઓને પરત નોકરી પર લેવા માટેની માંગ કરી છે. અને જો તેમ કરવામાં નહીં આવે તો આ મામલે લડત આપવાની જાહેરાત પણ કરી છે.
વેકેશન બાદ શું થાય છે તે જોવું રહ્યું
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ તો દિવાળી-નૂતન વર્ષના કારણે પાલિકામાં મીની વેકેશન જેવો માહોલ છે. વેકેશન પૂર્ણ થયા બાદ કાઢી મુકાયેલા કર્મચારીઓનું શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે.
આ પણ વાંચો -- VADODARA : ડોર ટુ ડોર કચરો એકત્ર કરતી ગાડીના શ્રમિકે સાયકલ સેરવી