VADODARA : ઐતિહાસીક તળાવની ક્ષમતા વધારવાના કાર્યનો આરંભ
VADODARA : વડોદરાના ઐતિહાસીક રામનાથ તળાવ અને વાંસ તળાવને ઉંડા કરવાનું કાર્ય પાલિકા તંત્ર દ્વારા હાથ પર લેવામાં આવ્યું છે. (VADODARA HISTORIC POND CAPACITY BUILDING) વડોદરાના રાવપુરા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય અને રાજ્ય સરકારના દંડક બાળુ શુક્લના હસ્તે આ કાર્યનો આરંભ કરાવવામાં આવ્યો છે. આગામી દોઢ મહિના સુધી આ કામગીરી ચાલશે. તળાવો ઉંડા કરવાની સાથે લીધેલા અન્ય પગલાંઓના કારણે ભવિષ્યમાં પાણી ભરાવવાની મુશ્કેલીમાંથી રાહત મળશે, તેવો દાવો કરવમાં આવી રહ્યો છે.
વરસાદ પહેલા કરવા યોગ્ય કામો શરૂ કરાયા
વડોદરાની રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્ય સરકારના દંડક બાળુ શુક્લએ મીડિયાને જણાવ્યું કે, ગત ચોમાસામાં વડોદરાવાસીઓને તકલીફ પડી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રી દ્વારા વડોદરાના નાગરિકોને પૂરની તકલીફ ના પડે તે માટે તાત્કાલિક રાજ્ય સ્તરથી કમિટિનું ગઠન કરવામાં આવ્યું. સાથે વરસાદ પહેલા કરવા યોગ્ય કામો જેવા કે, વિશ્વામિત્રી નદી ઉંડી અને પહોળી કરવી, કાંસની સફાઇ, જુના તળાવો ઉંડા કરવાના કામોને હાથ પર લેવામાં આવ્યા છે.
36 હજાર મેટ્રીક ક્યુબ માટી કાઢવામાં આવશે
વધુમાં જણાવ્યા અનુસાર, આજે આપણે રામનાથ તળાવ ખાતે ઉભા છીએ. આ રામનાથ તળાવ, પૌરાણિક સ્થળ છે. આ તળાવનું પરિસર 6 હેક્ટરનું પરિસર છે. જેમાં આજથી માટી ખોદવાનું કામ શરૂ થશે. 36 હજાર મેટ્રીક ક્યુબ માટી કાઢવામાં આવશે. જેથી 4 લાખ લીટર પાણીની સંગ્રહશક્તિ વધશે. જેથી વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ રહેવાની સમસ્યા, સાથે જ જ્યાં વરસાદી કાંસ નથી ત્ચાં પ્રયત્નપૂર્વક લાઇનો નાંખવામાં આવશે. જેથી પાણી ના ભરાય. સરકાર અને પાલિકા દ્વારા કામો અવિરત ચાલશે, તેવી હું ખાતરી આપું છું. અમારી શરતચૂકથી કોઇ કામ રહી જાય તો અમારૂ ધ્યાન દોરજો. આ કામ દોઢ મહિના સુધી ચાલશે.
આ પણ વાંચો --- VADODARA : ક્રિકેટ પ્રેમી મહાકાય મગરનું રેસ્ક્યૂ, 'નિર્દોષ' હાજરીનો ખોફ દૂર