Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસેનો શેડ ધરાશાયી, બાળકનું મોત

VADODARA : ગત મોડી સાંજે પુરજોશમાં પવન ફૂંકાવવાની સાથે વરસાદે (RAIN IN VADODARA) ધમાકેદાર એન્ટ્રી લીધી હતી. જેને પગલે લોકોનું જીવન ટુંકા સમય માટે ખોરવાયું હતું. દરમિયાન વડોદરા (VADODARA) ના વિશ્વામિત્રી નેરોગેજ રેલવે સ્ટેશન (VISHWAMITRI RAILWAY STATION) પાસે આવેલો પતરા-સિમેન્ટને...
vadodara   વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસેનો શેડ ધરાશાયી  બાળકનું મોત

VADODARA : ગત મોડી સાંજે પુરજોશમાં પવન ફૂંકાવવાની સાથે વરસાદે (RAIN IN VADODARA) ધમાકેદાર એન્ટ્રી લીધી હતી. જેને પગલે લોકોનું જીવન ટુંકા સમય માટે ખોરવાયું હતું. દરમિયાન વડોદરા (VADODARA) ના વિશ્વામિત્રી નેરોગેજ રેલવે સ્ટેશન (VISHWAMITRI RAILWAY STATION) પાસે આવેલો પતરા-સિમેન્ટને શેડ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં 8 જેટલા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL - VADODARA) માં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં એક બાળકીનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

સાંસદ ઇજાગ્રસ્તોની પૃચ્છા કરવા માટે એસએસજી હોસ્પિટલ પહોંચ્યા

વડોદરામાં ગત મોડી સાંજે પુરજોશમાં વરસેલા વરસાદમાં વિશ્વામિત્રી નેરોગેજ રેલવે સ્ટેશન પાસે અકસ્માતની ઘટના સામે આવી હતી. અહિંયા પતરા-સિમેન્ટનો શેડ ધડાકાભેર ધરાશાયી થવાના કારણે તેમાં બાળકી સહિત 8 લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે રેલવે એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને બચાવ કામગીરી શરૂ કરી હતી. તમામ ઇજાગ્રસ્તોને એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક બાળકીનું મોત નિપજ્યું હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશી (VADODARA MP DR. HEMANG JOSHI) ઇજાગ્રસ્તોની પૃચ્છા કરવા માટે એસએસજી હોસ્પિટલ પહોંચ્યા હતા.

શ્રમિક પરિવારો રેલવેના સુધારા-વધારા અને કપચી કામ સાથે સંકળાયેલા હતા

ઘટના બાદ રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, શેડ બાંધીને શ્રમિકો રહેતા હતા. વરસાદમાં દિવાલ પડતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. 8 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. શ્રમિક પરિવારો રેલવેના સુધારા-વધારા અને કપચી કામ સાથે સંકળાયેલા હતા. આ મામલે કોની બેદરકારી છે, તે હાલ તપાસનો વિષય છે. વરસાદ જોડે પુરજોશમાં પવન ફુંકાવવાના કારણે પતરાનો શેડ પડ્યો હતો. આ સાથે દિવાલ પણ પડી હતી. આ શેડ કામચલાઉ ધોરણે રહેવા માટે બનાવવામાં આવ્યો હતો. તેમણે દિવાલને અડીને શેડ બનાવ્યો હતો. 108 આવે તે પહેલા તમામને હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા હતા.

Advertisement

ઇજાગ્રસ્તોની યાદી

1. વિજય રામસિંહ પરમાર (ઉં. 27)
2. આયુષ વિજયભાઈ પરમાર (ઉં. 6)
3. વિપુલ ઇશ્વરભાઇ પલાસ (ઉં. 20)
4. હંસાબેન વિજયભાઇ પરમાર (ઉં. 25)
5. તેજલબેન વિજયભાઇ પરમાર (ઉં.5)
6. રાજલ વિજયભાઇ પરમાર (ઉં. 12)
7. કલ્પેશ ગેંદાભાઇ માલીવાડ (ઉં. 26)
8. રાજન ઇશ્વરભાઇ પલાસ (ઉં. 10)
9. ગીતાબેન હિમાભાઇ (ઉં.15)

આ પણ વાંચો -- Deesa: ડીસામાં થયેલી લૂંટના આરોપીઓને કાયદાનું ભાન કરાવવા ડીસા પોલીસે નિકાળ્યું સરઘસ!

Advertisement

Tags :
Advertisement

.