Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : પાલિકાને એક સપ્તાહમાં 5 હજારથી વધુ ફરિયાદો મળી

VADODARA : વડોદરા (VADODARA) માં ઐતિહાસીક પૂરના પાણી (FLOOD - 2024) ઓસર્યા બાદ તંત્રને એક સપ્તાહમાં વિવિધ માધ્યમથી 5 હજારથી વધુ ફરિયાદો પાલિકાને (VMC) મળી હોવાનું સપાટી પર આવવા પામ્યું છે. આ ફરિયાદો પૈકી ડ્રેનેજ-સ્ટોર્મ વોટર, ગાર્બેજ, સ્ટ્રીટ લાઇટ તથા...
vadodara   પાલિકાને એક સપ્તાહમાં 5 હજારથી વધુ ફરિયાદો મળી

VADODARA : વડોદરા (VADODARA) માં ઐતિહાસીક પૂરના પાણી (FLOOD - 2024) ઓસર્યા બાદ તંત્રને એક સપ્તાહમાં વિવિધ માધ્યમથી 5 હજારથી વધુ ફરિયાદો પાલિકાને (VMC) મળી હોવાનું સપાટી પર આવવા પામ્યું છે. આ ફરિયાદો પૈકી ડ્રેનેજ-સ્ટોર્મ વોટર, ગાર્બેજ, સ્ટ્રીટ લાઇટ તથા ડોર ટુ ડોર કલેક્શનના વિષયોને લાગતી હોવાનું સુત્રોએ ઉમેર્યું છે. જો કે, તંત્રના દાવા અનુસાર, તમામનું સંકલન કર્યા બાદ મુળ ફરિયાદની સંખ્યા 2400 જેટલી થવા પામે છે. વડોદરાને પુન બેઠુ કરવા માટે તંત્ર દિવસ રાત એક કરી રહ્યું છે, જે પ્રયત્નો પ્રત્યેક વડોદરાવાસી જોઇ શકે છે.

Advertisement

વડોદરાને જલ્દી પૂરમાંથી ઉગારી લેવામાં આવ્યું

વડોદરામાં ગત માસમાં ઐતિહાસીક પૂર આવ્યું હતું. જે વિસ્તારોમાં ક્યારે વરસાદી પાણી ભરાઇ જવાની સમસ્યા ન્હતી, ત્યાં પણ પાણી પહોંચ્યા હતા. અને વડોદરાવાસીઓએ ત્રણ-ચાર દિવસ પૂરની પરિસ્થિતીમાં વિતાવ્યા હતા. જો કે, શહેરવાસીઓના હિતમાં નિર્ણય લઇને તંત્ર દ્વારા કેલ્ક્યૂલેટેડ રિસ્ક લઇને નિર્ણયો લેવામાં આવતા વડોદરાને જલ્દી પૂરમાંથી ઉગારી લેવામાં આવ્યું હતું. આ વાતને એક સપ્તાહ જેટલો સમય થઇ ગયો છે. ત્યારે પૂરના પાણી ઓસરી ગયા બાત વિવિધ માધ્યમો દ્વારા લોકો પોતાની સમસ્યા પાલિકાને જણાવી રહ્યા છે. અને તેનું સમાધાન માંગી રહ્યા છે.

સંકલન કરતા સંખ્યા 2400 જેટલી થઇ હોવાનો દાવો

વિતેલા એક સપ્તાહમાં પાલિકાના વિવિધ વિભાગોને 5 હજારથી વધુ ફરિયાદો મળી હોવાનું સામે આવવા પામ્યું છે. જેમાં ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર અંગે - 2050, ગાર્બેજ - 1483, સ્ટ્રીટ લાઇટ - 793 અને ડોર ટુ ડોર વિભાગની 961 ફરિયાદો હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે, પાલિકાના વિવિધ વિભાગોની ફરિયાદોનું સંકલન કરતા તેની સંખ્યા 2400 જેટલી થઇ હોવાનો દાવો સત્તાધીશો દ્વારા કરવામાં આવી રહ્યો છે. શહેરને પૂરમાંથી બેઠું કરવા માટે વડોદરા પાલિકા દ્વારા દિવસ રાત મહેનત કરવામાં આવી રહી છે. અને આ વાત પ્રત્યેક વડોદરાવાસી જાણે છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : પૂરગ્રસ્ત લોકોના જખમ પર મીઠું ભભરાવતા કોર્પોરેટર, કહ્યું, "જોયા વગર મકાન લીધા !"

Advertisement
Tags :
Advertisement

.