Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પાલિકા કમિશનરની અવર-જવર વેળાએ અવરોધ ઉભો કરનાર સામે ફરિયાદ

VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) પાલિકાની કચેરીએ 11 માસના કરાર આધારિત વિવિધ શાખાના કર્મચારીઓને મોરચો આવ્યો હતો. મોરચો તેમને કાયમી કરવા માટેની મુખ્ય માંગ સાથે આવ્યો હતો. તે અગાઉ પણ તેમના દ્વારા આ મામલે રજુઆત કરવામાં આવી હતી. આખરે બે...
vadodara   પાલિકા કમિશનરની અવર જવર વેળાએ અવરોધ ઉભો કરનાર સામે ફરિયાદ
Advertisement

VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) પાલિકાની કચેરીએ 11 માસના કરાર આધારિત વિવિધ શાખાના કર્મચારીઓને મોરચો આવ્યો હતો. મોરચો તેમને કાયમી કરવા માટેની મુખ્ય માંગ સાથે આવ્યો હતો. તે અગાઉ પણ તેમના દ્વારા આ મામલે રજુઆત કરવામાં આવી હતી. આખરે બે દિવસ પહેલા પાલિકાની કચેરીએ આવેલો મોરચો ઉગ્ર બનતા કમિશનરે ચાલતું 3 કિમી સુધી જવું પડ્યું હતું. આખરે આ મામલે મોરચાનું નેતૃત્વ કરનાર અશ્વિન સોલંકી સહિતના સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

કમિશનરની કારને આવવા-જવામાં તે લોકો અવરોધ ઉભો કરતા

આસિ. સિક્યોરીટી ઓફીસર ધીરેન તળપદાએ જણાવ્યું કે, પાછલા ચાર-પાંચ દિવસથી પાલિકામાં એક મોરચો આવ્યો હતો. તે મોરચામાં 11 માસ કરાર આધારિત અન્ય ઇસમો અને અરવિંદ સોલંકી તેમના પ્રમુખ લઇને આવ્યા હતા. છેલ્લા 3 - 4 દિવસથી તેઓ પાલિકાના મુખ્ય ગેટ પર બેસીને ધરણા કરતા હતા. તે સમયે પાલિકા કમિશનર દિલીપ રાણાની કારને આવવા-જવામાં તે લોકો અવરોધ ઉભો કરતા હતા.

Advertisement

ગાડીની નીચે સુઇ ગયા, નારેબાજી કરી

વધુમાં તેમણે જણાવ્યું કે, 7 ઓક્ટોબરે, સવારે આવતા સમયે અવરોધ ઉભો કરીને નારેબાજી કરી, ત્યાર બાદ બપોરે 2 વાગ્યે સાહેબ ફરી રાઉન્ડમાં જવા નીકળ્યા ત્યારે ફરીથી અવરોધ ઉભો કરીને, ગાડીની નીચે સુઇ ગયા, નારેબાજી કરી, કમિશનર સાહેબ ગાડીમાંથી ઉતરીને ઢોર પાર્ટી, દબાણની ટીમ અને સિક્યોરીટી જવાનોએ કોર્ડન કરીને બહાર કાઢ્યા અને હોસ્પિટલ સુધી ચાલવાની ફરજ પાડી હતી. વચ્ચે એક બે વખત બીજી કાર આવી હતી. ત્યાં પણ તેમણે અવરોધ ઉભો કર્યો હતો. તે સંદર્ભે આસિ. સિક્યોરીટી ઓફીસરે સંજય તળપદાએ તેમના વિરૂદ્ધ નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરેલી છે.

આ પણ વાંચો -- VADODARA : ભાયલી ગેંગ રેપ મામલે પોલીસના નિવેદનમાં વિરોધાભાસ

Tags :
Advertisement

Trending News

.

×