Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : પાલિકાના મોટા અધિકારી વિરૂદ્ધ ધારાસભ્યની મુખ્યમંત્રીને ફરિયાદ

VADODARA : વડોદરા (VADODARA) પાલિકા (VMC) ના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસર પાર્થ બ્રહ્મભટ્ટ ની ધારાસભ્ય યોગેશ પટેલ દ્વાર મુખ્યમંત્રી સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે. શહેરમાં પૂરની સ્થિતીનું નિર્માણ થઇ રહ્યું હતું, ત્યારે ધારાસભ્યો દ્વારા તેમને મદદ માટે ફોન કરવામાં આવ્યા...
vadodara   પાલિકાના મોટા અધિકારી વિરૂદ્ધ ધારાસભ્યની મુખ્યમંત્રીને ફરિયાદ

VADODARA : વડોદરા (VADODARA) પાલિકા (VMC) ના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસર પાર્થ બ્રહ્મભટ્ટ ની ધારાસભ્ય યોગેશ પટેલ દ્વાર મુખ્યમંત્રી સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે. શહેરમાં પૂરની સ્થિતીનું નિર્માણ થઇ રહ્યું હતું, ત્યારે ધારાસભ્યો દ્વારા તેમને મદદ માટે ફોન કરવામાં આવ્યા હતા. ત્યારે તેમણે ફોન રીસીવ જ ના કરતા કામ થઇ શક્યું ન્હતું. આખરે ગતરોજ શહેરની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી સમક્ષ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસર ની ફરિયાદ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. એક નહી ત્રણ ત્રણ ધારાસભ્યો દ્વારા તેમના જાત અનુભવો કહેવામાં આવ્યા હતા.

Advertisement

ચૂંટાયેલા પ્રતિનિધીઓ સાથે મીટિંગ કરી

વડોદરા પૂરની પરિસ્થિતીમાંથી બહાર આવી રહ્યું છે. ત્યારે ગતરોજ રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી શહેરની મુલાકાતે આવ્યા હતા. તેવામાં મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચૂંટાયેલા પ્રતિનિધીઓ સાથે મીટિંગ કરી હતી. જેમાં ધારાસભ્યો દ્વારા પાલિકાના ઇન્ચાર્જ ફાયર ઓફીસર વિરૂદ્ધ મુખ્યમંત્રીને ફરિયાદ કરી હતી.

પાણીની બોટલ, ખાદ્યપદાર્થો જેવી વસ્તુઓ પહોંચાડવાની હતી

ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું કે, ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસર પાર્થ બ્રહ્મભટ્ટ મારો ફોન ઉપાડતા નથી, તેમ નહીં ધારાસભ્ય મનીષાબેન વકીલ અને બધાયના ફોન ન્હતા ઉપાડતા. સોમવારે સવારે જ્યારે શહેરમાં ભારે વરસાદ પડ્યો ત્યારથી જે તે વિસ્તારોમાં પાણીની બોટલ, ખાદ્યપદાર્થો જેવી વસ્તુઓ પહોંચાડવાની હતી. ત્યારે એનડીઆરએફ શહેરમાં ન્હતી. માત્ર ફાયર ડિપાર્ટમેન્ટ જ હતું. સવારે, બપોરે અને સાંજે મેં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસરને મેં ફોન કર્યા, તે અંગેની ફરિયાદ પાલિકાના ચિંતન દેસાઇ, મ્યુનિસિપલ કમિશનરને પણ ફરીયાદ કરી. પણ તે ક્યાં છે ખબર જ ન્હતી.

Advertisement

આવા ઓફીસરોને તમે કોઇ સહયોગ ના આપો

વધુમાં જણાવ્યું કે, બીજા દિવસે અમે તેને ફોન કર્યો ત્યારે તેનો ફોન બીજા પાસે હતો. આ ફાયર ઓફીસર હતા નહી તેની અમે મુખ્યમંત્રીની રજુઆત કરી હતી. મારી એકલાની નહી, ધારાસભ્ય મનીષાબેન વકીલ અને ચૈતન્ય દેસાઇના પણ તેણે ફોન નથી લીધા. આવી પરિસ્થિતી હોય, ખરાબ સ્થિતી શરૂ થઇ હતી, તેવા સમયે ફાયર ઓફીસર ફોન ના લે, તો લોકોને મદદ પહોંચાડી ના શકાય. તે ગાયબ હતા. કમિશનરને મેં સ્પષ્ટ કહ્યું કે, આવા ઓફીસરોને તમે કોઇ પણ પ્રકારનો સહયોગ ના આપો.

આ પણ વાંચો -- CM Bhupendra Patel અને ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghvi એ Vadodaraમાં શેલ્ટર હોમની મુલાકાત લીધી

Advertisement

Tags :
Advertisement

.