VADODARA : પાલિકાના કોન્ટ્રાક્ટરને ત્યાં GST નું સર્ચ
VADODARA : નવા વર્ષે વડોદરા પાલિકાના કોન્ટ્રાક્ટર (VMC CONTRACTOR FACE GST SEARCH - VADODARA) ની ઓફિસે જીએસટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, બપોરથી શરૂ થયેલી કાર્યવાહી 8 કલાકના અંગે મોડી રાત સુધી ચાલી હતી. આ કાર્યવાહીમાં જીએસટી વિભાગ દ્વારા મહત્વના દત્સાવેજો જપ્ત કર્યા હોવાનું સુત્રોએ ઉમેર્યું છે. પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા મોટી ગફલેબાજી કરવામાં આવી હોવાની આશંકાઓ હાલ તબક્કે સેવાઇ રહી છે. સર્ચના અંતે જીએસટી વિભાગ દ્વારા સત્તાવાર શું જાહેરાત કરવામાં આવે છે, તેના પર સૌ કોઈની નજર રહેશે.
જીએસટી વિભાગની રડારમાં પાલિકાના કોન્ટ્રાક્ટરો
દિવાળી બાદથી જીએસટી વિભાગ દ્વારા વડોદરામાં કપડા, જ્વેલરી શોપ તથા શુભ પ્રસંગો સાથે સાકળેયાલી વસ્તુઓનું વેચાણ કર્તા વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી કેટલાય દિવસો સુધી ચાલી હતી. જેમાં કરચોરી ઝડપાઇ હોવાનો અંદાજ છે. ત્યારે નવા વર્ષે હવે જીએસટી વિભાગની રડારમાં પાલિકાના કોન્ટ્રાક્ટરો આવ્યા હોય તેમ લાગી રહ્યું છે. ગત બપોર બાદ જીએસટી વિભાગની ટીમોએ એસ. કે. મકવાણા ફર્મને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ફર્મના વિવિધ કોન્ટ્રાક્ટ અંગેની વિગતો તપાસવામાં આવી હતી.
કોન્ટ્રાક્ટર લોબીમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો
એસ. કે. મકવાણા ફર્મ વડોદરા મહાનગર પાલિકાના કામોના કોન્ટ્રાક્ટ લે છે. આ ફર્મ પર એકાએક જીએસટી વિભાગનું સર્ચ હાથ ધરવામાં આવતા કોન્ટ્રાક્ટર લોબીમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પહેલા જ દિવસે 8 કલાક તપાસ કરવામાં આવતા મોટી કરચોરી સુધી પગેરૂ જાય તેવી શક્યતાઓ હાલ સેવાઇ રહી છે.
આ પણ વાંચો --- VADODARA : MSU ની કોમર્સ ફેકલ્ટીમાં પીવાના પાણી માટે વોટર જગનો સહારો